________________
...લવાદી ચર્ચાને અન્ત આવેલે લવાદશીને નિર્ણય .
२७७
વેતાંબર જૈન સંઘના પૂર્ણિમા, ખરતર, અંચલ, વગેરે જુદા જુદા પ્રાયઃ સર્વ ગચ્છનું મૂળ, સિદ્ધાનટિપ્પણના ઉચ્છેદમાં જ રહેલું છે. તેમાં, તપાગચ્છના મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજીના મત પ્રમાણે પૂર્ણિમાગચ્છ વિક્રમ સંવત્ ૧૧૫૯ માં અસ્તિત્વ પામે. તે ઉપરથી અનુમાન થાય છે કે સિદ્ધાનટિપણનો ચુછેદ તેની પણ પહેલાં થયેલો હતે. આ રીતે છેલ્લા નવ સિકા દરમિયાન સિદ્ધાનટિપ્પણનો સર્વથા અનુપયોગ સિદ્ધ થાય છે.
ખરી રીતે જૈન ગ્રંથમાં બે પ્રકારનાં ટિપ્પણના ઉલ્લેખો ઘણી જગ્યાએ જોવામાં આવે છે. તેમાંનું એક તે સિદ્ધાન્તટિપ્પણ અથવા જેન ટિપ્પણના નામે પ્રસિદ્ધ હતું. બીજું લૌકિક ટિપ્પણને નામે બેલાતું હતું. આ બન્ને ટિપ્પણી પ્રચારમાં હશે ત્યારે કદાચ આરાધન વગેરે બાબતોમાં સિદ્ધાન્ડટિપ્પણનો અને લૌકિક વ્યવહારમાં લૌકિક ટિપ્પણનો ઉપયોગ થતો હશે એમ અનુમાન થાય છે.
હવે સિદ્ધાન્તટિપ્પણ એટલે શું અને આગમાં તેનું કેવું વર્ણન કરેલું છે, તેને જરા વિચાર કરીએ. શ્વેતાંબર શ્રી જૈન સંઘે સ્વીકારેલા પિસતાળીસ આગમગ્રંથમાં સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ એવાં બે ઉપાંગ-આગમે છે. તેમાં સિદ્ધાન્તટિપ્પણમાં ઉપયોગમાં લેવાએલા ચન્દ્રચાર, સૂર્યચાર, તિથિ, યુગ, સંવત્સર, અમરાવ, અતિરાવ, વગેરે કેટલાક વિષયો ક્યાંક સંક્ષેપથી જણાવ્યા છે અને ક્યાંક ટીકાકારે મલયગિરિએ ટીકામાં તે વિષયને વિસ્તારથી વર્ણવ્યા છે. તથા અંગ બહારના ગ્રંથો પૈકી તિષ્કરંડક, લોકપ્રકાશ, વગેરે ગ્રંથોમાં પણ તેવા વિષયોનાં વર્ણન કરાએલાં છે. મલયગિરિની વિસ્તૃત ટીકા પણ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, તિબ્બરંડક, એ ગ્રંથ ઉપર મળી આવે છે. જ્યોતિષ્કરંડક નામનો ગ્રંથ અંગ બહારનો છતાં પણ પ્રાચીન છે, જેના ઉપર પાદલિપ્તાચાર્યું કેઈક ટીકા લખી હતી એમ મલયગિરિની ટીકા ઉપરથી જણાય છે. આ ગ્રંથમાં ટિપ્પણાને ઉપયોગી જે કેટલાક વિષયો નિરૂપ્યા છે, તેના ઉપરથી સિદ્ધાન્તટિપ્પણ કેવુંક હતું—એ વિષે હાલ કાંઈક જાણી શકાય છે. જેમ કે-સિદ્ધાન્તટિપ્પણમાં યુગ એટલે પાંચ સંવત્સરપ્રમાણ કાલ. તેમાં દરેક યુગમાં ૧૮૩૦ દિન-રાત અને ૧૮૬૦ જેટલી તિથિઓ હોય. તે એક યુગમાં પાંચ સંવત્સરે, ૬૦ સૌર માસ, ૬૧ કર્મમાસ અને ૬૨ ચાન્દ્રમાસ હોય. યુગનો પ્રારંભ (મારવાડી) શ્રાવણ વદ એકમે અને યુગને અંત આષાઢની પૂર્ણિમાએ થાય. એક યુગની અંદર સૌર માસ અને ચન્દ્રમાસનો ઘટતી રીતે સમાવેશ (મેળ) કરવાને માટે બે અધિક માસે કલ્પાય છે અને તે યુગની મધ્યમાં પિષ અને યુગને અંતે આષાઢ એવા ક્રમે જ આવે છે. સિદ્ધાન્તટિપ્પણ પ્રમાણે બીજે કઈ માસ અધિકમાસપણે આવી શકતું જ નથી. એક યુગમાં દિવસ-રાત અને તિથિએનો ઘટતી રીતિએ સમાવેશ થાય, એટલા માટે દરેક યુગમાં ૩૦ તિથિઓ અને દરેક વર્ષમાં છ તિથિઓ ક્ષીણ થાય. (તે પણ દરેક) ૬૧ મી તિથિએ ૬૨ મી તિથિનો લેપ થાય, માટે એ રીતે ૬૨ મી તિથિ ક્ષીણ તિથિ કહેવાય. અને તે ક્ષીણ તિથિઓ પણ ક્રમ પ્રમાણે નિયત જ આવે.
તેમાં તિથિનું માપ ચન્દ્રની ગતિથી નક્કી થાય છે, અને દિવસ-રાતનું માપ તે સૂર્યની ગતિ ઉપર આધાર રાખે છે. આ પ્રમાણે આ બન્ને ગ્રહોની ગતિના તફાવતને લીધે, દિવસરાતનું મા૫ અને તિથિનું મા૫-એ બન્નેમાં તફાવત પડે છે. એટલા માટે જ, દરેક યુગમાં (વધારાની) ૩૦ તિથિઓને ૧૮૩૦ દિવસ-રાતમાં સમાવેશ કરવા તિથિક્ષય કલ્પાય છે. તિથિક્ષય એટલે કેઈપણ દિવસે તિથિને સૂર્યોદયને સ્પર્શ ન થવું તે; નહિ કે વાસ્તવિક રીતે કંઈ તિથિને અભાવ! લૌકિક પંચાંગમાં તે તિથિના ક્ષયની પેઠે તિથિની વૃદ્ધિ પણ આવે છે. જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org