________________
૩૦ o
|| જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન
પરિશિષ્ટ
પરિશિષ્ટ ૧.
[ લવાદી ચર્ચામાં, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ રજૂ કરેલા પ્રતિવાદમાં, પૂ. શ્રીસંઘસ્થવિર વયેવૃદ્ધ શાન્તતાપમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં કરેલા ખૂલાસાને ઉલ્લેખ કરેલો છે. મજકુર ખૂલાસો તા. ૧૫ મી નવેમ્બર સને ૧૯૪૦ના શ્રી વીરશાસન નામના સાપ્તાહિકમાં પ્રગટ થયેલ. અત્રે આ નીચે તેને ઉતારે આપવામાં આવે છે.
–સં]. વર્તમાન તિથિદિન-ચર્ચાને અંગે પૂ. શાન્તતપમૂર્તિ, વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમવિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં કરેલું અગત્યનો ખૂલાસો. વકીલ શ્રીયુત મેહનલાલ પિપટલાલ B. A; LL. B. એ કરેલા પ્રશ્નો : તેને પૂ. વયોવૃદ્ધ.
આચાર્યદેવે આપેલે ઉત્તર અને પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજીનું વિવેચન, પૂજ્યપાદ શાન્તતપોભૂતિ, વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ વિ. સં. ૧૯૯૭ ના કાર્તિક સુદી પહેલી પૂનમ ગુરૂવારે શેઠ જમનાદાસ હઠીસંગની આગ્રહભરી વિનંતિ સ્વીકારી ચતુર્માસ બદલાવવા નિમિત્તે સામૈયા સાથે હાજા પટેલની પોળમાં પાછીયાની પોળ પાસે શ્રી વીસા શ્રીમાળીની વાડીમાં બાંધેલા ભવ્ય મંડપમાં પધાર્યા હતા. આ વખતે, પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવે પોતાના ગંભીર ધ્વનિથી મંગલાચરણ ઉચ્ચાર્યા બાદ, પૂ. શાન્તસૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેધસૂરીશ્વરજી મહારાજાએ પ્રાસંગિક પ્રવચન સંભળાવ્યું હતું. તે પછી વકીલ શ્રીયુત મોહનલાલ પોપટલાલ B. A.; LL Bએ ઉભા થઈ હાથ જોડીને વર્તમાનમાં ચાલતી તિથિદિન-ચર્ચા સંબંધી પૂ. વાવૃદ્ધ આચાર્યદેવને ખૂલાસે કરવાની આગ્રહભરી વિનંતિ કરી હતી. પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવે પણ તેના ઉત્તર આપવાની કૃપા કરી હતી. તે પછી પૂ. આચાર્યદેવના કહેવાથી, તેઓશ્રીના પ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પણ, પૂછેલા પ્રશ્ન વિષે ખૂલાસો કર્યો હતા. આ બધુ સંખ્યાબંધ સાધુ-સાધ્વીજી મહારાજાઓએ તેમ જ સેંકડો શ્રાવક-શ્રાવિકાઓએ સાંભળ્યું હતું. અમે પણ આ વખતે હાજર હતા. એ વખતે હાજર નહિ એવા પણ જિજ્ઞાસુ આત્માઓને આ વાતની માહિતી મળે એટલા માટે અમે તે પ્રશ્નો, ઉત્તર અને વિવેચન અત્રે રજૂ કરીએ છીએ. પ્રશ્ન સાહેબ! મારી એક વિનંતિ છે. આપ આજ્ઞા આપે તે પૂછું. ઉત્તર૦ તમારે શી બાબતમાં પૂછવું છે? પ્રશ્ન અત્યારે તિથિચર્ચા જોરથી ચાલી રહી છે. હેન્ડબલે વિગેરે પણ ઘણું છપાઈ રહ્યું છે. આવા વખતે
આપના ખૂલાસાની ઘણું જરૂર છે. ઉત્તર૦ ખૂલાસે કરવામાં, વાત એમ છે કે-વાંધો નથી, પણ નાહક કલેશ વધે એ ઠીક નહિં. પ્રશ્ન પણ સાહેબ! આ ચર્ચામાં આપના નામે તરેહ તરેહની જુઠી વાત ફેલાવવામાં આવે છે. જે કે-આપે
તે આજ પહેલી પૂનમે ચોમાસું બદલ્યું, એટલે આપ કેવી માન્યતા ધરાવે છે તે જણાઈ આવે છે; પરતુ આપ આપના શિષ્યોના દબાણથી આમ કરે છે વિગેરે કહેવાય છે, માટે આપશ્રીના પોતાના
તરફથી ખૂલાસે થાય તે ઘણો લાભ થાય. ઉત્તર૦ અરે ભાઈ! સંધમાં આ વિખવાદ ઉભો ન થાય અને શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના થાય એ
માટે પહેલાં મેં મારાથી બનતે ઘણો પ્રયત્ન કર્યો છે, પણ જેને જુઠ્ઠી વાત કરવી હોય તે જે છે તે ગમે તેમ કહે. એમાં આપણે શું કરીએ ? દુનિયામાં દુર્જનને તે નથી. દુર્જનોને સ્વભાવ જ એવો હોય છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org