________________
પરિશિષ્ટ ૨.
[ જ્યારે કેઈ શાસ્ત્રીય મન્તવ્ય અંગે ભિન્ન મત પ્રવર્તતા હોય અને એ મન્તભેદના નિરાકરણ માટે મધ્યસ્થનો નિર્ણય મેળવાય, ત્યારે બન્ને પક્ષે જે તત્વના જ અર્થી હેય, તે મધ્યરથને નિર્ણય બન્ને પક્ષને માટે એકસરખો જ આદરણીય બને છે. - શુદ્ધ વાદના આવા નિરાકરણને, કોઈ પણ પક્ષ પિતાની હાર કે જીત તરીકે ન માનતાં, બન્ને પક્ષો તત્વનિશ્ચયને આનંદ અનુભવે છે. જે પક્ષની માન્યતા મધ્યસ્થ દ્વારા પ્રામાણિક ગણાઈ હોય, તે પક્ષને જેમ પિતાની તવાનુંસારિતાને આનંદ હોય છે, તેમ બીજા પક્ષને પણ પિતાની ભૂલ સમજાયાને અને હવે તે સુધરવાને આનંદ હોય છે.
પરંતુ આવા શાસ્ત્રીય મન્તવ્યભેદના પ્રસંગમાં જ્યારે કદાગ્રહનું તત્ત્વ ભળે છે, ત્યારે મધ્યસ્થને નિર્ણય, અપગ્યસેવીને ઔષધની જેમ, લાભને બદલે હાનિ કરનારે બની જાય છે. કદાગ્રહીની હાજરી હાર કે જીત, એ બેમાંથી એકેયને પચાવી શકતી નથી.
પ્રસ્તુતમાં તિથિપ્રશ્ન આવેલ લવાદી ચૂકાદ પિતાની માન્યતાને સમર્થક ન હોવાથી, પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીને અનુસરનારા વર્ગ તરફથી લવાદ અને તેમના ચૂકાદાની સામે અગ્ય આક્ષેપ કરવાપૂર્વક જે વિવાદ જગાડવામાં આવ્યું હતું, એ અંગે શેઠ શ્રી કરતુરભાઈએ જાહેર કરેલા નિવેદનની અમને પ્રાપ્ત થયેલી સત્તાવાર નકલ અને લવાદ શ્રી. વૈધે પ્રસિદ્ધ કરેલું જાહેર નિવેદન અત્રે રજૂ કરાયેલ છે. -સં].
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org