________________
અલવાદી ચર્ચાને અને આવેલે લવાદશીને નિર્ણય !
૨૯૫ એ (દેષકલ્પના) મૃગતૃષ્ણિકા (મૃગજળ) સમાન જ છે. તિથિના ફેરફારને લગતી આચાર્ય શ્રી સાગરનન્દસૂરિજીને અભિમત કિયાને જે આશ્રય કરવામાં આવે તે કલ્પનાગૌરવ, કૃતહાનિ અને અશ્રતકલ્પના એ દેશે પ્રાપ્ત થાય છે. અમે દર્શાવેલી પ્રક્રિયામાં તે, ઉમાસ્વાતિના વચન રૂપ અપૂર્વ વિધિ કરનારા શાસ્ત્રથી જ સાતમમાં આઠમ સ્થાપવામાં આવતી હોવાથી પ્રત્યવાય જ થતો નથી, એટલે તેનાથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્તને સંભવ હોય જ ક્યાંથી? આથી અમે દર્શાવેલા માર્ગ પ્રમાણે બધું સારી રીતે સુસંગત થાય છે; એમ હાઈને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી દ્વારા જણાવાતા લૌકિક ટિપ્પણની ફેરફારીને અમે સહી શકતા જ નથી.
પૂર્ણિમાના અને અમાવાસ્યાના ક્ષયની બાબતમાં કેટલીક અડચણો છે ખરી, જેને ટાળવા માટે જ અમે માનીએ છીએ કે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને લૌકિક ટિપ્પણમાં ફેરફારી કરવાનો પ્રયાસ છે. પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે પૂર્વ તિથિ ચિદશ છે. તે ઉદયની હોવાથી પાક્ષિક પ્રતિક્રમણ દ્વારા રેકાયેલી છે. જો તેમાં જ પૂર્ણિમા અમાવાસ્યાને સમાવેશ કરવામાં આવે, તે પૂર્ણિમા અમાવાસ્યાના આરાધનને પાક્ષિક આરાધન સાથે સંકર અથવા વિરોધ આવી પડે છે. એટલા માટે જ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તેરશને ક્ષય કરવા ઈચ્છે છે. પણ તે આવશ્યક નથી તેમ જ શાસ્ત્રના પ્રમાણવાળ પણ નથી. જે પ્રમાણે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના મતની સિદ્ધિ માટે રજુ કર્યા છે તે પ્રમાણાભાસ જ છે, એમ અમે પહેલાં વિરતારથી બતાવી ગયા છીએ. વળી “હરિપ્રશ્ન’ વગેરે ગ્રંથમાં તપ તિથિનિયત નથી એવું પ્રતિપાદન કરેલું છે, જ્યારે પાક્ષિક આરાધન તે તિથિનિયત છે. લૌકિક ટિપ્પણમાં આવતી ઉદયની મુખ્ય ચિદશ તિથિને છોડીને બીજી કઈ તિથિએ તેનું (પાક્ષિક પ્રતિક્રમણનું) આરાધન કરવામાં જ દેષ રહેલો છે એવો અમારે નિર્ણય છે. કલ્યાણક આરાધનામાં પણ મુખ્ય એવી ઉદયવાળી તિથિઓને જ ઉપર દર્શાવેલા માર્ગે સ્વીકાર કરે.
એ રીતે પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પણ તેરશની વૃદ્ધિ શાસ્ત્રસિદ્ધ નથી. તેમાં પણ શાસ્ત્રમાં કહેલી ઉદયવાળી મુખ્ય તિથિને છેડીને ગૌણ ચોદશે (લૌકિક ટિપ્પણમાં આવતી પ્રથમ પૂર્ણિમાએ પાક્ષિક અનુષ્ઠાન કરવાથી દેષ જ છે, તેથી ઉમાસ્વાતિના વચનના આખા ય પ્રૉષની પ્રમાણિકતા સ્વીકારીને તેમાં આવેલી તિથિ જ સ્વીકારવી. વૃદ્ધિમાં પ્રથમ તિથિ અને અધિક માસ નપુંસક હોવાથી આરાધનામાં તે ઉપયેગી થતાં નથી. વગેરે વગેરે.
ભાદ્રપદ સુદ પાંચમનું અત્યારે પ્રધાન પર્વતિથિપણું જ નથી. તેથી તેની વૃદ્ધિ કે ક્ષયમાં ત્રીજની વૃદ્ધિ કે ક્ષયનું સમર્થન કરવા લાયક જ નથી એમ અમે ફરીથી જાહેર કરીએ છીએ. - સાંવત્સરિક પ્રતિકમણની તિથિના નિશ્ચયમાં બીજા પણ કેટલાક પ્રશ્નો ઉભા કરાય છે, તેને હવે વિચાર કરીએ છીએ. અમે પહેલાં કહી જ ગયા છીએ કે કલ્પસૂત્ર વગેરે આગમગ્રંથ પ્રમાણે સાંવત્સરિક પ્રતિકમણની ભાદ્રપદની સુદ પાંચમ, તથા ચાતુર્માસિક પ્રતિકમણની આષાઢી પૂર્ણિમા જ નિયત તિથિ હતી. તેમાં માસાના પ્રારંભદિવસ આષાઢની પૂર્ણિમાથી સંવત્સરી એક માસ અને વીસ દિવસ ગયા પછી આવે છે એમ કલ્પસૂત્રમાં __"तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विकन्ते वासावासं पजोसवेइ...तहा णं अम्हे वि वासाणं सवीसइराए मासे विइकन्ते वासावासं पजोसवेमो । अन्तरा विय से कप्पइ, नो से कप्पइ तं रयणि उवाइणावित्तए।"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org