________________
૨૯૩
...લવાદી ચર્ચાને અતે આવેલે લવાદશ્રીને નિર્ણય ]. જેના કર્તા જાણવામાં નથી, તે વિક્રમના ૧૮૯૫મે વર્ષે લખેલી પ્રત ઉપરથી છાપેલું છે. તેની લખેલી પ્રત ખરતરગચ્છના ભંડારમાંથી મળેલ હતી, એમ પુસ્તકને અંતે કરેલા નિર્દેશ ઉપરથી જણાય છે. છાપ્યા સંવત તે જણાવ્યું જ નથી, પણ પ્રસ્તુત વિવાદ ઉત્પન્ન થયા પછી જ તે છપાયું છે–એવું તેના પહેલા પાનાની નીચેના ટિ૧૫ણ ઉપરથી અનુમાન થાય છે. તે આ ચાર પાનાંનો ગ્રન્થ કોણે અથવા ક્યારે લખે એ આદિથી અંત સુધીની પરીક્ષાથી પણ જાણી શકાતું નથી. ગ્રન્થારંભે “કવિનવીયાનામુ” એમ જે લખેલું છે તે તે તેના સંપાદકે પ્રયોજેલું છે, કારણ કે ગ્રન્થમાં કે ગ્રન્થને અંતે વિજયદેવીના નામનો ઉલ્લેખ જ નથી. સારી રીતે પરીક્ષા કરતાં, આ ગ્રન્થ પરસ્પરવિરૂદ્ધ એવી પુષ્કળ ઉક્તિઓવાળો (એટલે કે વચનેવાળ) અને યુક્તિવિનાને જણાય છે. તેથી તેના પ્રામાણ્ય તરફ જ અમારા મનમાં શંકા થાય છે. આ ગ્રન્થમાં, સેનપ્રશ્ન અને હીરપ્રશ્નનાં નામે ઉલ્લેખ તેનાં અવતરણે સહિત કરાએલો જણાય છે. ઉમાસ્વાતિના વચનના પ્રૉષ તરીકે પ્રસિદ્ધ શ્લોકાર્ધ બે વાર મૂક્યો છે, પણ તેની વ્યાખ્યા તો તેમાં મળતી જ નથી. વિજયાનન્દસૂરિના અનુયાયિઓને (આણસૂરને) પૂર્ણિમાની વૃદ્ધિ હોય તે પડવાની વૃદ્ધિ કરવી એવો મત રજૂ કરીને, તેને રદિયો આપ્યો છે. નૈટિq તાવત્ તિથીનાં વૃદ્ધિવ મવતિ' એ વાક્ય પણ બીજી પ્રતમાંથી મળેલા “તિથીનામને સ્થાને “ર્વતિથીનામ” એમ પાઠાન્તર સાથે રજુ કરેલું છે. તે પછી સેનપ્રશ્ન ગ્રન્થમાંથી “અષ્ટસ્થાતિથિ તથા સાધનં ચિત્તે’ એમ લખીને “વૃત્ત સત્ય સ્વપતના તિથિઃ પ્રમUTY' એવું નિગમન (નિચોડ કાઢેલે) જણાય છે. તે પછી, પૂર્ણિમાની વૃદ્ધિ હોય ત્યારે તેરશની વૃદ્ધિ કેમ કરાય? એ પ્રશ્ન ઉભું કરીને, આ પ્રમાણે કહ્યું છે –
“જે પૂર્ણિમા ચૌદશમાં સંક્રમિત થઈ હોય તે તમે બે ચૌદશે કેમ કરતા નથી અને ત્રીજે સ્થાને આવતી તેરશ કેમ વધારે છે એમ તું પૂછે છે, તે તેને ઉત્તર સાંભળ-જૈન ટિપ્પણમાં [પતિથિઓની વૃદ્ધિ જ થતી નથી, તેથી ખરી રીતે તેરશ જ વધે છે, પણ પડવાની વૃદ્ધિ નથી થતી, કારણ કે લૌકિક અને લોકોત્તર શાસ્ત્રનો પ્રતિષેધ છે. તેથી એ સિદ્ધ થાય છે કે પૂનમની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ કરવી.’
આ આખો ગ્રન્થ યુક્તિવિનાને જણાય છે. તેરશની વૃદ્ધિ કરવા માટે કઈ પણ યુક્તિ કે લૌકિક કે લોકોત્તર શાસ્ત્ર રજુ કરેલું જણાતું નથી. વળી, આગળ જતાં “જે આ તને ન રૂચે તો પહેલી પૂર્ણિમાને છોડીને બીજી પૂર્ણિમા કર.—એમ આ વાક્યથી પ્રતિવાદીને અભિમત પક્ષની અનુજ્ઞા આપવાથી, આ ગ્રંથનું અસદુત્તરત્વ રૂપ જાતિષિતપણું (અસત્ ઉત્તર આપવાથી પોતે જ દોષિત છે, એ) પ્રતીત થાય છે. વળી આગળ ચાલતાં રોષ પેન (રાધેન વા) પૃથે એ કહેવત પ્રમાણે
માટે દુરાગ્રહ છેડી દે, પૂર્ણિમાની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ કર, નહિતર ગુરૂલોપી ઠગ બનીશ” એ રીતે શાપ પણ દીધો છે. માટે આ આ, જેના કર્તા જાણવામાં નથી, જે ઘણી પરસ્પરવિરૂદ્ધ ઉક્તિઓવાળો અને યુક્તિરહિત છે, તે ગ્રંથ શી રીતે પ્રમાણપદવી કે શાસ્ત્રપદવીને પામે, એ જ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના ચિત્તમાં વિચારવું જોઈએ. આ ગ્રન્થમાં “ક્ષે પૂર્વ તિથિ વાઈ વૃતી વાર્તા તથોરા” એની કોઈપણ વ્યાખ્યા જણાતી નથી અને આઠમની વૃદ્ધિ હોય તે બીજી આઠમના સ્વીકારને તથા પૂર્ણિમાની વૃદ્ધિ હોય તે આરાધના માટે બીજી પૂર્ણિમાના દિવસને આરાધવા માટે અનુજ્ઞાને જણાવી છે, કે જે ગ્રંથકારની પોતાની માન્યતાથી વિરૂદ્ધ છે. આચાર્ય શ્રી વિજરામચન્દ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છે, તે યથાર્થ છે, એ અમારે નિશ્ચય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org