________________
-
-
.
.
૨૯૪
| [ જૈન દષ્ટિએ તિયિદિન અને પરધન અમે નિશે કેટલીક મુદ્રિત પુસ્તિકાઓ જોઈ છે, જેમાં ઉમાસ્વાતિના વચનની આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને અભિપ્રેત એવી વ્યાખ્યા કરેલી જણાય છે, પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિ જીએ પોતાના મતના સમર્થનમાં એ (પુસ્તિકાઓને) રજુ નથી કરી તે ગ્ય જ કર્યું છે, એ અમારો અભિપ્રાય છે. ઉપર જણાવેલા મતપત્રકની પેઠે તે પુસ્તકના પણ પ્રામાણ્ય વિષે તેઓની જેમ અમારા મનમાં પણ શંકા જ છે. તેથી આ રીતે ઉમાસ્વાતિના વચનના પિતાને અભિમત અર્થની સિદ્ધિ કરવા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે શાસ્ત્રો રજુ કર્યા છે, તે શાસ્ત્રાભાસ જ છે એથી તેમના મતને પુષ્ટિ આપતાં નથી જ, એ અમે વિસ્તાર સાથે અહીં પ્રતિપાદન કર્યું.
અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી દેવસૂર તપાગચ્છના જેનોની આ આચારપ્રણાલી છે એમ કહીને, તેનું જે જીતવ્યવહારના આશ્રયથી સમર્થન કરે છે, તેની પરીક્ષા કરીએ છીએ. જેન શાસ્ત્રોમાં જીતવ્યવહારની પ્રામાણ્યસિદ્ધિ માટે ચાર અંશેની અપેક્ષા રખાય છે અને તે-(૧) યુગપ્રધાન જેવા આચાર્યે પ્રવર્તાવવાપણું, (૨) કેઈપણ વિશિષ્ટ કારણ કે પ્રજનને ઉદ્દેશીને પ્રવર્તાવવું, (૩) પ્રવર્તિત ધમને શાસ્ત્રો સાથે અવિરેધ, તથા (૪) સંવિગ્નગીતાર્થ એવા પુરૂષોને અપ્રતિષેધ અને ઘણાઓની અનુમતિ.” જ્યાં જ્યાં જીતવ્યવહારના પ્રામાયને શ્રી જૈન સંઘ અનુમતિ આપે છે, ત્યાં ત્યાં આ બધા જ અંશે પૂરા કરેલા હોય છે. કાલકાચા પ્રવર્તાવેલો સંવત્સરીની તિથિને ફેરફાર, એ અહીં સમુચિત ઉદાહરણ છે. આ વિષયમાં તે અંશે પૂરા થતા નથી જ. જો કે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી સંઘપ્રધાન હતા, તે પણ છતવ્યવહારના પ્રામાણ્યની સિદ્ધિ માટેના બાકીના ત્રણ અંશે સિદ્ધ થતા નથી જ, તેથી ચાલુ વિષયમાં વ્યવહાર જ સિદ્ધ થતું નથી અને એથી તેને આધાર ઉપર રહેલું દેવસૂર જૈનેની આચારપ્રણાલિનું પ્રામાય તે દૂર જ રહી જાય છે. એમ છતવ્યવહારના બળથી પણ શ્રી સાગરાનન્દસૂરિજીના અભિમત અર્થની અસિદ્ધિ જ છે.
નવમો વિવાદાસ્પદ મુદ્દો : ઉમાસ્વાતિના વચનને અમે સારી રીતે નિશ્ચિત કરેલે અર્થ સ્વીકારતાં, કોઈ પર્વ અને અપર્વતિથિઓને સંકર વગેરે કે આરાધનાને સંકર વગેરે દે ઉત્પન્ન થાય છે કે નહિ, તેની હવે અમે પરીક્ષા કરીએ છીએ. એ બાબતમાં અમે આગળ નિર્ણય કરી જ ગયા છીએ કે-શાસ્ત્રોમાં ઉમાસ્વાતિના વચનને ઉદ્દેશીને તિથિઓને પર્વ અને અપર્વ એ વિભાગ જ જણાતો નથી. એ વિભાગ જણાતું નથી તેથી તેમ જ નિશીથ છેદસૂત્ર વગેરેમાં પર્વ અને અપર્વતિથિના સંકરમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કલ્પેલા દોષોનું પ્રાયશ્ચિત્તવિધાન નહિ જણાયાથી, તે દેષ છે જ નહિ એમ અમે નિર્ણય કરીએ છીએ. એ જ પ્રમાણે શાસ્ત્રોમાં આરાધનાસંકર દેષને ઉલ્લેખ ન હોવાથી, તે દોષથી ઉત્પન્ન થતા પ્રાયશ્ચિત્ત વગેરેનું વિધાન પણ દેખાતું ન હોવાથી, દેષાભાવ જ નક્કી થાય છે. આ જ અમારા મતને જરા વિસ્તારથી અમે કહીએ છીએ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી આ પ્રમાણે કહે છે: આઠમ વગેરે તિથિઓના ક્ષયે જે સાતમમાં જ આઠમને આરોપ કરીએ ત્યારે સાતમ અપર્વતિથિ હોવાથી અને આઠમ પર્વતિથિ હોવાથી, (પર્વ-અપર્વ) બન્નેને એક જ દિવસમાં સમાવેશ યુક્ત નથી. તેથી સાતમને જ ક્ષય કરીને ટિપ્પણમાં આવેલી સાતમને આઠમ તરીકે સ્વીકારીને આરાધના કરતાં તિથિ સુનિશ્ચિત થાય છે, તથા પર્વ અને અપર્વતિથિને સંકર પણ થતો નથી. તેને પ્રતિકાર આ પ્રમાણે છે : તેમાં પર્વ અને અપર્વતિથિના સંકરને આ જે દેષ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કયો છે તે શાસ્ત્રોમાં જણાતો નથી અને તે દેષને અંગે કરવાના પ્રાયશ્ચિત્તનું વિધાન જણાતું નથી, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org