________________
૨૫
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] શકે જ નહિ. કઈ પણ શાસ્ત્રકારે તે પાદના આધારે પૂર્વની તિથિની સંજ્ઞાને અભાવ કરી નાખવાનું જણાવ્યું નથી. કોઈ પણ તિથિની સંજ્ઞાને અભાવ થઈ શકતું જ નથી. તિથિની સંજ્ઞાને અભાવ માનનાર ૧૫, ૧૨૦ અને ૩૬૦ રાત્રિ-દિવસની ગણત્રી કરી શકશે જ નહિ. આથી તે, ગૌણ-મુખ્યભેદે વ્યપદેશ કરવાનું શ્રી તત્ત્વતરંગિણીકારે સ્પષ્ટ રૂપમાં પ્રતિપાદન કર્યું છે.
૨. અને જ્યાં પૂર્વની તિથિના વ્યપદેશનો અભાવ કરી નાખવાનો કોઈ નિયમ જ ન હોય, પણ એક દિવસે બે તિથિઓ હોઈને બન્ને ય તિથિઓને નિજ નિજ કાર્યોમાં વ્યપદેશ કરવાનું સુસ્પષ્ટ સૂચન હોય, ત્યાં “યાત્સમવસ્તાય ” એ ન્યાયના નામે પૂર્વતર તિથિના વ્યદેશને અભાવ કરી નાખવાની વાતને અવકાશ જ ક્યાંથી મળે? “ પૂર્વી તિથિઃ જા” એવું જે જણાવવામાં આવ્યું છે, તે એટલા જ માટે જણાવવામાં આવ્યું છે કે પહેલાં પ્રાતઃકાળે પ્રત્યાખ્યાન વેળાએ જે તિથિ વર્તતી હોય તે તિથિને પ્રમાણ કરવી-એમ જણાવેલું હોવાથી, ક્ષીણ પર્વતિથિ કેઈ પણ દિવસે પ્રાતઃકાળે પ્રત્યાખ્યાન વેળાએ મળતી નથી, માટે તે ક્ષીણપતિથિની આરાધના કરવાની નથી–એવું સમજવાની કોઈ ભૂલ કરે નહિ તેમ જ ક્ષીણપતિથિની સમાપ્તિ જે તિથિના દિવસે છે તે પૂર્વતિથિ જ તે ક્ષીણપર્વતિથિની આરાધનાને માટે ગ્રહણ કરવાની છે -એવું સમજી શકે. આમ હાઈને જ, “ક્ષથે પૂર્વ તિથિઃ વાય”ના પાઠાન્તર તરીકે “ક્ષ પૂર્વ તિથિલ્લા” એવા પાઠને ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. વળી, બીજા અને ત્રીજા મુદ્દાના સંયુક્ત પ્રતિવાદમાં, અમ શ્રી પ્રવચનપરીક્ષાને જે પાઠ આપી ગયા છીએ, તેમાં આ
”વાળા પાઠને જણાવીને, તેના આધારે ચતુર્દશીના ક્ષયે ત્રદશીને જે સૂર્યોદય છે તે ચતુર્દશીને પણ સમાપ્તિસૂચક સૂર્યોદય છે–એમ જણાવવામાં આવ્યું છે. આથી નિશ્ચિત થાય છે કે-આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “થે પૂર્વ તિથિઃ વાય” એ પાદના આધારે, “શાસ્ત્રકારોએ પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ કરી ક્ષય પામેલી પર્વતિથિની સંજ્ઞા કાયમ કરી છે”—એવું જે જણાવ્યું છે, તે તદ્દન ખોટું છે અને એથી પિતાના તેવા બેટા અભિપ્રાયને અવલંબીને તેમણે જે જણાવ્યું હોય તે પણ ખોટું જ હોય. શ્રી હીરપ્રશ્નને પાઠથી પૂનમ-અમાસના ક્ષયે તેરશને ક્ષય ન જ થાય-એવું સૂચન મળે છે
૧. શ્રી હરિપ્રશ્નમાં પૂર્ણિમાના ક્ષયે તેરશે ચિદશ અને ચિદશે પૂનમ કાયમ કરવાનું જણાવ્યું જ નથી, પણ પૂનમના ક્ષયે ચિદશે દિશ-પૂનમ બનેના આરાધક બનવા પૂર્વક, પૂનમને તપ તેરશે અને તેરશે ભૂલાય તે એકમે કરવાનું ફરમાવ્યું છે, આ વાત શ્રી તત્ત્વતરંગિણકારે કલ્યાકારાધના ખૂલાસામાં જણાવેલી છઠ તપના અભિગ્રહની વાત ધ્યાનમાં રાખીને વિચારાય, તે સ્પષ્ટપણે સમજાય તેમ છે. પહેલી વાત તે એ કે–પ્રશ્નનું સ્વરૂપ વિચારવામાં આવે, તે પણ સમજી શકાય કે-તે કાળ પર્યન્ત તે પૂનમના ક્ષયે તેરશને ક્ષય કરવાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને જન્મ જ મળ્યો નહે. પ્રશ્ન એ છે કે-“શ્ચમી તિથિરૂરિતા મત ત તત્તઃ ચાં તિ?, દૂનિયાં જ કુટિતાયાં પુત્ર ?” તિ. એટલે કે-જ્યારે પાંચમનો ક્ષય થાય છે ત્યારે તેને તપ કયી તિથિમાં કરાય અને પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે કયી તિથિમાં કરાય? હવે જે તે કાળમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી પર્વતિથિના ક્ષયના બદલામાં પૂર્વ કે પૂર્વતર તિથિને ક્ષય માનવાની પરંપરા કે આચરણા પ્રવર્તમાન હોત, તે આ પ્રશ્ન ઉભવત ખરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org