________________
..લવાદી ચર્ચાને અને આવેલે લવાદશીને નિર્ણય ] લવાદ ડૉ. પી. એલ. વૈદ્ય M. A. ( Cal.); D. Litt. (Paris) એમણે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની મારફત મેકલી આપેલો
નિર્ણય તથા તેનું ભાષાન્તર [ આ લવાદી ચર્ચા, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ-આ બેની જ વચ્ચે જાએલી હેવાથી, આ બન્ને ય આચાર્યોની સમ્મતિથી, આ ચર્ચાના નિર્ણયને માટે, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ લવાદની નિમણુંક કરીને, આ ચર્ચા અંગેનાં બન્ને ય આચાર્યોનાં સઘળાં લખાણે તથા બન્ને આચાર્યોએ બીજું જે કાંઈ પણ સાહિત્ય મોકલાવેલું તે પણ, શેઠ શ્રી કસ્તુરભાઈએ લવાદથીને મેકલી આપ્યું હતું. અને આચાર્યોનાં બધાં લખાણને લવાદશ્રીએ તપાસી લીધા બાદ, શેઠ શ્રી કસ્તુરભાઈ, મૌખિક પૃચ્છા કરવાને માટે લવાદશીને પાલીતાણા લઈ આવ્યા. લવાદશ્રીએ, ત્રણ દિવસ દ્વારા પિતાને અને ય આચાર્યોને જે પૂછવું હતું તે પૂછી લીધું અને બન્ને ય આચાર્યોએ જે કાંઈ કહ્યું તે સાંભળી લીધું. તે દરમ્યાનમાં, શેઠ શ્રી કસ્તુરભાઈ અને લવાદશ્રીએ બનેની રૂબરૂમાં, આચાર્ય શ્રી સાગરાનદસૂરિજીએ તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે, હવે લવાદ ડોકટર પી. એલ. વૈદ્ય, શેઠ શ્રી કસ્તુરભાઈ મારફત જે નિર્ણય મોકલી આપે, તે નિર્ણયને કબૂલ રાખવા સંબંધી લેખિત કરાર પણ કરી આપે.
આ પછી, લવાદીએ પિતાને નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈને મેકલી આપતાં, શેઠ શ્રી કસ્તુરભાઈએ એ નિર્ણયની નકલે બને ય આચાર્યો તરફ રવાના કરી. લવાદશ્રીએ પિતાને નિર્ણય સંસ્કૃત ભાષામાં લખવા ઉપરાન્ત, મજકુર નિર્ણયના ભાવને બરાબર ખ્યાલ આપવાને માટે મજકુર નિર્ણયને લવાદશ્રીએ પિતે અંગ્રેજી ભાષામાં પણ લખ્યો હતો. ત્યાર બાદ, શેઠ શ્રી કસ્તુર ભાઈએ, લવાદશીના સંસ્કૃત ભાષામાં અપાએલા ચુકાદાને ગૂજરાતી ભાષામાં તરજુ કરાવીને, તે પણ પ્રગટ કર્યો હતે.
આ પુસ્તકના આ “લવાદી ચર્ચા-વિભાગ ” માં, અત્યાર સુધીમાં બને ય આચાર્યોનાં લખાણે અપાયાં છે. હવે (૧) લવાદ ડો. પી. એલ. વૈદ્યના આવનારા નિર્ણયને અંગે, બન્ને ય આચાર્યોએ જે લેખિત કરાર
કરી આપ્યો હતો, તેની નકલ: (ર) લવાદ ડૉ. પી. એલ. વે પિતાને જે નિર્ણય સંસ્કૃત ભાષામાં શેઠ શ્રી કસ્તુરભાઈ ઉપર
મેકલી આપ્યો હતો, તેની નકલ (૩) લવાદ ડૉ. પી. એલ. વે પિતાના સંસ્કૃત ભાષાના નિર્ણયના જે ભાવને પિતે જ અંગ્રેજી
ભાષામાં અંકિત કરીને, શેઠ શ્રી કસ્તુરભાઈ ઉપર મોકલી આપ્યો હતો, તેની નકલ અને– (૪) લવાદ ડૉ. પી. એલ. વૈષે પિતાને જે નિર્ણય સંસ્કૃત ભાષામાં શેઠ શ્રી કસ્તુરભાઈ ઉપર
મોકલી આપે હતો અને જેને તરજુમો કરાવીને શેઠ શ્રી કસ્તુરભાઈએ પ્રગટ કર્યો હતે,
તે તરજુમાને યથાશક્ય જાળવીને અમાએ કરેલા નિર્ણયને ગૂર્જરાનુવાદ: –આ ચારેય લખાણે કમસર આપવામાં આવે છે. અંગ્રેજીમાં અક્ષરેની ઉપર-નીચેની જરૂરી નિશાનીઓ, છાપખાનામાં નહિ હેવાથી, આપી શકાઈ નથી.
-સં.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org