________________
૨૧૬
[ જૈન દષ્ટિએ તિચિદિન અને પવરાધન... ૩. ઉપરને પાઠ અને અમે અમારા પચીસ મુદાઓ પૈકીના સાતમા મુદ્દાના સંબંધમાં અમારૂં મન્તવ્ય જણાવતાં, શ્રી પ્રવચનપરીક્ષાને માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિ કોને કહેવાય–તે જણવનારે જે પાઠ આપે છે, તે વિગેરે જોતાં, ઉત્તરા તિથિને જ ઔદયિકી કહેવાય તે સ્વાભાવિક છે. પૂર્વી તિથિને તે, શાસ્ત્રકારોએ “નપુંસક રૂપ જણાવી છે. આથી, હેતુસાધકતાની દષ્ટિએ વૃદ્ધિના પ્રસંગમાં બીજી તિથિના સૂર્યોદયને જ હેતુસાધક ગણીને, તે સમાપ્તિસૂચક સૂર્યોદયવાળી તિથિને
ઔદયિકી” તરીકે જણાવાય એ યોગ્ય જ છે. પણ એને અર્થ એ થતું જ નથી કે પર્વતિથિની વૃદ્ધિએ પ્રથમા તિથિને પ્રથમા તિથિ કહી શકાય જ નહિ. શ્રી પ્રવચનપરીક્ષાકારે સ્પષ્ટ જણાવ્યું છે કે
" एवं च सति तिथिमासयोराधयोरंशयोः प्रथमतिथ्यादिसंज्ञा स्यात् ।”
એટલે કે-જ્યારે તિથિ અને માસની વૃદ્ધિ થાય, ત્યારે તિથિ અને માસના જે આદ્ય અંશે છે, તેની પ્રથમ તિથિ આદિ સંજ્ઞા થાય. આવા સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે કે-બે અષ્ટમી આદિ હોય ત્યારે બે સપ્તમી આદિ એવો વ્યવહાર કરી દેવાય. આમાં દલીલ એટલી જ કે-અષ્ટમી આદિની વૃદ્ધિમાં બીજી અષ્ટમી આદિને ઔદયિકી કહી છે! આ તે એવું થયું કે-મૂળથી મંજરી પર્યન્તના આંબાને એરંડે માનવો! અથવા તે, આંબાનાં ફળે સિવાયના ભાગમાંથી કેરી કરતાં ય ઉત્તમ ફલ પેદા કરવાની ભાવના રાખવી !! વૃદ્ધિમાં પૂર્વની તિથિને પ્રથમાહિ કહેવાય?
૧. શાસ્ત્રકારો તે, પ્રથમ તિથિની સંજ્ઞા થાય-એમ કહે છે એટલું જ નહિ, પણ તેમ કરે છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા શ્રી હરિપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નના પાઠોમાં પણ
પૂર્વતની” અને “ઔદયિકી” તથા “પૂર્વી” અને “અપરા” એવા પ્રયોગો થયેલા સ્પષ્ટ છે. આ ઉપરાન્ત, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી હરિપ્રશ્નનો જે પાઠ આપે છે, તે પણ ઘણું ઠીક કર્યું છે. કારણ કે તે પાઠથી સાફ જણાય છે કે-તે કાળમાં પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવામાં આવતી નહોતી જ. જે પૂનમ-અમાસની વૃદ્ધિએ, તે કાળમાં, તેરશની વૃદ્ધિ કરવાની માન્યતાને અંશ પણ હોત, તો તેવા પ્રકારને પ્રશ્નોત્તર સંભવિત જ ન બનત. પ્રશ્ન એવો છે કે-“પૂનમ અને અમાસની વૃદ્ધિમાં પહેલાં ઔદયિકી તિથિ આરાધ્યપણુએ વ્યવહાર કરાતી હતી. કેઈકે કહ્યું કે- પૂજ્ય આચાર્ય મહારાજ પૂર્વતની તિથિને આરાધ્યપણાએ કરીને ફરમાવે છે, તે શું છે?' ઉત્તર એ છે કે- પૂર્ણિમા અને અમાસની વૃદ્ધિમાં ઔદયિકી જ તિથિ આરાધ્યપણુએ જાણવી.' હવે જે તે વખતે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેમ પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ હોત, તો “પહેલાં ઔદયિકી તિથિ આરાધ્યપણાએ વ્યવહાર કરાતી હતી અને કેઈ કહે છે કે ગુરૂદેવ પૂર્વતની ફરમાવે છે” આવાં વાક્યોને જન્મ મળત ખરે? અને તેવું પૂછાયું છે તે છતાં પૂનમ-અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું નહિ કહેતાં, આરાધ્યપણાએ પૂર્વતની નહિ પણ ઔદયિકી જ તિથિ જાણવી, એમ કહેવાયું છે.
૨. વળી પૂર્વકાળમાં પર્વતિથિઓની વૃદ્ધિએ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેમ, પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ કરાતી નહોતી, પણ બેમાંની બીજી તિથિએ તત્તિથિસંબંદ્ધ પર્વારાધન થતું હતું. તે માટેના કેટલાક બીજા પણ દાખલાઓ અત્રે રજૂ કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org