________________
૨૨૦
[ જેન દષ્ટિએ તિથિદિન અને પરાધન “પાવાદ ળિયા તવોવાઈ જ રથ ચડ્યું . ” [ શ્રીરંવારી-મુદ્રિ પૃ. ૨૨ ]
૭. વળી શ્રી શ્રાદ્ધદિન-કૃત્ય સૂત્રમાં કાર્યોત્સર્ગમાં કરવાના તપ વિષયક ચિન્તવન સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે –
“ જીજું વિશાળ મજ્જામિ શ વિહી ગળવારે |
किं वा कल्लाणगं अज्ज लोगनाहाणसंतियं ।। २१॥" એટલે કે-આજે મહિનાની બે અષ્ટમી, બે ચતુર્દશી અને પૂર્ણિમા તથા અમાવાસ્યા–એમ છ તિથિઓમાંથી ક્યી તિથિ છે અથવા શ્રી ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં થએલા લેકનાથનું આજે કયું કલ્યાણક છે?” આ પ્રમાણે વિચાર કરીને, તે અષ્ટમી આદિના દિને ઉપવાસાદિ પરચફખાણ ગ્રહણ કરવું જોઈએ-એમ ચિન્તવીને સુશ્રાદ્ધ તેમ કરે, એવું જણાવેલું છે. આથી પણ સમજાશે કે–અહીં સુશ્રાદ્ધને માટે ફરજીયાત-મરજીયાતને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવો કશે જ ભેદ જણાવ્યો નથી. આ. શ્રી સાગરાનન્દસૂરિજીની કબૂલાત
૧. હવે અમે આ વિષયમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કરેલી કબૂલાતોમાંથી પણ કેટલુંક જણાવીએ છીએ. શ્રી સિદ્ધચક પાક્ષિકના બીજા વર્ષના ૨૩ મા અંકમાં પુંઠા ઉપર જણાવ્યું છે કે–
શ્રી જિનશાસનમાં પણ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરરૂપી પરમેશ્વરે તથા ચૌદપૂર્વની અને દ્વાદશાંગીની રચના કરી શાસનને વર્તવામાં અપૂર્વ પ્રેરણું કરનાર સાહિત્યને જન્મ આપનાર શ્રીપુંડરીકસ્વામી આદિ તથા ગૌતમસ્વામી આદિ ગણધર વિગેરરૂપ ગુરૂમહારાજની આરાધના કરવાના ગર્ભ આદિક પાંચ કલ્યાણક અને નિર્વાણ દિવસેને નિયમિત રીતે આરાધના કરવા લાયક ગણવામાં આવેલા છે.”
૨. વળી શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના ત્રીજા વર્ષના ૧૨ મા અંકમાં પૃ. ર૭૧-૨૭૨ ઉપર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવ્યું છે કે –
જે કલ્યાણકનો દિવસ એટલે બધે પવિત્ર છે કે જેને અંગે ઈન્દ્રિોના સિંહાસન પણ લાયમાન થાય છે, અને જેને અંગે ભગવાન હરિભદ્રસૂરિવર્ય મહારાજ પણ પિતાના રચેલા પંચાશક નામના ગ્રંથમાં જણાવે છે કે, જે મનષ્ય આવા કલ્યાણકના દિવસમાં તપસ્યા, પૂજા, સાધર્મિકભક્તિ આદિ કરતા નથી ને બીજા દિવસોમાં એટલે કલ્યાણક સિવાયના દિવસોમાં કરે છે તે કલકલ્પિત અર્થાત સ્વમતિકલ્પ સમજવા, કારણ એ છે કે જેને તીર્થંકરના કલ્યાણકને અંગે માન નથી તે મનુષ્ય બીજી તિથિઓ કયા હિસાબે આરાધે છે. વિવાહની વખતે ચાંલ્લે ન કર્યો ને ઘેર બાયડી (સ્ત્રી) આવી ગયા પછી ચાંલે કરવા આવે તે કોઈ લે ખરે? ના. કેમ? ટાણું કયાં છે. અર્થાત આવતા ચાંલ્લાના રૂપિયાને પણ ટાણું નથી એમ કહી આડે હાથ કરે છે. તેવી રીતે કલ્યાણકમાં તપસ્યા આદિ ન કરે ને બીજા દિવસે કરે તે કેવળ કલકલ્પિત છે એમ ભગવાન ૧૪૪ પ્રચના પ્રણેતા એવા આચાર્ય હરિભદ્રસૂરીશ્વર મહારાજાએ યાત્રા પંચાશકમાં જણાવ્યું છે.”
૩. આ રીતિએ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કલ્યાણકપર્વોની તિથિઓને નિયમિત રીતે આરાધવા લાયક તરીકે જણાવેલ છે તેમ જ બીજું પણ એવું કહેલ છે, કે જેથી અત્યારે તેઓ પોતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને શાસ્ત્રાનુસારી કરાવવા કેટલી હદ સુધી મનફાવતી કલ્પના કર્યું જાય છે, તેને ખ્યાલ આવી શકે. વધુમાં, ક્ષય-વૃદ્ધિને પ્રઘાષ સર્વ પર્વતિથિઓને માટે છે -એમ પણ તેમણે શ્રી સિદ્ધચકના છ વર્ષના ૧૦-૧૧ મા અંકમાં પૃ. ૨૧૯ અને ૨૨૦ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org