________________
૨૦૮
જ
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન... ગચ્છવર્તી સાધુએમાં પરિપત્રક રૂપે ફેરવતા, તેનું નામ પટ્ટક કહેવાતું. પટ્ટક તત્કાલીન પરિસ્થિતિના ખ્યાલ આપવામાં, ઘણા અગત્યનો હિસ્સો પૂરો પાડી શકે છે કારણ કે—તેમાં તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવાને માટે અને શિથિલતા આદિને પ્રવેશતાં અટકાવવાને માટે જ નિયમ વિશેષા હેાય છે. પટ્ટકને મથાળે, આચાર્ય મહારાજ, પોતાના પટ્ટગુરૂને નમસ્કારસૂચક વાકય લખતા અને તે પછી સંવત્ મિતિ લખીને, જે ગામ-નગરથી લખાતા તેનું પંચમ્યન્ત નામ લખાતું અને ત્યાર પછી આચાર્ય મહારાજ પેાતાનું નામ તૃતીયા વિભક્તિના મહુવચનથી લખીને, તે પછીથી નિયમ કે શિક્ષાવચનો જે લખવાનું હોય તે લખતા હતા. જે પટ્ટા ઘણા મહત્ત્વના હાય, તે પટ્ટકાની નીચે, પેાતાની આજ્ઞામાં રહેનારા આચાર્યો, ઉપાધ્યાયેા અને પંન્યાસણની જરૂર મુજબ સહી પણ લેવાતી અને તેની નકલા બધે પહોંચાડાતી. આવા પ્રકારના પટ્ટકો આજે પણ અનેક ભંડારામાંથી મળી આવે છે. અમારી પાસે, પૂ. જગદ્ગુરૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી મહારાજાએ, તપેાતાના સમયમાં પ્રચારિત કરેલા પટ્ટકોની પ્રાચીન નકલે છે. ઉપરાંત, આચાર્ય શ્રીમદ્ વિ જયદેવસૂરિજી મહારાજના પેાતાના પટ્ટકની પણ પ્રાચીન નકલ છે. જે જોયા પછી, પ્રથમ દૃષ્ટિએ પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે લખાણને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પેાતાના પટ્ટક તરીકે જણાવેલ છે, તે કેટલું બેહુદું છે-તે જણાઈ આવે છે.
૨. પહેલી વાત તે એ છે કે—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ મજકુર લખાણને જ્યારે છપાવીને જાહેરમાં મૂકયું, તે સમયે તેઓ તેને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના કે અન્ય કોઈ પણ આચાર્યાદિના પટ્ટક તરીકે માનતા જ નહિ હતા. આથી જ તેમણે “ શ્રીવિજ્ઞયદેવીયાનાં ળિમામાવાસ્યયોર્જીનો ત્રયોવવા થવ વૃદ્ધિર્મવતીતિ મતપત્રમ્ ” આવું નાના અક્ષરોમાં અને તેની નીચે “ શ્રીતિવિજ્ઞાનિવૃદ્ધિવિચારઃ ॥ ” એ લીટી મોટા અક્ષરોમાં છપાવી છે, પણ કાં ય તેને પટ્ટક તરીકે જણાવેલ નથી. ઉપર પ્રમાણે મથાળું જણાવ્યા પછી, પ્રારંભ કરતાં “ ગ્રંથ ત્તિષિવૃદ્ધિ દાનિપ્રશ્નોત્તરંજિતે । ” એમ છપાવ્યું છે. એટલે કે—પહેલી લીટીમાં એનું નામ જણાવ્યું, ખીજી લીટીમાં ‘ શ્રીતિથિહાનિવૃદ્ધિવિચાર' નામ જણાવ્યું અને વૃદ્ધિહાનિપ્રશ્નાત્તર ’ નામ જણાવ્યું ! · સં. ૧૮૯૫ માં લખાએલી પ્રત લખાણ છપાયાનું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવ્યું છે, પણ છે કે–તેના લેખકે આ ત્રણમાંનું એક પણ નામ આદિમાં જણાવેલ નથી
*
મતપત્રક
ત્રીજી લીટીમાં ‘ તિથિઉપરથી ' આ ત્રિનામી પ્રત જોતાં માલૂમ પડે અને અન્ત ભાગમાં
<
પણ “ કૃતિ શ્રીપ્રશ્નવિચાર” વિગેરે જણાવેલ છે. આ ઉપરથી સમજી શકાશે કે-મજકુર પ્રતના લખનારે કે છપાવનારે, તેને પટ્ટક તરીકે માનેલ જ નથી.
૩. બીજી વાત એ છે કે-પટ્ટકલેખનની ઉપર જણાવેલી પદ્ધતિના અશ પણ, આ કહેવાતા પટ્ટકમાં નથી. નથી તે પટ્ટગુરૂને નમસ્કારનું વાકય, નથી તે જે ગામનગરથી લખાયેલ હોય તેના ઉલ્લેખ, નથી તેા સંવત્–મિતિ અને નથી તે મૂળ લેખકનું નામ!
૪. ત્રીજી વાત એ પણ છે કે તેના લખનારે પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય કરવાનું કે કોઈ પણ તિથિના ક્ષયના બદલામાં કોઇ પણ તિથિનો ક્ષય કરવાનું જણાવ્યું જ નથી. માત્ર પૂર્ણિમાની વૃદ્ધિની જ ચર્ચા કરી છે. તે ચર્ચામાં પણ, પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું કારણ જણાવતાં,
Jain Education International
>
For Personal & Private Use Only
www.jainelibrary.org