________________
.. લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ |
૧૪૩ કરીએ તે દિવસે પર્વતિથિ ગણવી અને તેવી ગણેલી પર્વતિથિએ પ્રાયઃ પરભવનું આયુષ્ય બંધાઈ જાય એવું કોઈએ કહ્યું નથી કે માની શકાય તેમ પણ નથી. એટલે એ પ્રાયિક વચન પણ પર્વતિથિને આધારેજ આરાધના તરફ ભવ્યોને આકર્ષણ કરનાર થાય છે.”
૫. આ રીતિએ પર્વતિથિઓને અંગે જ પર્વદિવસે ગણાય છે અને મનાય છે. પર્વદિવસોને નક્કી કરી આપનારી પર્વતિથિએને નિર્ણય હાલમાં “ચંડાશુગંડૂ” પંચાંગના આધારે જ કરવામાં આવે છે. આ વાત પણ સામા પક્ષે રહેલા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી સિદ્ધચક નામના પાક્ષિકમાં કબૂલ કરેલી છે. શ્રી સિદ્ધચકના ૧લા વર્ષના ૨૧માં અંકના પુઠાના પાછલા ભાગ ઉપર તેમણે લખ્યું છે કે
દરેક આચાર્ય આદિ પદસ્થ અને સાધુઓ દરેક વર્ષે મહિને અને પક્ષમાં જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે તિથિ અને પર્વો કરે છે.”
તેમજ શ્રી સિદ્ધચકના ૫મા વર્ષના પમા અંકના પુંઠાના ત્રીજા પૃષ્ઠ ઉપર પણ તેમણે લખ્યું છે કે –
સમસ્ત શ્રીતપાગચ્છીય શ્રી સંઘને જણાવવું ગ્ય છે કે કેઈ વર્ષોથી શ્રીતપાગચ્છ વગેરેની પરાધનની ક્રિયા જોધપુરી ચંડૂ (અંડાશચંડૂ) પંચાંગના આધારે થાય છે”
૬. આ રીતિએ, “પતિથિએનીજ આરાધ્યતાને કબૂલ રાખવા સાથે, જોધપુરી “ચં” પંચાંગ કે જે હાલમાં “ચંડાશુગંડૂ ના નામથી પ્રગટ થાય છે, તે પંચાંગના આધારે પર્વતિથિઓ અને પર્વારાધનની કિયા થાય છે”—એમ કબૂલ કરેલું હોવા છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, પિતાના નવા મુદ્દાઓને આશ્રયીને પિતાની માન્યતાનું નિરૂપણ કરતાં, નીચે મુજબનું મથાળું બાંધે છે, એ કેટલું બધું ગેરવ્યાજબી છે–એ પણ વિચારણીય છે –
શાસ્ત્ર અને પરંપરાને અનુસાર ટીપ્પણમાં જ્યારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ હેય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિની યથાર્થતાનું નિરૂપણ.” . • ૭. એક તરફ એમ કહેવું કે-“પર્વતિથિઓ અને પરાધનની ક્રિયા જોધપુરી પંચાંગના આધારે થાય છે... અને બીજી તરફ એમ કહેવું કે-તે ટીપ્પણમાં જ્યારે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી” એ કેટલું બધું બેહુદું છે? બેશક, પર્વતિથિઓમાં ક્ષય અને વૃદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે ક્ષીણ પર્વતિથિની આરાધના માટે કર્યો દિવસ લે અને વૃદ્ધ પર્વતિથિની આરાધના માટે કયો દિવસ લે–એને વિચાર થાય, પણ તિથિની ક્ષય-વૃદ્ધિને પલટી નાખવાનો વિચાર જ કેમ થઈ શકે? વળી ક્ષીણ અને વૃદ્ધ પર્વતિથિના આરાધનને માટે ક દિવસ લે–એ નક્કી કરતાં પણ, તે તે પર્વતિથિઓના ભગવટાની સમાપ્તિ કયે દિવસે છે એ જ જેવાય, પણ જે દિવસે જે પર્વતિથિના ભગવટાની સમાપ્તિ ન હોય તેવા દિવસને તે તે પર્વતિથિની આરાધના કરવાના દિવસ તરીકે ગ્રહણ કરી શકાય જ નહિ. આથી જ, પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના પ્રસંગે કયી તિથિ એટલે ક્યો વાર તે પર્વતિથિની આરાધનાને માટે સ્વીકાર, એ જણાવતાં શ્રી તત્ત્વતરંગિણકારે સત્તરમી ગાથાના ઉત્તરાર્ધ તરીકે “ગંગા વંમિ દુ વિવરે, તમેષ ર પમાતિ” એવું લક્ષણ જણાવીને, પર્વતિથિની હાનિ-વૃદ્ધિના પ્રસંગમાં જે જે રવિ આદિ વારને દિવસે ક્ષીણ કે વૃદ્ધ પર્વતિથિઓના ભોગવટાની સમાપ્તિ હોય, તે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org