________________
..લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ].
૧૪૯ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ફાગણ વદ પ ની હાનિ–વૃદ્ધિએ ફાગણ વદ ૪ની હાનિવૃદ્ધિ માને છે; ચિત્ર વદી ૧ ભગવાન શ્રી કુંથુનાથસ્વામિજીના નિર્વાણ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ચિત્ર વદી ૨ ની હાનિ-વૃદ્ધિએ ચૈત્ર વદી ૧ ની હાનિ-વૃદ્ધિ માને છે; વૈશાખ સુદ ૪ ભગવાન શ્રી અભિનન્દન સ્વામિજીના ચ્યવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, વૈશાખ સુદ ૫ ની હાનિ-વૃદ્ધિએ વૈશાખ સુદ ૪ ની હાનિ-વૃદ્ધિ માને છે; વૈશાખ સુદ ૭ ભગવાન શ્રી ધર્મનાથસ્વામિજીના ચ્યવન–કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, વૈશાખ સુદ ૮ ની હાનિ-વૃદ્ધિએ વૈશાખ સુદ ૭ ની હાનિ-વૃદ્ધિ માને છે; વૈશાખ સુદ ૧૦ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, વૈશાખ સુદ ૧૧ ની હાનિ-વૃદ્ધિએ વૈશાખ સુદ ૧૦ ની હાનિવૃદ્ધિ માને છે; જેઠ વદ ૪ ભગવાન શ્રી આદિનાથજીના વન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, જેઠ વદ પ ની હાનિ-વૃદ્ધિએ જેઠ વદ ૪ની હાનિવૃદ્ધિ માને છે; જેઠ વદ ૭ ભગવાન શ્રી વિમલનાથસ્વામિજીના નિર્વાણ–કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, જેઠ વદ ૮ ની હાનિ-વૃદ્ધિએ જેઠ વદ ૭ ની હાનિ-વૃદ્ધિ માને છે; અષાડ વદ ૭ ભગવાન શ્રી અનન્તનાથજીના ચ્યવનકલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, અષાઢ વદ ૮ ની હાનિ-વૃદ્ધિએ અષાઢ વદ ૭ ની હાનિ-વૃદ્ધિ માને છે, તેમ જ શ્રાવણ વદ ૭ ભગવાન શ્રી શાન્તિનાથજીના ચ્યવન-કલ્યાણકને કારણે તથા ભગવાન શ્રી ચન્દ્રપ્રભસ્વામિજીના નિર્વાણકલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, શ્રાવણ વદ ૮ ની હાનિ-વૃદ્ધિએ શ્રાવણ વદ ૭ ની હાનિ-વૃદ્ધિ માને છે.
૩. ઉપર જણાવેલી માગશર વદ ૧૩, પિષ વદ ૧૩, મહા સુદ ૧૩, મહા વદ ૧૩, ચૈત્ર સુદ ૧૩, ચૈત્ર વદ ૧૩, વૈશાખ સુદ ૧૩, વૈશાખ વદ ૧૩, જેઠ સુદ ૧૩ અને આસો વદ ૧૩ તથા કાર્તિક વદી ૧૦, માગશર સુદ ૧૦, માગશર વદ ૧૦, મહા સુદ ૪, મહા વદ ૭, ફાગણ સુદ ૪, ફાગણ વદ ૪, ચિત્ર વદી ૧, વૈશાખ સુદ ૪, વૈશાખ સુદ ૭, વૈશાખ સુદ ૧૦, જેઠ વદ ૪, જેઠ વદ ૭, અષાડ વદ ૭ અને શ્રાવણ વદ છ–એમ કુલ પચીસ પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિ, ટીપ્પનકમાં ન આવી હોય તે છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ઉપર જણુવ્યું તે પ્રમાણે માગશર વદ ૧૪ અગર માગશર વદ ૦)) આદિની હાનિવૃદ્ધિએ કેવળ કપિતપણે જ માગશર વદ ૧૩ આદિ પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિ કરે છે અને માને છે; એટલું જ નહિ, પણ ટીપ્પનકમાં જ્યારે ઉપર જણાવેલી માગશર વદ ૧૩ આદિ પચીસ પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિ આવી હોય, ત્યારે પણ તે પર્વતિથિઓની હાનિવૃદ્ધિના બદલામાં તેની પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી, પરંતુ ટીપ્પનકમાં જે પ્રમાણે તે તે પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિ જણાવેલી હોય, તે પ્રમાણે કાયમ રાખીને આરાધનાની માન્યતા કરે છે, એ વસ્તુ પણ પ્રસ્તુત મન્તવ્યભેદના પ્રસંગમાં ઘણી જ સૂચક છે. આ વિષયમાં આરાધનાને અંગેની વાત આગળ અમે કહેવાના છીએ અને એથી જ અત્રે આરાધનાની તે બાબતને ચર્ચાને વિસ્તાર કરતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org