________________
૧૫ર
| [ જૈન દષ્ટિએ તિયિદિન અને પરાધન... કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી, વૈશાખ વદ ૯ ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામિજીના નિર્વાણ કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી વૈશાખ વદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિવૃદ્ધિ કરતા કે માનતા નથી; જેઠ સુદ ૯ ભગવાન શ્રી વાસુપૂજ્યસ્વામિજીના ચ્યવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી જેઠ સુદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; જેઠ સુદ ૧૨ ભગવાન શ્રી સુપાર્શ્વનાથસ્વામિજીના જન્મ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી જેઠ સુદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી. જેઠ વદ ૯ ભગવાન શ્રી નમિનાથઇને દીક્ષા કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી જેઠ વદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; અષાડ સુદ ૬ ભગવાન શ્રી મહાવીરસ્વામિજીના અવન–કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી અષાડ સુદ ૬ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; અષાડ વદ ૩ ભગવાન શ્રી શ્રેયાંસનાથજીના નિર્વાણ કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપનકમાં પ્રાપ્ત થયેલી અષાઢ વદ ૩ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; અષાડ વદ ૯ ભગવાન શ્રી કુંથુનાથસ્વામિજીના અવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી અષાઢ વદ ૯ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; શ્રાવણ સુદ ૬ ભગવાન શ્રી નેમિનાથ સ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી શ્રાવણ સદ ૬ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; ભાદરવા સુદ ૯ ભગવાન શ્રી સુવિધિનાથસ્વામિજીના નિર્વાણ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનસૂરિજી, ટીપ્પનકમાં પ્રાપ્ત થયેલી ભાદરવા સુદ ૯ની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી; તેમ જ આસો વદ ૧૨ ભગવાન શ્રી પદ્મપ્રભસ્વામિજીના જન્મ-કલ્યાણકને કારણે તથા ભગવાન શ્રી નેમિનાથસ્વામિજીના અવન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ટીખનકમાં પ્રાપ્ત થયેલી આસો વદ ૧૨ ની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ કરતા કે માનતા નથી.
૫. કાર્તિક સુદ ૩ આદિ આ એકત્રીસ પર્વતિથિઓની, આની પૂર્વે જણાવેલી માગશર વદ ૧૩ આદિ પચીસ પર્વતિથિઓની અને પાક્ષિક ષપર્વા (બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ, ચૌદશ અને પૂનમ કે અમાસ) તથા ભા. સુ. ૪ સિવાયની જેટલી પર્વતિથિઓ છે, તે સર્વ પર્વતિથિઓની ટીપ્પનકમાં જયારે જ્યારે ક્ષય–વૃદ્ધિ પ્રાપ્ત થઈ હોય, ત્યારે ત્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ક્ષીણ કે વૃદ્ધ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને બદલે તેની પૂર્વ કે પૂર્વતરં તિથિની ક્ષય–વૃદ્ધિ કરતા પણ નથી અને તેમ કરવાનું માનતા પણ નથી; એટલું જ નહિ, પણ તે પર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org