________________
૧૬૦
[ જૈન દષ્ટિએ તિયિદિન અને પરાધન. છે, તે ઉપરથી એમ લાગે છે કે-ઓગણીસમી સદીના પ્રારંભ પહેલાં તે પર્વતિથિની હાનિ-વૃદ્ધિના બદલામાં અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરવાનું સૂત્રપાત પણ થયો નથી. ઓગણીસમી સદીમાં પણ પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિ અગર અપર તિથિની હાનિ-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ એવી રીતિએ શરૂ થઈ હોય એમ જણાય છે કે-જગદ્ગુરૂ આચાર્યદેવ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજે પૂનમના ક્ષયે તેને તપ કયારે કર, એ વિષેના પ્રશ્નના ઉત્તરમાં ગોવીવતુર્વર ત્રિ અને ગોવર્યા સુ વિસ્તૃતૌતિપથતિ એમ જે જણાવેલ છે, તે ઉપરથી એકે પૂનમના ક્ષયે તેરશને ક્ષય કરવાનું કહ્યું અને બીજાએ પૂનમના ક્ષયે એકમને ક્ષય કરવાનું કહ્યું. અજ્ઞાન, અણબનાવ અને ગચ્છમમત્વના યેગે જ આ અર્થ કરવા પ્રેરાય, નહિ તે જગદગુરૂ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજે મજકુર ઉત્તરમાં પૂનમના ક્ષયે તેરશ-ચૌદશને છઠ કરવાનું અને તેરશે છઠ તપની શરૂઆત કરવાનું ભૂલી જવાય તો ચૌદશ-એકમને છઠ કરવાનું સૂચવ્યું છે. કેટલાકેએ એવું પણ કહ્યું કે–પૂનમ તથા અમાસના ક્ષયે તેરશને ક્ષય કરે અને પૂનમ તથા અમાસની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ કરવી. વિ. સં. ૧૮૬૯માં તેર બેસણાંએ વળી એવો નિર્ણય કર્યો કે-ચમાસીની ત્રણ પૂનમેના ક્ષયે તેરશને ક્ષય કરે અને બાકીની નવ પૂનમના ક્ષયે એકમનો ક્ષય કર, વિગેરે. આ નિર્ણય સુરતમાં દેવસૂર–ગર અને આણસૂર-ગચ્છ વચ્ચેના સમાધાન તરીકે થયો હોવાનું કહેવાય છે. વિ. સં. ૧૮૯૬માં દેવસૂર-ગચ્છના પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ પૂનમ-અમાસના ક્ષયે તેરશને ક્ષય કરવાનું અને પૂનમ-અમાસની વૃદ્ધિ કાયમ રાખી બીજી પૂનમ-અમાસને પર્વારાધનને માટે પ્રમાણે કરવાનું કહે છે. વળી પંન્યાસ શ્રી વીરવિજયજી, કે જેઓ વિ. સં. ૧૮૪૮માં દીક્ષિત બન્યા હતા અને વિ. સં. ૧૯૦૮માં કાલધર્મ પામ્યા હતા, તે પણ શ્રી દેવસૂર–ગચ્છના હતા. વિ. સં. ૧૯૧૧માં રચાએલા શ્રી વીરવિજય નિર્વાણ રાસમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે –
છરે મારે માલને ઉપધાન, ગુરૂઈ ઘણાને દેવરાવી આ છરે છે; જીરે મારે જતી ખેદ ભરાય, તે સહુ દરબારૈ ગયા છરે છે. જીરે મારે પીવાલે તેણી વાર, સહુને તેડાવીયા રે જી; : જીરે મારે કુણુ છે કજીયે જેહ, સ્યું કારણુ લડાઈ કરો કરે છે. જીરે મારે તિથિને કજીયે જેહ, ઈમ જતી સહુ કરે છરે છે; જીરે મારે વીર ગુરૂ તેણી વાર, એ સધલ જુઠા કહે છેરે છે. જીરે મારે ટોપીવાલે ક ઈમ, સાસ્ત્રીને સાથ મેલાવિછરે છે; જીરે મારે જોતી શાસ્ત્ર પ્રમાણ, વરતાર કરે ખરે છરે છે. જીરે મારે શાસ્ત્રી બેલ્યો તેણી વાર, વીરવિજયજીઈ કહી રે જી;
જીરે મારે તે તિથિ કહેવાય, ઈમ સાહેબે સાંભવ્યું છરે છે. આ ઉપરથી એમ સમજી શકાય તેમ છે કે–પંન્યાસ શ્રી વીરવિજયજી, પર્વતિથિએ ટીપ્પ@ામાં આવે તે પ્રમાણે જ માન્ય રાખતા હતા. વળી તેમણે, શ્રી હીરપ્રશ્નોત્તરમાંના પૂનમના ક્ષયવાળા પ્રશ્નોત્તરના સંબંધમાં જણાવ્યું છે કે
જ્યારે પૂનમનો ક્ષય હોય ત્યારે, તે પૂનમનો તપ તેરશ અથવા ચૌદશ બેમાંથી એક તિથિએ કરાય. અને તેરશનું કદાપિ વિસ્મરણ થયું હોય તે પડવાને દિવસે પણ કરાય છે. એ પ્રમાણે હીરસૂરિજી મહારાજે કહેલ છે.”
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org