________________
...લવાદી ચર્ચોમાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૧૫૯
પેાતાના પક તરીકે કહી શકાય તેમ છે જ નહિ, એ વાત અમે આગળ ચાલતાં મજકુર પટ્ટકની ચર્ચાના પ્રસંગે જણાવવાના છીએ અને એ સિવાયનું કોઈ પણ પ્રમાણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આપ્યું નથી, કે જે પ્રમાણના બળે એમ માની શકાય કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિએ તેની પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય–વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે શરૂ કરી હતી. ઉપરાન્ત, આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના સમયમાં શ્રી તપાગચ્છમાં ઘણી ગરબડ ચાલુ હતી. આચાર્યદેવ શ્રી વિજયસેનસૂરિજી મહારાજના મુનિન્દે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજને અમાન્ય ઠરાવીને, આચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી મહારાજને આચાર્યપદે પ્રતિષ્ઠિત કર્યા; આચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી મહારાજે કાલધર્મ પામતાં પહેલાં આચાર્યપદે પ્રતિષ્ઠિત કરેલા આચાર્ય શ્રી વિજયાનન્તસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ વચ્ચે સમાધાન થયું; તે પછી ઘેાડા જ કાળમાં તે અન્ને વચ્ચે અણબનાવ થયા; આ બધામાં સાધુઓએ રાજ્યના અમલદારોના સહારો લીધા–વિગેરે ઘણા બનાવાના તાત્કાલીન રાસેા વિગેરેમાં ઉલ્લેખ છે. એ ઉલ્લેખા કેટલે અંશે સાચા છે અને કેટલે અંશે પક્ષરાગથી થયેલા છે, એની ચર્ચામાં ઉતરવાની જરૂર નથી : કારણ કે-એ કાળમાં ઘણી ગરબડ ચાલુ હતી, સાધુઓમાં અણુમનાવ ઘણા હતા, એટલું જણાવવાને માટે જ આ વાત અત્રે કહેવામાં આવી છે અને એ કાળની તે વિષમ અને દુઃખદ પરિસ્થિતિનેા કેાઈથી પણ ઇનકાર થઈ શકે તેમ નથી. જણાવવાના મુદ્દો એ છે કેઆચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી વિજયાનન્તસૂરિજી મહારાજની હયાતિમાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વિષયક કોઈ પણ પ્રકારના મતભેદ ઉપસ્થિત થવા પામ્યા નહાતા, નહિ તે મતભેદના યત્કિંચિત્ ઉલ્લેખ પણ રાસાએ આદિમાં જરૂર હેત. આ પછી વિ. સં. ૧૭૩૧માં સંગૃહીત શ્રી ધર્મસંગ્રહ નામના ગ્રન્થના આધારે પણ એમ કહી શકાય કે–ત્યાં સુધી પર્વતિથિની હાનિ–વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ–વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ અસ્તિત્વમાં આવી જ નહેાતી, નહિ .તા મજકુર ગ્રન્થમાં પર્વતિથિઓનું, ઉદય-ક્ષય-વૃદ્ધિનું અને પર્વતૃત્યાદિનું પણ વર્ણન છે ત્યાં, આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પોતાના પટ્ટક તરીકે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જે લખાણને રજૂ કરે છે, તે લખાણુ વિષે કાંઇક ને કાંઈક જરૂર જણાવેલું હોત. શ્રી ધર્મસંગ્રહ નામના એ ગ્રન્થના રચયિતા મહેાપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ શ્રી વિજયાનન્તસૂરિ–ગચ્છના હતા, છતાં તેમણે ત્રણ ચામાસીસિવાયની પૂર્ણિમાની વૃદ્ધિએ પ્રતિની વૃદ્ધિ અને ત્રણ ચામાસી પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ એવું જણાવ્યું નથી; જ્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જે લખાણને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પેાતાના પટ્ટક તરીકે ઓળખાવે છે, તેમાં તે શ્રી વિજયાનન્દસૂરિગીયા ત્રણ ચેામાસીની પૂનમેાએ તેરશની વૃદ્ધિ અને બાકીની નવ પૂનમેાની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ કરે છે એમ જણાવેલું છે. હવે તે પછીના સમયને વિચાર કરીએ, તે દિવસે દિવસે પરિગ્રહધારી શ્રીપૂજ્યાનું જોર વધતું જતું માલૂમ પડે છે. બગલમાં રજોહરણ રાખવા છતાં, વાહનાદિના અને સુખાસનાના ઉપયાગ કરે, પૈસા રાખે અને તેમ છતાં પણ નિર્ગન્ધ સાધુએ ઉપર આજ્ઞા ચલાવે. આવા અસંવિજ્ઞ અને અમહુશ્રુત યતિએમાં આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજની પરંપરાવાળા પણ હતા અને આચાર્ય શ્રી વિજયાનન્તસૂરિજી મહારાજની પરંપરાવાળા પણ હતા. તે વચ્ચેના અણુમનાવમાંથી પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિના બદલામાં અપર્વતિથિની હાનિ–વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ ક્રમે ક્રમે જન્મી હાય એમ જણાય છે. આ સંબંધમાં જે ઉલ્લેખા જોવા મળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org