________________
૧૬૧
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ] શ્રીપૂજ્યને વિરોધઃ
૧. હવે વીસમી સદીમાં જોઈએ, તે માલુમ પડે છે કે-પૂનમ-અમાસની વાતમાંથી વધતે વધતે એ પ્રવૃત્તિ એટલી હદે પહોંચી ગઈ કે--વિ. સં. ૧૯૨૮ માં ભાદરવા સુદ એકમની વૃદ્ધિ આવી, એટલે વિજયધરણેન્દ્રસૂરિ નામના દેવસૂરગચ્છના શ્રીપૂ ભા. સુ. ૧ ની વૃદ્ધિના બદલામાં શ્રાવણ વદ ૧૩ ની વૃદ્ધિ કરવી, એવું શ્રી દેવસૂરગચ્છની પરંપરાને નામે કહ્યું. એ વર્ષે તે ટૂંક સમયને કારણે બધાએ માન્યું, પણ બીજે વર્ષે વિ. સં. ૧૯૨૯માં પણ ભાદરવા સુદ એકમની વૃદ્ધિ હતી, અને તે વૃદ્ધિના બદલામાં વિજયધરણેન્દ્રસૂરિએ ગત વર્ષની માફક ભા. સુ. ૧ ની વૃદ્ધિના બદલામાં શ્રાવણ વદી ૧૩ ની વૃદ્ધિ કરવાનું ફરમાવતાં, સાગરગચ્છના ભટ્ટારક શાંતિસાગરસૂરિએ તે એ વાતને વિરોધ કર્યો, પણ શ્રી દેવસૂરગચ્છના શ્રીમન મુક્તિવિજયજી ગણિવરે (શ્રી મૂલચંદજી મહારાજે) પણ હેન્ડબીલ કાઢીને તે વાતને વિષેધ કર્યો તથા ભા. સુ. ૧ ની વૃદ્ધિએ દેવસૂરગચ્છની પરંપરા તરીકે કહેવાએલી શ્રા. વ. ૧૩ ની વૃદ્ધિ કરવાની વાત માન્ય રાખી નહિ. આ પછી, વિ. સં. ૧૯૩૫ માં ભાદરવા સુદ ૨ ને ક્ષય આવ્યો, ત્યારે દેવસૂરગચ્છના શ્રીપૂજય ધરણેન્દ્રસૂરિએ ભા. સુ. ૨ ના તે ક્ષયના બદલામાં, શ્રાવણ વદ ૧૩ ને ક્ષય કરવાની જાહેરાત કરી. એ વખતે ધરણેન્દ્રસૂરિ પણ ઉદયપુરમાં મારું હતા અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના ગુરૂ શ્રી જવેરસાગરજી પણ ઉદયપુરમાં ચોમાસું હતા. શ્રી જવેરસાગરજીએ કહ્યું કે—“છી દીરप्रश्नमें पिण कया है कि जो पर्युषणका पिछला चार दिवसमें तिथिका क्षय आवे तो चतुर्दशीथी कल्पसूत्र वांचणा जो वृद्धि आवे तो एकमथी वांचणा पथी पिण मालम हुआ की जेम तिथिकी શનિ જિ તે તેમના વારી વારે આ પર્યુષ મેં પશમ ડુઝ મેટી વળી ” શ્રી જવેરસાગરજીએ તે આ વિષયમાં ઘણે લાંબે જવાબ આપે હતું અને તે ઉત્તરનું ઉદયપુરના શ્રીસંઘે હેન્ડબીલ પણ છપાવ્યું હતું. આવા તે બીજા પણ દાખલાઓ હોવાને સંભવ છે, કે જે દાખલાએને અમે જાણતા ન હોઈએ. વળી, વિ. સં. ૧૮૭૦ ની સાલના પંચાંગનો પૂરા પણ ધ્યાનમાં લેવા જેવો છે. તે વખતે પંચાંગો છપાતાં નહિ. વિ. સં. ૧૮૭૦ નું એક પંચાંગ છે, કે જેમાં જૈન પર્વો લખેલાં છે અને શ્રાવણ વદ ૦)) ને ક્ષય, ભા. સુ. ૪ ની વૃદ્ધિ, આ સુદ ૮ ની વૃદ્ધિ તથા આસો સુદ ૧૫ ને ક્ષય કાયમ રાખેલ છે. વળી, વિ. સં. ૧૯૩૦ માં ભાદરવા સુદ ૪ ની વૃદ્ધિ આવતાં તે વૃદ્ધિના બદલે અન્ય કેઈ પણ તિથિની વૃદ્ધિ કરવામાં આવી નહોતી.
૨. ઉપર જણાવેલી બાબતથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, અજાણ જ છે–એમ પણ નથી અને તેમ છતાં પણ, “વિ. સં. ૧૯૧ સુધીનાં છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી પર્વતિથિના ક્ષયે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિને ક્ષય કરવાની અને પર્વતિથિની વૃદ્ધિએ તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ અખંડપણે ચાલી આવે છે” એમ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ લખ્યું છે, તે કેટલું બધું ગેરવ્યાજબી ગણાય ? વિ. સં. ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ ના દાખલા
૧. આ ઉપરાન્ત, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના પિતાના અનુભવેલા ત્રણ દાખલાઓ પણ ધ્યાનમાં લેવા જેવા છે. વિ. સં. ૧૫ર માં ભાદરવા સુદ ૫ ને ક્ષય આવ્યું, ત્યારે ભાવનગરથી પ્રગટ થતા પંચાંગમાં પંન્યાસ શ્રી ગંભીરવિજયજીની સલાહ મુજબ, ચોથ-પાંચમ ભેળાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org