________________
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ ].
૧૫ માત્ર ક્ષીણપતિથિની સંજ્ઞાને જ કાયમ કરવાનું શાસ્ત્રકાર મહાપુરૂષને અભિમત હોત, તે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ, શ્રી જ્યોતિષકરડકવૃત્તિ અને શ્રી લકપ્રકાશ આદિમાં આસો વદી બીજ આદિને ક્ષય જણાવવા છતાં, આ વદી એકમ આદિ તરીકે ક્ષીણ બીજ આદિવાળા દિવસને જણાવ્યા છે તે જણાવત જ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી સિદ્ધચક પાક્ષિકના પાંચમા વર્ષના ૨૦-૨૧ મા અંકમાં પૃ. ૪૮૦ ઉપર આ વાત નીચે મુજબના શબ્દમાં કબૂલ કરેલી છે–
“જેમ લકત્તર રીતિ મુજબ આ વદિ એકમઆદિની તિથિ અ૫ એટલે માત્ર ૯ ભાગ જેટલી છે અને તેજ દિવસે બીજની તિથિ : ભાગ જેટલી છે, છતાં તે આખી તિથિને શાસ્ત્રકારે પડવા આદિ તિથિ માને છે અને બીજ આદિને ક્ષય માની ત્રીજના સૂર્યોદયથી ત્રીજ આદિ તિથિ માને છે.” ૬ અંશની ભૂલ
૧. ઉપરના ફકરામાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે બીજને ક્ષય હોય તે બીજાને
અંશ જેટલી જણાવી છે, જ્યારે પિતાના બીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાંના પહેલા ફકરામાં શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ, શ્રી જ્યોતિષ્કરડકવૃત્તિ અને શ્રી પ્રકાશના નામે ક્ષીણતિથિ પૂર્વતિથિના દિવસે ૬ અંશ જણાવેલી છે, એટલે તે પણ ખોટું છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ-વૃત્તિ આદિના પાઠમાંથી મળતાં સૂચને
૧. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ-વૃત્તિ આદિના પાઠથી એ વાત પણ સાબીત થાય છે કે તે જ તિથિને ઔદયિકી ગણવામાં આવે છે, કે જે તિથિ સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામી હોય.
૨. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ-વૃત્તિ આદિના તથા ચૂર્ણિના પાઠોથી એ વાત પણ સાબીત થાય છે કે-જે દિવસે જે તિથિ સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામેલી હોય કે ન પામેલી હોય અગર તે જે દિવસે માત્ર સમાપ્તિને પામેલી હોય, તેવા દિવસે જ તે તિથિ મનાય, પણ અન્ય કઈ દિવસે મનાય નહિ.
૩. આથી પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું ‘તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્ય ખોટું જ છે-શાસ્ત્રવિરૂદ્ધ જ છે, એમ પૂરવાર થાય છે. કારણ કે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય પૂનમ કે અમાસના ક્ષયે તેરશે ચૌદશ માનવાનું જણાવે છે, પણ તે તેરશે ચૌદશની સૂર્યોદયસ્પર્શપૂર્વકની સમાપ્તિ નથી હોતી તેમ જ એકલી સમાપ્તિ પણ નથી હોતી. એ જ રીતિએ, ભાદરવા સુ. ૫ ના ક્ષયે ભા. સુ. ૩ ના દિવસે ભાદરવા સુ. ૪ માનવાનું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય જણાવે છે, પણ તે ભા. સુ. ૩ ના દિવસે ભાદરવા સુ. ૪ની સૂર્યોદયસ્પર્શપૂર્વકની સમાપ્તિ અગર એકલી સમાપ્તિ પણ નથી હોતી. આ ઉપરાન્ત, પૂનમઅમાસની વૃદ્ધિએ પહેલી પૂનમ-પહેલી અમાસે ચૌદશની અને ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ભાદરવા સુદ પહેલી પાંચમે ભાદરવા સુદ ૪ ની સૂર્યોદયસ્પર્શપૂર્વકની કે એકલી સમાપ્તિ પણ નથી હોતી, છતાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય, તે તે દિવસોએ ચતુર્દશી અને ભાદરવા સુદ ૪ માનવાનું કહે છે, એટલે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ આદિના પાઠથી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય વિરૂદ્ધ જ છે-એમ પૂરવાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org