________________
૧૬૬
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન. શ્રી તપાગચ્છીય જૈન સમાજમાં પ્રવર્તે એમ ઈચ્છતા હતા. આથી, તેના પહેલા પગરણ તરીકે વિ. સં. ૧૯૪૫ નું પંચાંગ પ્રગટ થવા પામ્યું હતું. તે પંચાંગમાં, માગશર સુદ ૧૧ બે હતી માટે બે અગીઆરસ છાપવામાં આવી છે, ચિત્ર વદ ૦)) બે હતી માટે બે અમાસે છાપવામાં આવી છે, જેઠ સુદ ૫ બે હતી તથા જેઠ વદ ૧૧ બે હતી માટે બે પાંચમે તથા બે અગીઆરસે છાપવામાં આવી છે. શ્રાવણ સુદ ૨ હતી તથા શ્રાવણ વદી ૨ ને ક્ષય હતા તથા શ્રાવણ વદ ૮ એ હતી માટે બે બીજ, બીજને ક્ષય અને બે આઠમ છાપવામાં આવી છે અને આસો સુદ ૨ ને ક્ષય હતું તથા આસો સુદ ૧૪ ને ક્ષય હતે માટે સુદ ૨ તથા સુદ ૧૪ ને ક્ષય છાપવામાં આવ્યું છે. બીજી પણ પર્વતિથિઓને અંગે તેની જેમ ક્ષય-વૃદ્ધિ આવતી હતી તેમ છાપેલી છે. આ પંચાંગને “જૈન ધર્મનું પંચાંગ” એ નામે શા. કેશવજી લેહેરાભાઈ સરાફ સાયેલાવાળા તરફથી ઈ. સ. ૧૮૬૭ ના ૨૫ મા ઍકટ મુજબ રજીસ્ટર્ડ કરાવીને છપાવી પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પંચાંગ પૂજ્યપાદ ન્યાયામ્બેનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજના આદેશથી તેના પ્રકાશકે તૈયાર કરી પ્રગટ કર્યું, એવું સૂચન તેમાં સ્પષ્ટ શબ્દોમાં છપાએલું છે. વધુમાં, વિ. સં. ૧૯૫૨ માં ભાદરવા સુદ ૫ ને ક્ષય આવતાં, તેઓશ્રીએ ભા. સુ. ૫ ના ક્ષયને કાયમ રાખીને ભા. સુ. ૪ (ઉદયતિથિ)ના દિવસે જ શ્રી સંવત્સરી મહાપર્વ કરવાને અભિપ્રાય દર્શાવ્યો હતો. જૈન સમાજના કમનસીબે વિ. સં. ૧૯૫૨ માં એ મહાપુરૂષ કાલધર્મ પામ્યા. જે તેઓશ્રી પછીનાં કેટલાંક વર્ષો સુધી જીવ્યા હતા, તે કદાચ તપાગરછીય જૈન સમાજમાં પૂર્ણિમા આદિ કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં ચાલતી શાઅવિરૂદ્ધ પ્રવૃત્તિને, વિ. સં. ૧૯૨ નાં ઘણાં વર્ષો પહેલાં અન્ત આવવા પામ્યું હોત.
૪. વિ. સં. ૧૯૯૨ માં પણ, પૂર્ણિમાદિ કેટલીક પતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં અજ્ઞાન અને પરિગ્રહધારી શ્રીપૂથી શરૂ થઈને ક્રમે ક્રમે રૂઢ બનવા પામેલી તે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને હવેથી બીલકુલ મચક આપવી નહિ–એ જે નિર્ણય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ સુવિશાલ મુનિગણે કર્યો, તે વાસ્તવિક રીતિએ તો, આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી આદિએ ભાદરવા સુ. ૫ ની વૃદ્ધિએ ભા. સુ. ૪ બે કરી, તેને આભારી છે. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી આદિએ જેમ વિ. સં. ૧૯૫૨, વિ. સં. ૧૬૧ અને વિ.સં. ૧૮૯ માં ભાદરવા સુદ ૫ ના ક્ષયે શ્રી સંવત્સરી મહાપર્વની ઉદયતિથિ ભાદરવા સુદ ૪ ને ફેરવી નાખી નહોતી, તેમ જ વિ. સં. ૧૯૯૨ માં ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ આવતાં ભાદરવા સુદ ૪ ને ફેરવી નાખી ન હોત, તે કમથી કમ તે વખતે તે પૂર્ણિમાદિ કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં અજ્ઞાન અને પરિગ્રહધારી શ્રીપૂથી શરૂ થઈને ક્રમે ક્રમે રૂઢ બનવા પામેલી તે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને હવેથી બીલકુલ મચક આપવી નહિ–એ તાલિક નિર્ણય પૂ. આચાર્યદેવ શ્રીમ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિ સુવિશાલ સાધુસમુદાય કરત નહિ અને વર્ષ થયાં જેમ અનુકૂળ તકની રાહ જોઈને દુઃખાતે દીલે પણ તે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને જે મચક અપાયા કરતી હતી, તે થોડા વધુ સમયને માટે પણ અપાત.
૫. એ વસ્તુને જણાવવાને માટે, આ નીચેની હકીક્ત જણાવીએ છીએ. પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના સંબંધમાં શ્રી જૈન શાસ્ત્રોમાં અનુક્રમે પંદરમા દિવસને, એક સે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org