________________
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] જીતવ્યવહારને કબૂલ રાખીને અનુસરવાની શાસ્ત્રકાર મહાપુરૂષની સ્પષ્ટ આજ્ઞા છે.” આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીની મુરાદ આવા પ્રકારની ન હોત, તે તેઓ ઉપર મુજબની નેંધ મૂકત જ નહિ અને નોંધ મૂકત ત ય તેમાં “છતાં” શબ્દ મૂકીને જે ઉત્તરાર્ધનું વાક્ય લખ્યું છે, તે લખત નહિ કારણ કે-શ્રી આગમ-પંચાંગી અને બીજાં પણ જૈન શાસ્ત્રના તિથિનિર્ણાયક પૂરાવાઓથી તેમની વાત માન્ય કરવા લાયક પૂરવાર થાત, તે નિર્ણય કરનાર તેવા પ્રકારને જ નિર્ણય આપવાને બાધ્ય બનત, એ નિર્વિવાદ વાત છે; પરન્તુ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, પોતાના મુદ્દાઓનું નિરૂપણ લખતી વખતે પણ, જાણતા જ હતા કે-ભવભીરૂ શાસનાનુસારી આત્માઓએ મારૂં મન્તવ્ય માન્ય રાખવું જોઈએ, એવું જૈન શાસ્ત્રના પૂરાવાઓથી સાબીત થઈ શકે એ શક્ય જ નથી અને મારા મન્તવ્યની વિરૂદ્ધ જનારાં જૈન શાસ્ત્રોના પૂરાવાઓ અવશ્ય રજૂ થવાના છે.” આ જ એક કારણસર, તેમણે, ઉપર મુજબની નેંધ (કંઈ પણ જુદું લખાણ રજૂ કરાય તે પણ આ જીતઆચારની રીતિને બાધ આવી શકે નહિ) મૂકવાને તરણેપાય શોધી કાઢો જણાય છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શેાધીને આધારભૂત બનાવેલ આ તરણે પાય, ડૂબતે તણખલું પકડે” એ કહેવતને જ ચરિતાર્થ કરનારે છે કારણ કે–“શ્રી જૈન શાસનમાં તે જ આચરણને જીતવ્યવહાર તરીકે પ્રમાણ કરવાનું કહેવાયું છે, કે જે આચરણ આગમથી અવિરૂદ્ધ હેય-આગમને લેશ પણ દૂષિત કરનારી ન હોય.” આ વાત, અમે આગળના ભાગમાં જૈન શાસ્ત્રોમાંના અનેક પાઠે રજૂ કરીને જણાવવાના છીએ તેમ જ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતે પણ આ વાત શ્રી સિદ્ધચક નામના પાક્ષિકમાં લખેલી હોઈને, તેને ઉતારે પણ રજૂ કરવાના છીએ. પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિની કબૂલાત તથા પર્વતિથિઓને અપર્વતિથિઓનું સંબોધન
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ લખેલી મજકુર નોંધમાંની બીજી પણ બાબતેને અંગે અમારે કહેવાનું છે અને તે પણ અત્રે જણાવીએ છીએ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના : નિરૂપણના શીર્ષકમાં “પર્વતિથિની ક્ષય-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની વાત
અને તેવી રીતિએ ક્ષય-વૃદ્ધિ કરતાં પૂર્વ કે પૂર્વતર તિથિ જે પર્વતિથિ હોય તો તેને અપર્વતિથિ કરાવવાની વાત સાબીત કરવાને ઈરાદે જણાવ્યું છે, જ્યારે મજકુર નેંધમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “આરાધનામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ ન થાય”—એવું સાબીત કરવાને ઈરાદે જણાવ્યું છે. આ બન્ને ય વાતે વચ્ચે મેળ છે કે વિરોધ છે? આરાધનામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ ન મનાય, તે પછી આરાધનાના વિષયમાં આરાધ્ય પર્વતિથિને અપર્વતિથિ ઠરાવવાનું દુસ્સાહસ કેમ જ થઈ શકે? ખરેખર, “આરાધનામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ ન થાય”—એવું આગમપંચાંગી અને બીજાં પણ જૈન શાસ્ત્રોના અનેક પૂરાવાઓથી સાબીત કરવાનું જણાવવા દ્વારા, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પિતાના મન્તવ્યને જ આગમ-પંચાંગી અને બીજાં પણ જૈન શાથી વિરૂદ્ધ તરીકે કબૂલ કરી લીધું છે, જે વાત નીચેની બીનાઓથી સ્પષ્ટ થઈ જશે.
૨. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય એવું છે કે-“ચૌદશની તથા પૂનમ-અમાસની હાનિ-વૃદ્ધિએ તેરશની હાનિ-વૃદ્ધિ કરવી.” હવે દરેક તેરશ અપર્વતિથિ જ હોય છે, એમ નથી. માગશર વદ ૧૩ ભગવાન શ્રી ચન્દ્રપ્રભસ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે, પિષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org