________________
૧૪૪
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વારાધન.. દિવસેને તે તે ક્ષીણ કે વૃદ્ધ પર્વતિથિના આરાધનને માટે ગ્રહણ કરવા–એવું જણાવ્યું છે. આમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તે તિથિનીજ ક્ષય-વૃદ્ધિને પલટી નાખવાની વાત કરે છે! અને એમ કરીને જે દિવસે જે પર્વતિથિને ભેગવટો અંશ માત્ર પણ ન હોય, એવા દિવસને તે પર્વતિથિના દિવસ તરીકે ગ્રહણ કરવાનું જણાવે છે. [ જેમ કે-પૂનમ કે અમાસની વૃદ્ધિએ તેઓ ચૌદશને બીજી તેરશ માનવાનું કહે છે અને પહેલી પૂનમ કે પહેલી અમાસને ચૌદશ માનવાનું કહે છે, પણ ચૌદશે તેરશના ભગવટાને અંશ નથી હોતો અને પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદશના ભેગવટાને અંશ નથી હોતે.] આવું કહેનાર માણસ, ટીપણાને કબૂલ રાખે છે-એમ કહેવાય નહિ અને ટીપ્પણાને કબૂલ રાખ્યા સિવાય તે, તિથિઓને નિર્ણય થઈ શકે જ નહિ. જ્યારે જૈન ટીપ્પનક વિદ્યમાન હતું, ત્યારે તે ટીપ્પનકના આધારે પર્વતિથિઓના દિવસેને નિર્ણય થતો હતો અને જૈન ટીપ્પનક વ્યવચ્છિન્ન થયું ત્યારથી જૈનેતર ટીપ્પનકના આધારે પર્વતિથિઓના દિવસોને નિર્ણય થાય છે, પણ કેઈ કાળે ટીપ્પનકના આધાર વિના તિથિઓને નિર્ણય થઈ શકે જ નહિઃ એટલે કે-જે ટીપ્પનક માન્ય હોય, તે ટીપ્પનક જે જે દિવસે એ જે જે તિથિઓને જણાવે, તે તે તિથિઓને તે તે દિવસે માન્ય કરવી જ જોઈએ. આથી જ શ્રી તત્ત્વતરંગિણી પૃ. ૧૬માં નીચે મુજબ જણાવવામાં આવ્યું છેઃ___“किं तिथेः क्षीणत्वं नाम ?, अप्राप्तात्मस्वरूपत्वं वा १ सत्त्वे सति सूर्योदयास्पर्शित्वं वा २ सूर्योदयमप्राप्य समाप्तत्वं वा ३ प्राक् सूर्योदयास्पृष्टत्वे सत्युत्तरसूर्योदयाप्राप्तत्वं वा? ४, नाद्यो निरवद्योऽसंभवात् , न ह्यप्राप्तात्मस्वरूपा तिथिर्गणनापंक्तावुपन्यस्यते, गगनगंडवत् , उपन्यस्यते च गणनापंक्तावतो नाप्राप्तात्मस्वरूपा, शब्दतो भिन्नस्वरूपेष्वप्यर्थतोऽभिन्नेषु शेषेषु त्रिष्वपि विकल्पेषु सत्त्वे सिद्धे प्राक्तन्यां सत्त्वमुत्तरत्र वा? आये किं स्वाभिमतां तां विहायान्यामादातुमुपक्रम्यते ?, न हन्धमन्तरेण स्वाभिमतं वस्तु परिहृत्य तबुद्ध्याऽन्यद् ग्रहीतुमुपक्रमते, द्वितीयमत्वसंभवीति त त्वमपि जानासि, नो चेत् टीप्पनकमवलोकनीयम, तद्वत्ता वा प्रष्टव्यः तदन स्वमत्याऽऽलोच्य पौर्णमासी चातुर्मासीत्वेनाधुना न श्रद्धेयेति मदीयं वचः प्रवचनानुयायि युक्तिक्षमं च स्वीकर्तव्यम् , अन्यथा प्रवचनाचरणयोर्द्वयोरपि विराधकत्वापत्तिः।”
પંચાંગમાં જ્યારે કાર્તિક સુ. ૧૪ને, ફાગણ સુ. ૧૪ને અગર અષાડ સુ. ૧૪ને ક્ષય પ્રાપ્ત થયો હોય, ત્યારે તે તે તિથિઓના ભોગવટાની સમાપ્તિ અગર તો તે તે તિથિઓની હયાતિ પૂર્વની તિથિઓમાં એટલે કે પૂર્વની તિથિના દિવસોએ હોય છે અને એ કારણે પૂર્વની તિથિઓ (કા. સુ. ૧૩, ફા. સુ. ૧૩ કે અષાડ સુ. ૧૩)ના દિવસોને કા. સુ. ૧૪ આદિના દિવસો તરીકે પણ ગ્રહણ કરવા, એમાં જ શાસ્ત્રાનુસારિતા અને યુક્તિયુક્તતા છે. આમ છતાં પણ, જેઓ કા. સુ. ૧૪ આદિના ક્ષયે માસી પર્વ કા. સુ. ૧૫ આદિના દિવસેએ કરે છે, તેઓને ઉદ્દેશીને ગ્રન્થકારશ્રી પૂછે છે કે-તિથિનું ક્ષીણત્વ એટલે શું? તે તિથિને પિતાનું સ્વરૂપત્વ પ્રાપ્ત થયું નથી એમ?, તે તિથિને પિતાનું સ્વરૂપત્વ પ્રાપ્ત થવાથી તેની હયાતિ હોવા છતાં પણ તે સૂર્યોદયને સ્પર્શ નથી એમ?, સૂર્યોદયને પામ્યા વિના તેની સમાપ્તિ થઈ છે એમ? કે તે તિથિને પૂર્વના સૂર્યોદયનું અસ્પષ્ટપણું હોવા છતાં પછીના સૂર્યોદયને તે તિથિ પામી નથી એમ?” આ રીતિએ પૂછડ્યા પછીથી, ગ્રન્થકારશ્રી કહે છે કે-આ ચાર વિકલ્પમાં જે પહેલો વિકલ્પ છે તે નિરવદ્ય નથીઃ કારણ કે–તેને અસંભવ છે. જે તિથિ આત્મસ્વરૂપને પામી ન હોય, તે તિથિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org