Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૫૧ ]
૧૧ આ રીતે વિશ્વઃ જીવસૃષ્ટિ અને આધ્યાત્મિક વિકાસરૂપ વ્યવસ્થિત જીવન-ધોરણઃ અને તદનુકૂળ વ્યવહારઃ વગેરેથી જૈન-દર્શન વૈકાલિક વ્યવસ્થિત અને સંપૂર્ણ વિશ્વનું દર્શન કરાવે છે. આ તેની વિશેષતાઓ છે.
૧૨. જૈનધર્મો સભ્ય જીવનધોરણે જગતમાં સ્થિર કર્યા છે.
ચાર પુરુષાર્થની જીવન-સંસ્કૃતિમાં સભ્ય માનવના સર્વ પ્રકારના જીવન વ્યવહાર વ્યવસ્થિત કરવામાં આવેલા છે. જેમાં સામાજિક, આર્થિક, ધંધાદારી, રાજકીય, પ્રજાકીય, વ્યક્તિગત, કૌટુંબિક, સ્ત્રી-પુરુષને લાયકના જીવનધોરણેઃ વગેરે સર્વ સદ્વ્યવહારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ દરેક સદાચારઃ નીતિઃ ન્યાય અને ધાર્મિકતાથી ગુંથાયેલા હોય છે, તે સર્વે ઓછે-વધતે અંશે આધ્યાત્મિક વિકાસમાં મદદગાર થાય, તેવી રીતે વ્યવહાર સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. તેની સાથે સંબંધ ધરાવતા વિજ્ઞાનના શાસ્ત્રો અને વિજ્ઞાન પણ ગોઠવાયેલા હોય છે. જેના સંક્ષિપ્ત અને વિસ્તૃત સૂચન દ્વાદશાંગી-આગમાં હોય છે. આટલું વ્યાપક જૈન-શાસન છે.
[ ૨૦ ] પ્રાચીન શાસ્ત્રોનાં મંતવ્યો સાથે મળતાં
, બીજા પણ કેટલાંક પ્રમાણે મેક્ષમાં જનારા મનુષ્યના શરીરની અવગાહના (ઊંચાઈ) પાંચશે ધનુષ્ય ઉપરાંતની બે-થી-નવ ધનુષ્યની ઉંચાઈના મનુષ્યો મેક્ષે જવાની વાત શ્રી દેવા માતાને દાખલો આપીને બતાવી છે, [ પૃ૪ ૭૫૪] એ તે ઘણું જ પ્રાચીન કાળની વાત છે.
મનુષ્યની આવડી મોટી અવગાહના (ઊંચાઈ) સંભવે કે?” એમ સામાન્ય રીતે શંકા આજે કરવામાં આવે છે. પરંતુ, જગન્નાથપુરી પાસેથી ૭૫ ફૂટનું મનુષ્યનું હાડપિંજર મળ્યાની હકીકત “અમૃત બજાર પત્રિકા” માં પ્રસિદ્ધ થઈ હતી. (તેનું અવતરણ ક્યાંક ગૂમ થઈ ગયેલ હોવાથી અહીં આપી શકાતું નથી.)
તેવું જ “અમૃત બજાર પત્રિકા” નબર ૧૯૫૯ નું એક અવતરણ નીચે પ્રમાણે છે – " 100 Feet Long Dinosaurs, Bones Found in Gobi Desert "
Hangkong, November 24 Bones of the Giant dinosaur and the Sauropod the largest land animals known th have lived on the earth have been faund in the Gobi Desert by a Sino-Soviet scintific expedition, the new China news agency reported from Peking.
The largest sauropod was about 100 fit long and weighted abovt 50 tons The dinosaurs were estimated to have lived about ten million years ago.
(Reuter)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org