Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ પ ] ૮ લોકમાં અનંત પરમાણુઓ: અનંત આત્માઓઃ અને તે બન્નેના સંયોગથી ઉત્પન્ન થયેલા અનંત શરીરાત્મક પદાર્થોઃ એ શરીરનાં સંયોગેથી કે વિભાગોથી કે વિભાગોના સંયોગથી ઉત્પન્ન થયેલા અનંત પદાર્થો છે. એમ અનંત પદાર્થાત્મક દૃષ્ટિગોચર થતું વિશ્વ છે. તેની સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય? અને આકાશાસ્તિકાય એમ કુલ પાંચ પદાર્થો છે. તે સિવાય બીજું કાંઈ નથી.
૯ વિશ્વ કેવું છે? તે વિષે બીજા કોઈ હજુ કહી શકેલ નથી. “દેખાતી સૃષ્ટિ કરતાં વિશ્વ ઘણું વિશાળ છે,” એમ તો પ્રાચીનઃ અર્વાચીનઃ દરેક તત્ત્વવિચારોને કહેવું જ પડે છે. તેથી સવજ્ઞ તીર્થકર કથિત એક્કસ સ્વરૂપ-યુક્ત વિશ્વને માનવું એ જ વધારે પ્રામાણિક ઠરે છે. કેમ કે તેઓ વિશ્વની વ્યવસ્થા ચોક્કસ શબ્દોમાં ગણિતપૂર્વક કહે છે. “ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વ છે. અને કયા ક્યા પદાર્થો કયાં કયાં છે ? તે બરાબર ગણિતના હિસાબપૂર્વક કહે છે. ત્યારે બીજા અચોક્કસ સ્થિતિમાં એ વાત કરે છે. તીર્થકરોની ઘણી વાતો ભલે આપણને ન સમજાતી હોય તે બનવાજોગ છે. પરંતુ તેમણે જે અને જે રીતે ચોક્કસાઈપૂર્વક વિગતથી કહ્યું છે તે અને તે પ્રમાણે કેઈએ કહ્યું નથી અને કઈ કહેતા પણ નથી.
૧૦ (૧) આત્મા વિષે પણ જૈન-દશન ચક્કસ જ સમજુતી આપે છે. સમૂહાત્મક તમામ આત્માઓમાં અમુક-અમુક સમાનતાઓ તો હોય જ છે. છતાં દરેકનું વ્યક્તિત્વ- તથાભવ્યતા જુદુજુદું હોય છે. (૨) આત્મા રૂપ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ રહિત છે. શરીરની આકૃતિ પ્રમાણે નાની મોટી આકૃતિ ધારણ કરનાર છે, વધારેમાં વધારે ચૌદ રજૂલેકમાં વ્યાપક થઈ શકે છે. સાંકળના અકડાની માફક તેના પ્રદેશે કદી છુટા ન પડે તેમ જોડાયેલા રહે છે. નાને-મેટ થઈ શકે છે. સંકેચાઈ શકે છે. પહોળો થઈ શકે છે. તેમાં જ્ઞાન, ક્ષમા, ત્યાગ, સંયમ, સુખ-દુઃખ, શરીર ધારણ કરવું, ક્રોધાદિક રૂપે પંરિણમવું, તેથી મુક્ત થવું વગેરે સ્વભાવ છે.
(૩) સંસારમાં રહેતી વખતે અનાદિકાળથી પ્રત્યેક જીવ, જે જે પરિસ્થિતિને અનુભવ કરત પસાર થાય છે, ને સર્વ પરિસ્થિતિઓમાં પસાર થવાના અને તેના અનુભવ કરવાના તેમાં અનંત સ્વભાવ હોય છે. જેથી અનંત વિવિધ સાંસારિક સ્થિતિમાં તે પસાર થઈ શકે છે. ઉપરાંત, મેક્ષ અવસ્થાના વિકસિત સ્વભાવને અનુભવ કરવાના અનંત સ્વભાવો તેમાં હોય છે, નહીંતર, તે તે અવસ્થાઓને અનુભવ આત્મા કદ્દી કરી શકે જ નહીં. આધ્યાત્મિકદષ્ટિથી ૧ વૈભાવિક સ્વભાવે, ૨ સ્વાભાવિક સ્વભાવઃ એમ જુદાં જુદાં નામો છે.
(૪) આત્મા માનવ જીવનમાં વિકસિત અવસ્થાની પરાકાકાઓ સુધી પહોંચી શકે છે. તેનાથી ઉતરતી કક્ષાઓમાં ઓછા વધતે વિકસિત હોય છે, પશુઃ પક્ષિઃ કીડાઃ જંતુઓની અવસ્થામાં અલ્પ વિકસિત હોય છે, તેથી નીચી કક્ષાના પૃથ્વી પાણ: અઃિ વાયુ વનરપતિઃ છે અને જીવ સમૂહ ઘણું જ અણવિકસિત સ્થિતિમાં હોય છે.
(૫) તેથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે. તેથી પણ વધારે અણુવિકસિત સ્થિતિવાળા સૂક્ષ્મ કે બાદર નિગોદના છવો હોય છે.
(ક) એ રીતે વિશ્વ સમસ્ત સર્વત્ર જીવસૃષ્ટિથી વ્યાપક છે. આ વસ્તુસ્થિતિ જૈન દર્શન સિવાય કેઈપણ તત્વચિંતકોએ કહી નથી. તેમજ કહી છે, તે પણ વ્યવસ્થિત રીતે સમજાવેલ નથી.
() , નક્ષત્ર, તારાઓ, દેવવિમાન, આવાસ, નર વિગેરે પણ એક યા બીજી રીતે જીવ સૃષ્ટિ જ છે. તેમજ તે સ્થાનમાં પણ છે રહેતા હોય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org