________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમક
સાર
स्वसाधनं संयमधारण वा स्वानन्दपानं कुरु नित्यमेवम् ।
स्वात्मस्वरूपं भज सौख्यमूलं स्वराज्यलक्ष्मी स्मर शांतिकीम ॥३०॥ અર્થ–હે આત્મા, તું કષાય, મોહ અને કામ આ ત્રણને આ ક્ષણમાત્રમાં જ છોડી દે, કેમકે એ ત્રણે આત્મામાં જ બ્રાંતિ ઉત્પન્ન કરાવવાળા છે, આત્માની અટૂટ શાંતિનો નાશ કરવાવાળા છે, સાક્ષાત્ નરકમાં લઈ જવાવાળા છે, અને પિતાના આત્માની શુદ્ધતારૂપી સ્વરાજ્યને પણ નાશ કરવાવાળા છે. તદુપરાંત તે ત્રણે પણ અત્યંત ભયંકર છે અને હમેશાં દુ:ખ જ દેવાવાળા છે. એવા એ ત્રણે વિકારોને તું ત્યાગ કર તથા પોતાના આત્માની શુદ્ધતા પ્રગટ કરવાવાળા તપશ્ચરણ અથવા
સંયમને ધારણ કર, પિતાના શુદ્ધ આત્મજન્ય અનંતસુખના મુખ્ય કારણરૂપી આત્માના શુદ્ધ સ્વરૂપને ક્ષણેક્ષણે ધારણ ન કર, અને અનંતકાળ સુધી પોતાના આત્મામાં શાંતિ પ્રવર્તાવનાર આત્માની શુદ્ધતારૂપી રાજ્યલક્ષ્મીનું સ્મરણ કર.
- ભાવાર્થ–ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય છે, એ ચારે કષાયો આત્માને દુઃખ દેવાવાળા છે તથા મેહ જ છે અને કામ (વિષ્ય-વાસના) તે દુ:ખ આપવાવાળા છેજ. તેથી પોતાનું કલ્યાણ કરવાવાળા ભવ્ય છાએ તેમની સર્વથા , ત્યાગ કરી દેવું જોઈએ. અને સંયમ ધારણ કરી આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી જોઈએ જેથી આ જીવ મેક્ષમાં જઈ અનંતકાળ સુધી અનુપમ સુખ માનતો રહે
હવે આ જીવનું કેઈ શરણું નથી તે કહેવાય છે--
उत्ता-आपत्काले गुरो कोपि शरणं याति वा न था ? હે પ્રમ, આ સંસારમાં દુ:ખદ સમયમાં કોઈ શરણ છે કે નહિ ? उपर - आपत्मकीर्णत्वयि शंगपूणे पुण्यक्षये वाथ तवाङ्गजीर्णे।
देव। व देत्या न च कापि देवी स्वामी नभृत्यः शरणं प्रयाति ॥३१॥
( ૧૮ !
For Private And Personal Use Only