________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયોને તે શુદ્ધ બુદ્ધ આત્માથી સર્વથા ભિન્ન સમજે છે, અને ઇન્દ્રિય અને શરીરને આત્માથી ભિન્ન સમજીને વ્રત, ઉપવાસ દ્વારા તે ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, ઇન્દ્રિયોદ્દારા થતાં પાપા અટકાવે છે, શરીર ઉપરથી મમત્વ ભાવ છેડી દઇને ધાર તપશ્ચરણ કરે છે. અને આત્મામા લીન થવાના પ્રયત્ન કરે છે. આમ સમસ્ત કર્મોના નારા કરીને મેક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ જે છવને આત્માના યથાર્થ સ્વરૂપનું ભાન નથી તે જીવ શરીર અને ઇન્દ્રયોને આત્માથી ભિન્ન કદીપણું માની શકતો નથી. તથા ઇન્દ્રિયાદિકને ભિન્ન સમજ્યા સિવાય ઇન્દ્રિયદિકનો નિગ્રહુ કરી શકતો નથી, ઇન્દ્રિયાદિકથી ઉત્પન્ન થવાવાળાં પાપાના પણ ત્યાગ કરી શકતા નથી જેથી આત્મામાં લીન થઇ શકતો નથી. તેથી તેવા જીવો મેક્ષઞાપ્ત કરી શકતા નથી. તેથી પ્રત્યેક ભવ્યજીવે આત્માનું સ્વરૂપ સમજીને ઇન્દ્રિયેના નિગ્રહ કરવો જોઇએ અને આત્મામાં લીન થઈ મોક્ષ પ્રાપ્ત કરવુ જોઇએ. હવે જ્ઞાની અને અજ્ઞાનીને તપશ્ચરણનું શું ફળ મળે છે તે કહેવામાં આવે છે— प्रश्न - तपसा पीडितो मूर्खो ज्ञानी किं याति तत्फलम् ? હે સ્વામિન્ ! તપથી પીડિત જ્ઞાની અને અજ્ઞાનીને શું ફળ મળે છે તે કૃપા કરીને કહો. उत्तर -- स्वतत्त्वशून्यः परिपीडितापि क्रियाकलापैर्विविधैर्विधानैः ।
तथापि सत्यार्थफलेन हीनो भवत्यवश्यं हृदि वेदखिन्नम् ॥१५३॥ यस्तत्त्ववेदी परिपीडितोपि व्रतोपवासैर्विषमेस्तपोभि
स्तथापि साम्राज्यादं पवित्रं प्राप्नोति खेदेन विना स योगी ॥ १५४ ॥
અ—જે પુરૂષ આત્મતત્વને જાણતા નથી તે અનેક પ્રકારની ક્રિયાઓથી-ત્રત, ઉપવાસ વગેરેથી અત્યંત પીડાય છે છતાં તેને તે ક્રિયા તેમજ ધાર તપશ્ચરણ આદિ વિધાનોનુ યથાર્થ ફળ મળતું નથી તેથી તે અત્યંત દુ:ખીત બને છે, શોકાતુર રહે છે. પરંતુ જે પુરૂષ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજે છે તે પુરૂષ વ્રત ઉપવાસ તેમજ તપશ્ચરણથી પીડાય છે છતાંપણ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવાવાળા તે યોગી કોઈપણ પ્રકારના ખેદ સિવાય અત્યંત પવિત્ર એવુ આત્માનુ સામ્રાજ્ય મેાક્ષ પ્રાપ્ત કરે છે,
11 23
For Private And Personal Use Only
સાર