________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
કરે છે તેના વડે કર્મોના નાશ કરી મેક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ જે આત્માનુ સ્વરૂપ જાણતા નથી, તે નથી આત્મામાં લીન થઇ શકતા કે નથી મેક્ષ પ્રાપ્ત કરી શકતા. તેવા પુરૂષ બંને વસ્તુ મેળવવા અસમર્થ નીવડે છે, અને વિષયોના ત્યાગ કરેલ હોવા છતાંપણ તેવા પુરૂષનાં વ્રત, તપ, ધ્યાન વગેરે વ્યર્થ ગણાય છે. તેથી દરેક ભવ્યછવોએ પોતાના આત્માનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરવો જોઇએ. અને તેજ આત્મકલ્યાણના પ્રથમ માર્ગ છે.
હવે તપશ્ચરણ કરવા છતાંપણુ જ્ઞાની અને અજ્ઞાનીમાંથી કાણુ મેક્ષ પ્રાપ્ત કરે છે તે કહેવામાં આવે છે—
प्रश्न -- कुर्वन् ज्ञानी तपोमूर्खो मोक्षस्थानं प्रयाति कः !
હે સ્વામિ ! જ્ઞાની અને અજ્ઞાની તપશ્ચરણ કરે છતાં મેક્ષ કોને પ્રાપ્ત થાય તે કૃપા કરીને કહેા. उत्तर--देहाद्विभिन्नं स्वसुखाश्रितं चात्मानं चिदानंदमयं न वेति ।
व्रतोपवासं स करोति मूर्खस्तथापि मोक्षं न कदापि याति ॥ १५१ ॥ देहाद्विभिन्नं निजभावलीनं यो वेत्ति चात्मानमपि खराज्यम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुर्वस्तपः स्वल्पतरं तथापि स्वस्मिन् वसन्तं च प्रयाति मोक्षम् ॥ १५२ ॥ અ—મા ચિદાનંદમય આત્મા શરીરથો સર્વથા ભિન્ન છે અને પોતાના આત્મજન્ય સુખને આશ્રિત છે. આવા પ્રકારનું આત્માનું સ્વરૂપ જે જાણતા નથી તે અનેક શ્રૃત, ઉપવાસ ધ્યાન કરવા છતાંપણુ કદી મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ જે જીવ શરીરથી ભિન્ન અને શુદ્ધ ભાવોમાં લીન થવાવાળું આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણે છે તે છવ થોડુક તપશ્ચરણ કરવા છતાંપણુ પોતાના આત્મામાંજ રહેવાવાળું મેક્ષસ્થાન પ્રાપ્ત કરી લે છે.
ભાવા—જ્યાંસુધી આ છવને આત્માના યથાર્થ સ્વરૂપનું ભાન થાય નહિ ત્યાંસુધી વ્રત, ઉપવાસ વગેરે ક્રિયાએ કરવી વ્યર્થનાગઢ છે. આનું મુખ્ય કારણ તો એટલુંજ છે કે જે પુરૂષ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજે છે તે શરીર અને
For Private And Personal Use Only
સાર
॥ ૯૨ |