________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
સાર
હવે તત્વ જાણવાવાળા અને ન જાણવાવાળાના ચિન્હ વિશે કહેવામાં આવે છે–
प्रश्न-किं तत्ववेदिनश्चिन्हं वद मेऽतत्ववेदिनः? અર્થ–હે સ્વામિન! તને જાણવાવાળા અને ન જાણવાવાળાનું શું ચિન્હ છે તે કૃપા કરીને કહે. उत्तर-नृदेहधारी पादेहधारी तथा सदा नारकिदेहधारी।
स्वतत्वशन्यः सुरदेहधारी मत्वेति भीमेटति वै भवाब्धौ ॥१०९॥ नृदेहभिन्नः पशुदेहभिन्नस्तथा सदा नारकिदेहभिन्नः ।
यस्तत्त्ववेदी सुरदेहभिन्नः सुमन्यमानो वसति स्वभावे ॥११०॥ અથ–આ સંસારમાં જે પુરૂષ આત્મજ્ઞાનથી રહિત છે, તે સમજે છે કે મનુષ્ય શરીર ધારણ કરવાવાળે ફક્ત હું આ જ છું, પશુઓનું શરીર ધારણ કરવાવાળા પણ હું જ , નારકીઓનું શરીર ધારણ કરવોવાળે પણ હું જ છું, અને દેવનું
શરીર પણ ધારણ કરવાવાળે હું જ છું. આમ સમજીને તે પુરૂષ આ અત્યંત ભયંકર સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરે છે. આ પરંતુ જે ભવ્ય પુરૂષ પિતાના આત્માને જાણે છે તે સમજે છે કે આ મનુષ્ય શરીરથી હું સર્વથા ભિન્ન છું, આ પશુ શરીરથી છે પણ હું સર્વથા ભિન્ન છું, આ નારકી શરીરથી પણ સર્વથા ભિન્ન છું અને દેવ શરીરથી પણું સર્વથા ભિન્ન છું. આમ સમછે અને તે ભવ્યપુરૂષ હમેશાં પોતાના આત્મિક સ્વભાવમાં જ લીન રહે છે.
ભાવાર્થ-જે પુરૂષ પિતાના આત્માનું સ્વરૂપ જાણે છે તેનું લક્ષણ એ જ છે કે તે શરીર આદિ પરપદાર્થોથી પણ જ પિતાના આત્માને ભિન્ન માને છે અને તેથી તેમના ઉપર મમત્વભાવ રાખતા નથી. એવા પુરૂષે પિતાના આત્મામાં જ લીન એ રહે છે અને તેથી તેઓ પિતાનું આત્મકલ્યાણ જલદી કરી દે છે. પરંતુ જે પુરૂષ આત્મતત્વને જાણતા નથી તે શરીરાદિક છે પરપદાર્થોને જ આત્મા માની લઈ તેમના ઉપર મમત્વભાવ રાખી તેમના પાલન પિષણમાં લાગ્યો રહે છે અને મહા અશુભા આ કર્મોને બંધ થવાથી નરક નિગોદ આદિ નીચ ગતિઓમાં હમેશાં પરિભ્રમણ કરે છે. આમ એ બંનેનું લક્ષણ છે.
For Private And Personal Use Only