________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં૦
www.kobatirth.org
સમજીએ છીએ. એવીરીતે જે પુરૂષ પોતાની બુદ્ધિને આત્મસ્વરૂપજ માને છે અથવા પોતાના આત્માને શરીરથી ભિન્ન માને છે તે યથાર્થદૃષ્ટિથી આત્મતત્વને જાણવાવાળા છે તથા સુખી છે, ધીરવીર છે, અને પોતાના આત્મધર્મમાં લીન રહેવાવાળા છે એમ માનવામાં આવે છે. આ “સારમાં તેવાજ પુરૂષો ધીરવીર મનાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા—આત્મજ્ઞાનથી વિમુખ મનુષ્યજ શરીરને આત્મા માને છે. અને તેથી મિથ્યાજ્ઞાન હોવાથી તે સસારમાં પરિભ્રમણ કરે છે અને મહાદુ:ખ થાય છે. તેથી આ જીવ મિથ્યાજ્ઞાનનો ત્યાગ કરી આત્માના યથાર્થ સ્વરૂપને જાણવુ જોઈ એ અને આત્માનું યથાર્થ સ્વરૂપ સમજીને તેનુ કલ્યાણ કરવા માટે પ્રયત્ન કરવો જોઇએ.
હવે શરીરને સુખી માનવાવાળાનું સ્વરૂપ કહેવામાં આવે છે— प्रश्न - देहं सुखप्रदं देव मन्यते स च कीदृशः !
અ—હે દેવ ! જે પુરૂષ આ શરીરજ સુખ આપવાવાળુ છે એમ માને છે તેનુ સ્વરૂપ કૃપા કરીને કહેા. उत्तर - स्वदेह एवास्ति सुखादिहेतुः मूर्खश्च मोहादिति मन्यमानः ।
तद्रक्षणार्थं यतते तरां हि त्यक्त्वा स्वधर्मं निजसौख्यमूलम् || १७|| संसारदुश्वस्य च मुख्यहेतुः स्याद्देह एवेति सुमन्यमानः । यस्तत्ववेदी तनुपोषणे न दक्षो भवेत्स्वात्मविचारणे च ॥ ११८ ॥
અર્થ-મખ માણુસ [ અજ્ઞાની માણસ પોતાના આત્માથી ઉત્પન્ન થવાવાળા અનંતસુખના કારણરૂપ પોતાના આત્મધર્મના તો ત્યાગ કરે છે અને પોતાના મેહની તીવ્રતાને લીધે આ શરીરનેજ અનેક દુ:ખનુ કારણ માને છે તથા તેની રક્ષા કરવાનો અહેરાત્ર પ્રયત્ન કરતાજ રહે છે. પરંતુ આત્મતત્વને જાણવાવાળા ભવ્ય સમ્યગ્દષ્ટિ જીવ તે આ શરીરનેજ સંસારના દુ:ખાના મુખ્ય કારણરૂપ માને છે. અને તેથી તે આ શરીરના પાલનપોષણ માટે ખીલકુલ ધ્યાન આપતાજ નથી પરંતુ પોતાના આત્માના સ્વરૂપના વિચાર કરવામાંજ પોતાની ચતુરાઇ વાપરે છે.
For Private And Personal Use Only
XXXD
સાર
॥ ७०