________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધર્મો
સાર
निःसारवाता निजतत्त्ववेदी त्यक्त्वा प्रकुर्वन् निजतत्वचर्चाम।
कालं स्वकी पत्यवश्यं लौकान्तिको वत्स! यथात्मतृप्तः ॥२२॥ અર્થ હે વત્સ! જેવીરીતે બાલક પિતાને અમૂલ્ય સમય રમત ગમતમાં ગુમાવી દે છે તેવી જ રીતે જેની આત્મજ્ઞાનરૂપી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે એ અજ્ઞાની પુરૂષ પિતાને સમય અનેક પ્રકારના સતાપ ઉત્પન્ન કરવાવાળી તેમજ આત્મતત્વની ચર્ચાથી સર્વથા રહિત એવી નિઃસાર વાત અથવા અહીતહીંના વ્યર્થ વાતોમાં ગુમાવી દે છે. પરંતુ જેવીરીતે આત્મજ સ્વરૂપમાં તસ રહેવાવાળા લોકાતિક દેવ આત્મતત્વની ચર્ચા કરવામાં જ પિતાનો સમય વ્યતીત કરે છે તેવી રીતે આત્મતત્વને
જાણવાવાળે પુરૂષ નિસાર અહીંતહીંના વાતનો ત્યાગ કરી ફક્ત પોતાના આત્માના સ્વરૂપની ચર્ચામાં જ પોતાનો અસહ્ય આ સમય વ્યતીત કરે છે.
ભાવાર્થ-આ સંસારમાં ઘણા માણસ તો એવા હોય છે કે જેઓ આખે દિવસ ગપ્પાં મારવામાં જ આખો દિવસ 0 વ્યતીત કરે છેપરંતુ તે ગપ્પથી નથી પારમાર્થિક ઉન્નતિ થતી કે નથી લાકિક ઉન્નતિ થત. એવા મણસનું જીવન એળેજ વ્યર્થગયું એમ સમજવું જોઈએ. ઘણુ માણસે લૈકિક કાર્યોમાંજ લાગ્યા રહે છે અને પરલોક સબંધી બીજી કોઈપણ જ છે કાર્ય કરતા નથી. એવા છો પણ રાતદિવસ પાપ બાંધ્યા જ કરે છે. કેટલીક મનુ એવા હોય છે કે જે લૈકિક કાર્યનો આ સાથે સાથે દાન પૂજા વગેરે ડાં થોડાં પારલૈકિક કાર્યો પણ કરે છે. પરંતુ તેવા મનુષ્યને ઘણોખરો સમય તે લેકિક કાર્ય
અથવા પાપમય પ્રવૃત્તિમાંજ જાય છે. જે મનુષ્યને આત્મતત્વનું જ્ઞાન થાય છે તે સમ્યગ્દષ્ટિ પુરૂષ પિતાને ઘણેખરે સમય
તે દાન, પૂજા અથવા આત્મતત્વની ચર્ચામાં જ વ્યતીત કરે છે. તથા સભ્યદૃષ્ટિ પુરૂષ-રત્નત્રયને ધારણ કરવાવાળા પુરૂષ જ પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કરવામાં જ સમય વ્યતીત કરી જલદી મેક્ષ મેળવે છે. આથી ભવ્યજીએ પોતાના સમય આત્મતત્વનું ચિંતવન કરવામાં જ વ્યતીત કરવું જોઈએ. આજ માત્ર આત્મકલ્યાણને ઉપાય છે. હવે પર પદાર્થોના સ્વરૂપને અલભ્ય કેણ માને છે તે કહેવામાં આવે છે –
प्रश्न---दृष्ट्वेत्यन्यस्वरूपं चालब्धं को मन्यते वद ।
For Private And Personal Use Only