________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મો
www.kobatirth.org
વૈરાગ્યસહિત આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, અનંતસુખ આપવાવાળા અને પોતાના ચિદાનંદમાં મગ્ન કરાવવાળાનું આત્માનુ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અને ભૂખ, તૃષા, રાગ, દ્વેષ, કષાય વગેરે સમસ્ત વિકારોથી રહિત માક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. આમ સર્વ ખાબત સમજીને મેક્ષ આપવાવાળા દેવ, શાસ્ત્ર, ગુરૂનો તથા અહિંસામય ધર્મના હંમેશાં વિનય કરશે જોઇએ.
ભાવાથ --જે પુરૂષ ભગવાન્ અરહંત દેવનું શ્રદ્ધાન કરે છે, તેમણે કહેલ ધર્મ અથવા શાસ્ત્ર પર દૃઢ વિશ્વાસ રાખે છે તથા નિગ્રંથ ગુરૂનું શ્રદ્ધાન કરે છે, તે પુરૂષ તેમના વિનય કરી શકે છે, ગુણામાં શ્રદ્ધા રાખવા છતાં પણ તે ગુણાને ધારણ કરવાની તીવ્ર લાલસા હોવાથી જ વિનય થઈ શકે છે. તથા એવી અવસ્થામાં શાસ્ત્ર તથા ગુરૂના વિનય કરવાથી પાપ કર્મોનો ક્ષય થાય છે, અને પુણ્યકર્મના બંધ થાય છે. તદુપરાંત જ્યારે તે ગુણને જે કોઇ પુરૂષ પોતેજ અપનાવે છે ધારણ કરે છે તે તેના પરિણામેામાં શુદ્ધતા એની મેળેજ પ્રાપ્ત થાય છે. સ્વાત્માનુભૂતિ ગુણ પ્રગટ થાય છે અને અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી દેવ, ગુરૂ, શાસ્ત્રના વિનય કરવા તે પ્રત્યેક ભવ્યજીવનું કર્તવ્ય છે. હવે વાત્સલ્ય ભાવાના મહિમા કહેવાય છે— प्रश्न वात्सल्येन विना स्वामिन् वैराग्यं सफलं न वा ।
અર્થ—હે વાની, વાત્સલ્યભાવ વિના વૈરાગ્ય સફળ ખને છે કે નહિ ?
उत्तर - जने समाने स्वमतस्थिते च सुसाधुवर्गे व्रतशीलतुल्ये । धर्मप्रचारे स्वहिते च लग्ने दक्षे सदा मोक्षपदप्रदाने ॥७४॥
वात्सल्यभावः सुखदो प्रमादात् भक्त्या सदा यैः क्रियते न मूढैः ॥ वैराग्यarai विफलौ हि तेषां ज्ञात्वेति पूर्वोक्तविधिर्विधेयः ॥७५॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ—જે અજ્ઞાની પુરૂષ પ્રમાદવશાત્ પોતાના મતમાં અથવા જૈનધર્મમાં સ્થિર રહેવાવાળા સાધ શ્રાવક ભાઇ ઉપર વાત્સલ્યભાવ ધારણ કરતા નથી, અથવા જેનાં વ્રત, શીલ, તપ, ભાવ વગેરે પોતાના જેવાંજ છે તેવા સાધુ ઉપર ભક્તિ
For Private And Personal Use Only
માર
૧૪૪ ॥