________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધ
www.kobatirth.org
ભાવાર્થ-મુનિરાજ શરીર ઉપર બીલકુલ મમત્વ રાખતા નથી આ ખાખત નિશ્ચિત છે. શરીર ઉપર મમત્વ ન રાખવાથી તે આહારના પણ સર્વથા ત્યાગ કરી શકે છે. પરંતુ અહારના સર્વયા ત્યાગ કરવાથી શરીર યોગ્ય સ્થિતિ પર રહી શકતુ નથી. અને તંદુરસ્ત શરીર સિવાય ધર્મયાન પણ થઇ શકતું નથી. અને ધ્યાન તથા જ્ઞાનની વૃદ્ધિ સિવાય કર્મોના નાશ ક્ષય થતો નથી. તેથી મેક્ષ પ્રાપ્ત કરવાવાળા પુરૂષોને કર્મોના નાશ કરવાની આવસ્યકતા પડે છે. કર્મોના નાશ માટે જ્ઞાન તથા ધ્યાનની આવશ્યકતા પડે છે અને શરીરને માટે આહારની આવશ્યકતા પડે છે. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન તથા ધ્યાનની વૃદ્ધિને માટેજ મુનિરાજ આહાર ગ્રહણ કરે છે, ખાદ્ગાર લેવાને માટે તેમને ખીજો કોઇ હેતુ હોઇ શકતાજ નથી.
હવે વિરક્ત બુદ્ધિ કેાની થાય છે તે કહેવાય છે—
प्रश्न - सुबुद्धिः विरतिः केषां शंसनीया गुरो वद । અ—ડે સ્વામિન્ ! વિરક્ત બુદ્ધિ કોની પ્રરાસનીય ગણાય છે તે કૃપા કરીને ડો.
उत्तर - स्वानन्दसाम्राज्यपदे पवित्रे कर्तुं निवासं स्वरसस्यपानम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तु यतन्ते विषमं कषायं बहिः प्रवृत्तिं भयदां सदा ये ॥ ९३ ॥ तेषां भवेदेव निजाश्रितानां प्रशंसनीया विरतिः सुबुद्धिः ।। ज्ञात्वेति भव्यैः परिपालनया पूर्वोक्तरीतिः सुखशांतिदात्री ॥ ९४ ॥
અથ—જે ભવ્યજીવ પોતાના ચિદાનંદરૂપી પવિત્ર સામ્રાજ્યપદમાં નિવાસ કરવા માટે હંમેશાં પત્ન કરે છે, પોતાના આત્મજન્ય અતીન્દ્રિય સુખનું આસ્વાદન કરવાનો પ્રયત્ન કરે છે તથા વિષય અને કષાયાનો ત્યાગ કરવાના પ્રયત્ન કરે છે, અનેક પ્રકારે ભય ઉત્પન્ન કરાવવાળી પેતાની બાહ્ય પ્રવૃત્તિઓના ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે અને જે હુમેશાં પોતાના શુદ આત્મામાં લીન રહે છે એવા ભવ્યછવોની સુષુદ્ધિ અને ત્યાગ બંને પ્રશંસનીય મનાય છે. એમ સમજીને સમસ્ત ભયં છોને સુખ અને શાંતિ આપવાવાળાં પૂર્વોક્ત કાર્યો કરવાના પ્રયત્ન કરવા જઈએ.
For Private And Personal Use Only
માર
પ્ર