________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મો૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે અથવા શરીરને હૃષ્ટપુષ્ટ ખનાવવા માટે આહાર લેતા નથી. પરંતુ એવી અવસ્થામાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે તે આહાર શા માટે લે છે ! તેના ઉત્તર એજ છે કે આ આત્માની સાથે અનતાનત કાળથી કર્માં લાગેલા હોય છે તથા કર્મોના ક્ષય વ્રત, તપ તથા ધ્યાન સિવાય કદીપણ થઇ શકતો નથી. તેથી કર્મોનો ક્ષય કરવા માટે ધ્યાન ધરવુંજ જોઈ એ. તથા તપશ્ચરણ કરવું જોઇએ. હવે શરીર સિવાય ધાન તથા તપશ્ચરણ પણ થઈ શકતાં નથી. અને આહાર સિવાય શરીર પણ ટકી શકતું નથી. આથી પરમ વીતરાગ મુનિરાજ આ શરીર ૬ા તપશ્ચરણ અને ધ્યાનની વૃદ્ધિને માટેજ આહાર ગ્રહણ કરે છે. અને તે પણ નવધાભક્તિયુક્ત ખત્રીસ અતરાય અને છેતઙીસ દોષો ટાળીને મળે તેજ લે છે. નહિ તો નહિ. તેથી દરેક ભવ્યછવે પોતાના શરીર પરથી મમત્વ છેડી દઈને આત્માને શુદ્ધ કરવાના પ્રયત્ન કરવો જોઇએ.
હવે સમસ્ત પરિગ્રહના ત્યાગ કરવા છતાં આહારના ત્યાગ કરવામાં આવતા નથી તેનું કારણ બતાવવામાં આવે છે
प्रश्न - सर्वसंगपरित्यागी किं न त्यजति भोजनम् ? |
અથ—હે સ્વામિન્ ! મુનિજન સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરે છે. પરંતુ તે ભેજનના ત્યાગ કેમ કરતા નથી તે કૃપા કરીને કહો.
उत्तर-न गृह्णाति यदि ह्यश्नं तर्हि देहो विनश्यति पूर्वकर्मस्थितेः शेषाज्जन्ममृत्युः पुनः पुनः ॥ ९१ ॥
अन्नं हि तनुस्थित्यर्थं तनुः स्यादूद्ध्यानवृद्धये । सर्वकर्मविनाशार्थं ध्यानं स्यान्न्यायसंगतम् । ९२ ।
અ—જો મુનિજન અન્ન ગ્રહણ નહિ કરે તે તેમનું શરીર અવશ્ય નાશ પામે. તથા શરીરનાં નાશ પામવાથી પહેલાનાં સંચિત કરેલ કર્મો તેમનેતેમ રહી જાય અને કર્મની સ્થિતિ તેવીને તેવી રહેવાથી તેનું ફળ ભોગવવા માટે વારવાર જન્મમરણના ફેરામાં સડોવાવુ પડે. જો મુનિરાજ ભાજન લે છે તેા રારોરની સ્થિતિ સારી તેવીને તેવો રહે છે. અને શરીરની સ્થિતિ આવી રહેવાથી ધ્યાનની વૃદ્ધિ થાય છે અને ધ્યાનથી સમસ્ત કમોના નારા થાય છે. આ ખાખત સાશે સત્ય છે તેથીત્ર મુનિરાજ આહાર ગ્રહણ કરે છે.
For Private And Personal Use Only
સાર
||૫૪||