________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધ૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવાથી વૈરાગ્યના વેગ વધે છે, સુખ અને શાંતિરૂપી જળની વૃદ્ધિ થાય છે અને અત્યંત મિષ્ટ એવા સ્વાત્માનુભૂતિરૂપી સરસ રસની વૃદ્ધિ થાય છે. જો પૂર્વોક્ત રીતથી ઉલટી રીતે ચાલવામાં આવે તો મન, વચન અને કાય વશ રહે નહિ, ઇન્દ્રિયોનો નિગ્રહ થઇ શકે નહિ, કષાય અને મેહ દૂર ન થાય, અને લેભ તથા કામને કાબુમાં આણી ન શકાય તો પછી આ જન્મમરણરૂપી સંસારની વૃદ્ધિ હમેશાં થતી રહે.
ભાવા. સંસારી જીવને અનેક પ્રકારે દુઃખ આપવાવાળાં કર્મ જ છે. મન વચન અને કાયાની ક્રિયાથીજ કર્મોની આસવ થાય છે. જે મન, વચન અને કાયની ક્રિયા સારીરીતે ચાલતી રહે તે કર્મોના આસ્રવ પણ વધુ પ્રમાણમાં થયા કરે અને કર્મોના આસવથી આ ષમ દુ:ખમય સસારની પણ વૃદ્ધિ થતી રહે. પરંતુ જ્યારે આ છવ મન, વચન કાયાને વશ રાખી તેમનાથી પાપય પ્રવૃત્તિ થવા ન દે અને અનુૠનથી પુણ્યરૂપી ક્રિયાઓ પણ થવા ન દે એટલે કે મન, વચન કાચની. સમસ્ત ક્રિયાઓના ત્યાગ કરી શુદ્ધ આત્માનું ચિંતવન કરે અથવા ધ્યાન ધરે ત્યારેજ તેના વૈરાગ્ય અથવા સુખ, શાંતિ અથવા સ્વાત્મજન્ય અતીન્દ્રિય સુખ વૃદ્ધિ પામે છે. જેવીરીતે મન, વચન અને કાયની સમસ્ત ક્રિયા કર્મોના આસવના કારણરૂપ છે તેવીજરીતે જોધ, વિષય, મેહ, લોભ કામ વગેરે આત્માના વિકારો કર્મોના બંધના કારણરૂપ છે. જો કષાયાદિક વિકારો ન થાય તે કર્માના આસ્રવ કંઇ કરી શકતો નથી. કેમકે આત્માની સાથે કર્મોના સબંધ કરાવવાળા તો કષાયાદિક વિકારાજ છે, અને તેથીજ આ કષાયોને સંસારની વૃદ્ધિના કારણરૂપ માન્યા છે. જ્યારે આત્મા પોતાના આત્માનું સ્વરૂપ સમજીને પોતાના આત્માને એ કષાયાદિક વિકારાથી દૂર રાખી પાંચે ઇન્દ્રિયોના વિષયથી દૂર રાખી શુદ્ધ ચિદાનંદ સ્વરૂપમાં લીન રાખે, ત્યારેજ તેના વૈરાગ્ય અંતિમ સીમા સુધી પહોંચે છે, અને તેજ વખતે સુખ શાંતિ પણ વિકસે છે અને ચિદાનંદમય અતંદ્રિય આત્મલીનતારૂપી રસની પ્રાપ્તિ થાય છે. તેથી મેક્ષઇચ્છુક ભવ્યજીવોએ મન, વચન અને કાયની સમરત શિયા તથા કષાયાદિક વિકારભાવોના ત્યાગ કરી પરમત્કૃષ્ટ વૈરાગ્યની વૃદ્ધિ કરવી જોઈએ જેથી પરભાવોનો નાશ થાય અને મેક્ષની પણ પ્રાપ્તિ થાય
હવે વૈરાગ્ય સાધકનું સ્વરૂપ કહેવામાં આવે છે— प्रश्न -- वैराग्यसाधकः कोऽस्ति शर्मदो वद मे गुरो !
For Private And Personal Use Only
સાર
૬૧