________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મો
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવો જોઇએ, એમાં લેશમાત્ર પણ સંદેહ નથી. તેથી એવી સ્વદયા તથા પરયાનુ પ્રત્યેક ભવ્યછવે પાલન કરવું જોઇએ. હવે વૈરાગ્યની દૃઢતાનું કારણ બતાવવામાં આવે છે प्रश्न - कर्मणा केन संतिष्ठेद् वैराग्यं शुद्धचेतसि ।
--
—
અ—હે સ્વામી ! શું કરવાથી આ વૈરાગ્ય શુદ્ધ હૃદયમાં દૃઢ રહી શકે !
उत्तर-रागादिभावकर्मभ्यो मोहादिद्रव्यकर्मणः । देहादिकर्मणोप्यात्मा भिन्नश्चिन्हेन सर्वदा ॥ ७८ दक्षिणादुत्तरो लोके पूर्वतः पश्चिमो यथा । ज्ञात्वेति शुद्धचिद्रूपे तिष्ठेद् यः परमात्मनि ॥७९॥ तस्य स्यात्सफलं जन्म वैराग्यं मोक्षसाधकम् । ज्ञात्वेति स्वात्मशुध्यर्थं यतन्तां भव्य बांधवाः८०
અ—જેવીરીતે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તદ્દન જુદીજ છે અને પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તદ્દન જુદીજ છે તેવીરીતે આત્મા માહનોંય આદિ દ્રવ્ય કર્મોથી તદ્દન અલગ છે તથા શરીરાદિક નોકર્મથી તદ્દન અલગજ છે, આત્માની આ ભિન્નતા તેના જ્ઞાનાદિક ગુણાથી અથવા જ્ઞાનદર્શનરૂપ લક્ષણથી આપોઆપ સિદ્ધ થઈ જાય છે, એમ સમજીને જે ભવ્યજીવ પોતાના શુદ્ધ ચિદાનંદમય પરમાત્મામાં લીંન રહે છે તેના જન્મ આ સસારમાં સફળ થયો એમ કહેવાય આમ સમજીને ભવ્ય જીવોએ પોતાના આત્માને શુદ્ધ કરવા માટે હંમેશાં પ્રયત્ન કરવો જોઇએ.
For Private And Personal Use Only
સાર
ભાવાર્થ—જ્યાં સુધી આ આત્મા રાગદ્વેષને વશીભૂત હોય છે અથવા જ્ઞાનાવરણાદિ આડ કર્મોને આધીન હોવાથી ષ્ટિ અનિષ્ટ પદાર્થો ઉપર રાગદ્વેષ કરે છે, અથવા શરીર ઉપર મમતા રાખે છે ત્યાંસુધી તેનો વૈરાગ્ય દૃઢ બની શકતાજ નથી, જ્યારે આ આત્મા આ રાગદ્વેષાદિકને અથવા કર્માને અને શરીરને આત્માથી તદ્દન અલગ માની લે છે તથા ખાત્માને આ સર્વેથી ભિન્ન માને છે, જ્ઞાન, દર્શન વગેરે લક્ષણેાથી તેનુ સ્વરૂપ કર્માદિકથી ભિન્ન માને છે અને અન માન્યા પછી પોતાના આત્માને પરપદાર્થોમાં લીન થવા ન દેતાં ફક્ત પોતાના આત્મામાંજ લીન થવા દઇ સમસ્ત રાગદ્વેષ અથવા વિકારોને દૂર કરી
॥ ૪૭।