________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
20મકે
સુધર્મો
સાર
હવે મુનિયેની વૈરાગ્યની વૃદ્ધિ વિષે કહેવાય છે–
प्रश्न-वैराग्यं वर्दते स्वामिन् कस्मिन् जीवे गुरो वद । અર્થ ગુરૂદેવ ! આ વૈરાગ્ય કયા છોમાં વધતો રહે છે તે કૃપા કરીને કહો. उत्तर-सर्वसंगवहिर्भूते शत्रुमित्रसमानके । मानापमानमुक्त हि देहमात्रपरिग्रहे ॥८५॥ X साधौ स्वसाधकं धीरे वैराग्यं वर्द्धते वरम् । पूर्वोक्तधर्मबाये न वंचके भेषमात्रके ॥८६॥
અ_જે મુનિ બાહ્ય અને અત્યંતર સમસ્ત વીસ પરિગ્રહુથી રહિત હોય છે, જે શમિત્રમાં સમાન ભાવ ધારણ છે કરે છે. જે માન અપમાન બનેથી સર્વથા રહિત હોય છે, જેમની પાસે શરીર માત્રજ પરિશ્રડ છે શરીર સિવાય બીજો કોઈપણ પરિગ્રહ નથી, જે પિતાના આત્માની સિદ્ધિમાં હમેશાં લીન રહે છે અને જે અત્યંત ધીરવીર હોય છે એવા મુનિરાજોના શ્રેષ્ઠ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. જે સાધુઓમાં પૂર્વોકત ધર્મ [ ગુણ ] હોતા નથી અને જે ફકત વેષ ધારણ કરી ફક્ત સંસારને ઠગે છે તેવા સાધુઓમાં વૈરાગ્યની વૃદ્ધિ અથવા વૈરાગ્યનું સ્થાન કદીપણ હોઈ શકતું નથી.
ભાવાર્થ-વીતરાગતા જ વૈરાગ્યની વૃદ્ધિનું કારણ છે. જ્યાં જ્યાં વીતરાગતા છે ત્યાં ત્યાં પરિગ્રડને ત્યાગ હોય છે સમતાભાવ હોય છે અને મોહ, મદ, માયા, કામ વગેરે સમસ્ત વિકારોને ત્યાગ હોય છે. તેથી જયાં વીતરાગતા છે ત્યાં રા. રાની વૃદ્ધિ થઈ શકે છે. જ્યાં વાસ્તવિક વીતરાગતા નથી, સમતાભાવ નથી, પરિગ્રહને ત્યાગ નથી આત્મકલયાણ કરવાની મારછા નથી. તથા જ્યાં ફકત શરીર અને ઈન્દ્રીઓને પોષવાની લાલસા રહે છે ત્યાં વૈ4.4 બીલકુલ સંભવી શકતા નથી ટકી શકતે પણ નથી. જે એવા પુરૂષને કદાચિત વૈરાગ્ય ઉત્પન્ન થાય તો ફકત સ્મશાન વૈરાગ્રજ ઉત્પન્ન થાય છે અને ફક્ત , અલ્પ સમય માટે જ રહે છે. શાશ્વત ટકી શકતો નથી. એટલી વાત તે તન્દન સત્ય છે કે વૈરાગ્ય સિવાય આત્માનું કલ્યાણ બીલકલ થઈ શકતું નથી. તેથી ભવ્ય જીવોએ આત્મકલ્યાણ કરવા માટે વૈરાગ્ય ધારણ કરી સમસ્ત પરિગ્રહોને ત્યાગ કરી છે
પ૧
For Private And Personal Use Only