________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મો૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વક વાત્સલ્યભાવ ધારણ કરતા નથી, મહિતમાં નિમગ્ન રહેવાવાળા અથવા મેક્ષમાર્ગ પર ચાલવાવાળા ભવ્ય ઉપર વાત્સલ્યભાવ ધારણ કરતા નથી, અને મેક્ષપદ આપવામાં અત્યંત ચતુર એવા આચાર્ય ઉપાચાય તથા આધુ ઉપર ભક્તિપૂર્વક સુખ આપવાવાળા વાત્સલ્યભાવ ધારણ કરતા નથી, એવા લોકોના વૈરાગ્ય અને જ્ઞાન બન્ને વ્યર્થ છે. એમ સદને ધર્મ ઉપર અથવા ધર્મને ધારણ કરવાવાળા મુનિ અથવા શ્રાવક ઉપર પ્રમાદ વગેરેને ત્યજી દઈને ભક્તિપૂર્વક હમેશાં વાત્સલ્યભાવ ધારણ કરો જે એ.
ભાવાર્થ શ્રાવકધર્મ અને મુનિધર્મ અને મોક્ષમાર્ગ છે. મુનિધર્મ સાત મોક્ષમાર્ગ છે અને શ્રાવકધર્મ પરપસુધી મેક્ષમાર્ગ છે. તેથી જે પુરૂષ મેાક્ષમાગ માં અથવા રત્નત્રયધર્મમાં અથવા ધર્મ, શાસ્ત્ર, ગુરૂમાં દૃઢ શ્રદ્ધા રાખે છે તે પુરૂષ દરેક ( શ્રાવક તેમજ સાધુ ) ઉપર વાત્સલ્યભાવ ધારણ કરી શકે છે. રત્નત્રયમાં અનુરાગ રાખવાવાળા પુરૂષજ શ્રાવક તેમજ મુનિ ઉપર વાત્સલ્યભાવ ધારણ કરી શકે છે. વાત્સલ્યભાવ રત્નત્રય ગુણના કારણરૂપ છે. તથા વાત્સલ્યભાવને અપનાવીરહેલ પુરૂષ રત્નત્રયમાં છે એમ કહી શકાય. તેથી ભવ્યત્ર ભલે મુનિ હોય કે શ્રાવક હોય તા પણ વાત્સલ્યભાવ ધારણ કરે છે. મુનિરાજ વિષ્ણુકુમારના દાખલા વાત્સલ્યભાવને માટે પુરતાજ છે. મુનિરાજ વિષ્ણુકુમારે ગાઢ ભક્તિ તથા વાત્સલ્યભાવને લીધે સાતમા મુર્તિયોના ઉપસર્ગ દૂર કરી, તે મુનિરાજ તેમજ શ્રાવકોના ધર્મની રક્ષા કરી હતી. તેથી દરેક સુનિ તેમજ શ્રાવકે વાત્સલ્યભાવ ધારણ કરવોજ જોઇએ, જે ભવ્યછત્ર વાત્સલ્યભાવ ધારણ કરતા નથી તેના હૃદયમાં રત્નત્રયથી પ્રેમ નથી એમ સમજી લેવુ જોઇએ. રત્નત્રયથી પ્રેમ તેના હૃદયમાં ન હોવાથી તેના વૈરાગ્ય પણ વ્યર્થ-નિષ્ફળ જાય છે, અને ઉચ્ચ પ્રકારનું તેનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે.
प्रश्न – स्वदया पाल्यते येन वैराग्यं तस्य कीदृशम् ।
અહે સ્વામી ! જે પુરૂષ પોતાના આત્માની યાનું પાલન કરે છે તેના વૈરોગ્ય કેવા મનાય છે ? उत्तर - स्वर्मोक्षदात्री स्वदयात्मनिष्ठैः स्वानन्दतृप्तैः परिपाल्यते यः । तथा परेषामसुरक्षणेन ग्बोधचारित्रविवर्द्धनेन ||७६॥
For Private And Personal Use Only
માર
૪૫