________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં૦
www.kobatirth.org
ભાવાર્થ—વાસ્તવિક વૈરાગ્ય તા તેનેજ કહી શકાય કે જેના ઉત્પન્ન થવા છતાં સુખ આપવાવાળા પદાર્થોમાં કદીપણ રાગ અથવા પ્રેમ ઉત્પન્ન ન થાય. એટલે સુધીકે વિરક્ત પુરૂષ પોતાના શરીર પર પણ મમત્વ રાખતો નથી તેા પછી સ્ત્રી, પુત્ર આદિક પરપદાર્થોમાં રાગ અથવા પ્રેમ કેવીરીતે રાખી શકે ! અર્થાત્ કદીપણ રાખતા નથી તેવીજરીતે વિરક્ત પુરૂષ દુઃખ આપવાવાળા કોઈપણ રાત્રુ ઉપર તથા જા કોઇપણ પદાર્થ ઉપર રાગદ્વેષ પણ કરતા નથી. વિરક્ત પુરૂષ રાગદ્વેષ બંનેના ત્યાગ કરી સમતાભાવ જ ધારણ કરે છે. સમતા ધારણ કરવાથી તેના મનમાં ખીલકુલ વિકાર ભાવ ઉત્પન્ન થતા નથી. અને વિકારભાવ ઉત્પન્ન ન થવાથી મનમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે. મન શુદ્ધ હોવાથી કર્મબંધનો અભાવ થાય છે અને ચાલુકાળે દુ:ખ આપી રહેલ કર્મોનો પણ નાશ થાય છે. આવીરોતે સર્વ કર્મોનો ક્ષય થવાથી વિરકત પુરૂષને મેાક્ષની પ્રાપ્તી જલ્દી થાય છે. તેથી રાગદ્વેષના ત્યાગ કરી સમતાભાવ ધારણ કરવો તે પ્રત્યેક ભવ્ય જીવનું કર્તવ્ય છે.
હવે વૈરાગ્યથી શુ' શુ' પ્રાપ્ત થાય છે તે કહેવામાં આવે છે
प्रश्न - विनयेनैव वैराग्यं स्याद्वा चान्यद्गुरो वद ।
અર્થહે ગુરુ ! આ સંસારમાં વિનયથી ચાલવાથી વૈરાગ્ય જ પ્રાપ્ત થાય છે કે બીજું કઈ માપ્ત થાય છે તે કૃપા કરીને કહેા.
કન્ન
- सर्वार्थसिद्धि परिणामशुद्धिं स्वात्मानुभूतिं सुखशांतिदात्रीम् । वैराग्यबोधं यतिधर्मसारं स्वानंदकन्दं सुखदं स्वरूपम् ॥७२॥ क्षुधातृषाद्वेषकषायुक्तं मोक्षं लभन्ते विनयान्विताः कौ । धर्मस्य देवस्य शिवप्रदस्य ज्ञात्वेति कार्यों विनयो गुरुणाम् ॥ ७३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ—આ સંસારમાં દેવ, શાસ્ત્ર, ગુરૂના વિનય કરવાવાળા પુષોને સમસ્ત પુરૂષાર્થની સિદ્ધિ કરવાવાળી પરિણામોની શુદ્ધતા પ્રાપ્ત થાય છે, યથાર્થ સુખશાંતિ આપવાવાળી પોતાના આત્માની અનુભૂતિ પ્રાપ્ત થાય છે, મુનિયોના ધર્મના સારભૂત
For Private And Personal Use Only
માર
॥ ૪૩॥