________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમે
અર્થ–આ સંસારમાં અનેક પ્રકારના રોગોનાં દુઃખ પ્રાપ્ત થાય છે, અને અનેક પ્રકારના ઈષ્ટવિગ અથવા અનિષ્ટ , સાર છે. સાગનાં દુ:ખ પણ પ્રાપ્ત થાય છે. આ સંસારરૂપી મહાસાગર આવા પ્રકારના અનેક દુ:ખેથી ભરપૂર છે. તથા આશા તથા જ ચિતાની લહેરે ક્ષણેક્ષણે વહે છે. આવા આ દુઃખદ સંસારમાં આ અજ્ઞાની સંસારી જીવ સમતારૂપી પરિણામે ધારણ ન દ કરવાને લીધે મન્મત્ત થઈને પરિભ્રમણ કર્યા કરે છે. આવી રીતે આનું સ્વરૂપ સમજ્યા પછી આ સંસારરૂપી સમુદ્રને સુકઆ વવા માટે પ્રયત્ન કરે જઈએ. સંસારમાંથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ભાવાર્થ-આ સંસારમાં રોગ, શોક, ભય, ઈષ્ટવિયોગ, અનિષ્ટ યોગ વગેરે અનેક પ્રકારના દુ:ખ ભરેલાં છે. પરાંતુ છે સમતા ધારણ કરવાથી તે સર્વ રોગ-દુ:ખ દૂર થાય છે. કેમકે જેટલાં દુઃખ થાય છે તે રાગદ્વેષને લીધે જ થાય છે. પરંતુ સમતા ધારણ કરવાથી તે ઈષ્ટ અને અનિષ્ટ સર્વ સરખાં માનવાં પડે છે. સર્વ ઉપરથી રાગદેષ છોડવો પડે છે. પછી કોઈ
પ્રકારનું દુઃખ ઉત્પન્ન થતું નથી. તેથી આ સમતા ધારણ કરી આ દુ:ખદ સંસારમાંથી પાર ઉતરવા પ્રયત્ન કર આ જોઇએ અને આત્મજન્ય અનંત સુખની પ્રાપ્ત કરી લેવી જોઈએ.
હવે પરિગ્રહનું સ્વરૂપ કહેવાય છે
प्रश्न-कीहशा विधते संगः चिन्हं वा तस्य कीदृशम् ? હે સ્વામી, પરિગ્રહ કે છે તેનું સ્વરૂપ કૃપા કરીને કહે. उत्तर-अन्तबंहिआंदकृताविभेदः कषायरूपं बनधान्यरूपः।
ममत्वचिन्ही नरकप्रदा वै संसारहेतुः कलहस्य केतुः ॥५२॥ ज्ञात्वेति संगस्य स्वरूपमीहा त्यक्त्वा ममत्वं धनधान्यकादिम् ।
निःसंगरूपं सुखदं पवित्रं ध्यायन्तु शुदं च निजात्मरूपम् । ५२॥ અર્થ–પરિગ્રહના બે ભેદ છે. અંતરંગ અને બહિરંગ. અંતરંગ પરિગ્રહ કવાયરૂપ છે. અને બહિરંગ પરિગ્રહ
For Private And Personal Use Only