________________
પાલિતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
ફરિયાદ એજન્સીમાં કરવામાં આવી હતી અને એજન્સી મારફત જ એના ફૈસલા મેળવવામાં આવ્યા હતા, આ ફે"સલામાં કયારેક જૈનોની માગણીના સ્વીકાર થયેલા જોવા મળે છે, તે કયારેક જૈનોની માગણી નકારી કાઢવાના પ્રસંગેા પણ બન્યા છે. અને છતાં એજન્સીની દરમિયાનગીરીથી જૈનોને એકંદર વધુ લાભ જ થતા રહ્યો હતા અને તીર્થની અને યાત્રિકાની રક્ષા કરવાનું કામ વધારે સુગમ પણ થઈ પડ્યું હતું. એમાં શક નથી. આમાં સૌથી મોટી વાત તેા એ હતી કે પાલિતાણા રાજ્ય વિરુદ્ધની એજન્સીમાં કરેલી ફરિયાદો વખતે પાલિતાણુા રાજ્ય જેવી સત્તાને પણ વાદી કે પ્રતિવાદી રૂપે ઊભા રહેવાના પ્રસગ આવતા હતા. આ પરિસ્થિતિ જૈન સ અને પેઢીને માટે જેમ આવકારદાયક હતી તેમ પાલિતાણાની રાજસત્તાના મનમાં ખૂબ નારાજી ઉત્પન્ન કરે અને ખટકે એવી પણ હતી.
સને ૧૭૮૮ પછી શત્રુંજયના યાત્રિકોની, રાજ્ય તરફથી મનસ્વી રીતે ગમે તે રકમને મુંડકાવેરા ઉઘરાવવા રૂપે કે બીજી રીતે, જે કંઈ કનડગત થયા કરતી હતી એની સામે જૈન સઘના અવાજ ઊઠાવી શકાય એવી તકની જૈન સંધ રાહ જ જોતા હતેા. અને સને ૧૯૨૦ની સાલમાં કાઠિયાવાડમાં એજન્સીનું થાણું શરૂ થવાને કારણે આવી તક જૈન સઘને મળી જવા પામી હતી. આ તકના સૌથી પહેલવહેલા લાભ, એજન્સીનું થાણુ સ્થપાયું એ જ અરસામાં, મુંબઈના શાહસાદાગર શેઠ માતીચ અમીચંદ તથા અમદા વાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજ શેઠ શ્રી હેમચંદ્ર વખતચંદ તેમજ બીજાએની સહીથી મુંબઈના ગવર્નર માનનીય માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનને તા. ૩૦-૮-૧૮૨૦ ના રાજ કરવામાં આવેલી અરજીરૂપે લેવામાં આવ્યેા હતા. આ અરજીમાં પાલિતાણા રાજ્ય સામેની જે જે ફરિયાદો માટે દાદ માગવામાં આવી હતી તેની વિગતા આગલા રખાપાના પ્રકરણમાં આપવામાં આવી જ છે એટલે એને અહી' એવડાવવાની જરૂર નથી. સાથે સાથે એ કહેવાની પણ જરૂર નથી કે સને ૧૮૨૧ની સાલમાં કેપ્ટન ખન વેલની દરમિયાનરીગીથી, વાર્ષિક રૂ. ૪૫૦૦/- ની રકમના રખેાપાને લગતા બીજો કરાર થયા તે પણ આ અરજીને કારણે જ. અહીં તે ખાસ સૂચવવાના મુદ્દો એટલા જ છે કે, એજન્સીની સ્થાપના થયા પછી પાલિતાણા રાજ્ય તરફથી થતી જાતજાતની કનડગતને દૂર કરવાના તેમજ પાલિતાણા રાજ્યની સામે દાદ માગવાના માર્ગ ઠીક ઠીક પ્રમાણમાં સરળ થઈ ગયા હતા. અને છતાં આવી કનડગતા સદંતર ખધ જ થઈ ગઈ હતી અથવા સારા પ્રમાણમાં ઘટી જવા પામી હતી એમ કહી શકાય એવી આવકારદાયક સ્થિતિ સર્જાવા પામી ન હતી. એટલે સાચાં ખાટાં કે નાનાં-નજીવાં કારણસર પણ પાલિતાણા રાજ્ય સાથે જૈન સ`ઘને અવારનવાર અથડામણમાં ઊતરવાના પ્રસંગ આવતા જ રહેતા હતા, જેની કેટલીક વિગત અહી નીચે
આપવામાં આવી છે,
'
# ! ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org