________________
૫
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
પાલીતાણાના ન્યાયાધીશે પિતાના આ હુકમમાં અંગારશા પીર ઉપર મુસલમાન જમાતનો માલિકી હકક હોવાની જે વાત કરી હતી તે સાવ નિરાધાર, કલિપત અને જૈન સંઘના કાયદેસરના હક્કની અવગણના કરે તેવી હતી એ અંગે વિશેષ કહેવાની એટલા માટે જરૂર નથી કે સને ૧૮૭૭ ના મુંબઈ સરકારના નં. ૧૬૪૧ ના ઠરાવમાં એ વાત બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી હતી.
આ પછી તા. ૨૯-૪-૧૯૦૩ના રોજ મુસ્લિમ જમાત તરફથી પાલીતાણાના દરબારશ્રી સમક્ષ એક અરજી કરીને આ દરગાહ અને એની આસપાસની જમીન ઉપર મુસલમાન જમાતની એટલે કે પંચની માલિકી હોવાનું જણાવીને તા. ૨૧-૪-૧૯૦૩ના રોજ પેઢીના ત્રીસથી ચાળીસ માણસેએ તથા મુનિમે ચૂને, રેતી વગેરે બાંધકામને માલસામાન ફેંકી દીધે તેમ જ બાંધકામ તેડી પાડ્યું તે માટે પેઢીના મુનિમ દુલભજી સામે, આ અરજીમાં જે દસ નામ રજૂ કરવામાં આવ્યાં છે તેમ જ, સુલેહનો ભંગ કરવામાં જે જે માણસે સામેલ હતાં તેમની સામે સુલેહને ભંગ કરવા માટેનાં પગલાં ભરવાની અને દરેક પાસેથી જામીન લેવાની માગણી કરવામાં આવી હતી. આ અરજીમાં એક વાત એવી પણ સેંધવામાં આવી હતી કે એ જગ્યામાં અમારા તરફથી કાયમને માટે એક માણસ રાખવામાં આવે છે.
મુસ્લિમ જમાત તરફથી આ જગ્યાની માલિકી હકક પિતાને લેવાથી તથા ત્યાં કાયમને માટે પોતાને એક માણસ રાખવાની જે વાત કહેવામાં આવી હતી તે પણ કેવળ હડહડતું જુઠ્ઠાણું તથા ઉપજાવી કાઢેલી જ હતી તે મુંબઈ સરકારના સને ૧૮૭૭ના ઠરાવ નં. ૧૬૪૧ મુજબ સ્પષ્ટ જ હતું.
પાલીતાણું રાજ્ય વતી એના એકિંટગ દીવાન શ્રી દેલતરામ મતીરામની સહીથી તા. ૩૦-૪-૧૯૦૩ના રોજ એક હુકમ જારી કરવામાં આવ્યું હતું. આ હુકમ તા. ૧૫-૪-૧૯૦૩ ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વતી મુંબઈના સેલિસિટર મેસર્સ એલ ગુલાબચંદ એન્ડ વાડિયાએ પાલીતાણાના ઠાકરશ્રીને જે અરજી કરી હતી તેના જવાબરૂપે આપવામાં આવ્યા હતા. આ હુકમમાં મુખ્યત્વે બે બાબતને નિર્દેશ કરવામાં આવ્યો હતો ઃ (૧) અરજદાર પોતાના વાંધાના સમર્થનમાં મુંબઈ સરકારના (ન. ૧૬૪૧ ના) ઠરાવ ઉપર મદાર રાખે છે. આ ઠરાવ ચાલુ કેસ ઉપર કેટલી અસર કરે છે અને એનું સાચું ક્ષેત્ર કેટલું છે તે નક્કી કરવા માટે બંને પક્ષકારેની રીતસર સુનાવણી થાય એ જરૂરી છે. એટલા માટે તા. ૧૫-૫-૧૯૦૩ ની તારીખ રાખવામાં આવે છે. એ વખતે બંને પક્ષકાએ હજર કેર્ટમાં હાજર રહેવું. (૨) બંને પક્ષકારોને સાંભળ્યા પછી હુકમ ન આપવામાં આવે ત્યાં સુધી મુસ્લિમ કેમને સૂચવવામાં આવે છે કે એણે અંગારશા પીર ઉપરનું કામ બંધ રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org