________________
૨૫૫
પીના કાર્યક્ષેત્રને થયેલ વિસ્તાર હાલમાં આવેલી અગવડ દૂર થશે માટે આ બાબત આપની કમીટીમાં મૂકી યોગ્ય વિચાર કરી ઘટતું કરશે. હવેથી આ તીર્થનો વહીવટ સંબંધી મારી કોઈ જાતની દરમિયાનગીરી નથી મેરબાની કરીને જુદા રાખશે. આ પેઢીને આવો ધર્મ જ છે કે જે તીર્થ અગવડમાં આવ્યું હોય તેને અગવડમાંથી કાઢી રસ્તેસર મૂકવું આમાં મારા લખાણમાં કાંઈ બાંધ આવતા હોય તે હું આપની મરજી પ્રમાણે લખી આપવા તૈયાર છું. મુદ્દો એટલો છે કે તીર્થનું સારું થાય સદરું કામ પ્રતિષ્ઠા પૂરતું જેમ બને તેમ તાકીદે પૂરૂ કરાવશે ને આવતી સાલમાં પ્રતિષ્ઠા થાય તેમ કરશો.
એ જ લિ. સેવક
(સહી) સારાભાઈ ડાહ્યાભાઈના પ્રણામ.” શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ એ વસ્તુસ્થિતિની નિખાલસ રજૂઆત કરતાં આ પત્રમાં આ તીર્થ સંબંધી પ્રવર્તમાન વાસ્તવિક સ્થિતિ એવી સારી રીતે રજૂ કરી હતી અને આ રજૂઆત એવા લાગણીભીના શબ્દોમાં કરવામાં આવી હતી કે જેથી પેઢીના મોટા વહીવટદાર પ્રતિનિધિઓએ (જેઓ અમદાવાદમાં હાજર હતા તેમણે) શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈની માંગણીને એકી અવાજે અને સહર્ષ સ્વીકાર કર્યો હતે. આ રીતે છેવટે આ તીર્થનો વહીવટ પરમાનંદજી કલ્યાણજી પેઢીમાંથી બદલાઈને શેઠ આણંદજી કલ્યાણજીના નામથી ચાલવા લાગ્યું હતું. આ ઘટના પેઢીની પરંપરાગત તીર્થરક્ષાની પ્રણાલિકાને શોભા આપે એવી હતી.
અને સાચે જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ તીર્થને વહીવટ સંભાળી લીધા પછી ખર્ચની કોઈ પણ જાતની ચિંતા સેવ્યા વગર Wા ખર્ચમાં કરકસર કર્યા વગર શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈની ઈચ્છા મુજબ એક આલિશાન અને ભવ્ય જિનાલય ખડું કર્યું હતું અને ધર્મશાળા વગેરેને વહીવટ જુદે રાખ્યો હતો. આ જિનાલય તૈયાર થયા પછી વિ. સં. ૨૦૦૨ માં વૈશાખ સુદી ૧૦ના દિવસે પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિની પવિત્ર નિશ્રામાં ઉલલાસપૂર્વક આ પ્રાચીનમાંથી નવીન બનેલ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વિશાળ ચગાનમાં ચારેકોર ધર્મશાળાઓથી વીંટળાયેલું અને વચ્ચે ખાલી મેદાનથી વિશેષ શોભાયમાન બનેલું આ આલિશાન જિનાલય ખરેખર એક નમૂનેદાર અને ભવ્ય બન્યું છે એમાં મુખ્ય ગભારામાં ભગવાન શેરિસા પાર્શ્વનાથની શ્યામ રંગની વિશાળ પરિકર સાથેની મેટી નવી જિનપ્રતિમા પધરાવવામાં આવી છે અને જે પ્રતિમા જમીનમાંથી મળી આવી હતી તેની પ્રતિષ્ઠા જિનાલયના સેંયરામાં કરવામાં આવી છે. આ રીતે શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ સ્થાપેલ પરમાનંદજી કલ્યાણજીની પેઢીના હાથમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org