________________
દ
(૩) શ્રી આદ્રેશ્વર ભગવાનનું દેરાસર.
(૪) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર.
ઉપર જણાવેલાં ચારે દેરાસરા ઝવેરીવાડમાં વાઘણુપાળમાં આવેલાં છે. (પ) ઘીકાંટા રોડ ઉપર નવતાડની પાળ પાસે આવેલ શ્રો શ ંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર. મૂળ આ દેરાસરના વહીવટ શેઠ શ્રી મગનલાલ કરમચંદ હસ્તક હતા.
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
(૬) ઢોશીવાડાની પાળમાં આવેલુ અષ્ટાપદજીનું દેરાસર.
આને વહીવટ પણ પહેલાં શેઠ શ્રી મગનલાલ કરમચંદ હસ્તક હતા. (૭) શ્રી રામજીમંદિરની પાળમાંનું દેરાસર,
(૮) જમાલપુર પેઢીના ખ્વાકવાળા કમ્પાઉન્ડમાં આવેલુ દેરાસર.
(૧૫) શ્રી શાન્તિસાગરજીના ઉપાશ્રય :
આ ઉપાશ્રયનું મકાન અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં દેવસાના પાડાની પાસે આવેલુ છે અને તે દેવસાના પાડાનો જ એક ભાગ ગણાય છે. આ ઉપાશ્રય અને એની મિલકત અંગે છેક સને ૧૮૮૮ની સાલમાં એટલે કે લગભગ એકાદ સકા પહેલાં એ ઉપાશ્રયના માલિક શ્રી શાંતિસાગરજીએ પેાતાની સ્થાવર ત્થા જંગમ મિલકત અંગેનુ એક વસિયતનામુ પેાતાની હયાતીમાં કર્યુ” હતું.
આ વસિયતનામાની શરૂઆતમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છેઃ
અમા નીચે સહી કરનાર પ્રથમ નામ સરૂપચંદ કસ્તુરચંદ વેશ ધારણ કરાથી શાન્તીસાગરજી જ્ઞાતે ઓસવાળ શ્રાવક ઉંમર આશરે વરસ૪૮ની કસમ ધર્મ ઉપદેશ દેવાના રહેવાસી હાલ અમદાવાદમાં દેવસાના પાડા આગળ ચારની ગરેસામે (આ શબ્દના અર્થ સમજાતા નથી) મકાનમાં રહું છું. પ્રથમ ઇડરના રહીશ છુ' મેં રવીસાગરજી પાસે માથુ મુંડાવી તેમના વેશ ગ્રહણ કરેલેા. ખાદ સીધાંત શ્વેતાં ચારીત્ર મારગની દુર’ધરતા દેખીને તે પ્રમાણે પાલવાને મારી શક્તિ નહી' હોવાથી તે વેશથી મુક્ત થઈ અહી’આ રહ્યો છુ...............
વસિયતનામાની શરુઆતના આ લખાણ ઉપરથી એ વાત ફલિત થાય છે જે આ પ્રમાણે છે : એક તા શાંતિસાગરજીએ કોઈક સમયે પેાતાના સાધુવેશના પરિત્યાગ કરીને ગૃહસ્થપણું સ્વીકાર્યું" હતુ અને પેાતાના અસલ નામ સરૂપચંદ્ર કસ્તુરચંદ' એ નામથી આ વસિયતનામું કર્યું હતું. બીજી વાત એ ફલિત થાય છે કે એમણે પ. પૂ. મુનિશજ શ્રી રવિસાગરજી મહારાજ પાસે ઢીક્ષા લીધી હતી. આ વિસાગરજી મહારાજ તે ૫. પૂ. યાગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરના દાદાગુરુ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org