________________
શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ (૪) પુસ્તકો વગેરે માટે સંપૂર્ણ અથવા પૂરક સહાય :–
પ. પૂ. સાધુ-સાધ્વીજીઓ માટે, પાઠશાળા ચલાવવા માટે કેટલીક સહાય આપ્યાની વિગત ૧૬ મા પ્રકરણમાં આપવામાં આવી છે તે ઉપરાંત પુસ્તક વગેરે માટે પેઢી તરફથી જે સહાય આપવામાં આવી છે તેની વિગત નીચે મુજબ છેઃ – તા. ૨૪-૪-૧૯૨૦ ના રોજ કલકત્તામાં પંડિત શ્રી હરગોવિંદદાસે તૈયાર કરેલ પ્રાકૃત
કોષ (પાહાસદ્ધમહણ) છપાઈ રહ્યું હોઈ તેમાં જ્ઞાનખાતામાંથી રૂ. ૧૦૦૦ની
મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૩-૧૨- ૧૯૨૯ના રેજ જેનીઝમ ઈન નોર્થ ઇન્ડિયા નામની ચોપડી મી.
ચીમનલાલ જે. શાહે લખી હતી તેના માલિકી હક (કૅપીરાઈટ) પેઢીને મળે એવી શરતે
ઓક્ષફર્ડ પ્રેસમાં એક હજાર નકલો છપાવવાને રૂ. ૫૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૯-૫-૧૯૩૦ ના રોજ કે. એન. જી. સુરાને પત્ર અર્ધમાગધી શે ક્રિટીકેલી એડીટ કરાવવા બાબત આવ્યું. યુનિવસીટીએ નિર્માણ કરેલ સૂત્રોમાંથી એક
સૂત્ર ગ્રંથ નેટ સાથે પેઢી તરફથી પ્રકાશિત કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૨૨-૧-૧૯૩૧ના રોજ પંજાબના ભંડારોના કિંમતી જૈન શાસ્ત્રનાં પુસ્તકોનું લીસ્ટ તૈયાર કરવાના કામને માટે રૂ. ૧,૦૦૦ જ્ઞાન ખાતે લખીને પંજાબ આત્માનંદ
જૈન સભાને મોકલી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૧૬-૨-૧૯૩૩ ના રોજ જેન ચિત્રકલ્પદ્રુમ સચિત્ર છપાવવા માટે રૂ. ૫,૦૦૦ની
માંગણી નવાબ સારાભાઈ મણિલાલે કરી. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ તે પુસ્તક છાપવું ઉપચગી છે તેવું જણાવે તો તે પુસ્તક છપાવવા માટે રૂ. ૫,૦૦૦ ધીરવાનું અને જામીન થનાર શેઠ બકુભાઈ મણિલાલ પાસે ત્રણ
વર્ષની મુદતથી નાણાં પાછાં આપવાના જામીન લખાવી લેવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૨૮-૩-૧૯૩૫ના રોજ શ્રી સિદ્ધહેમલgવૃત્તિની ૫૦૦ નકલે છપાવવાનો રૂ. ૧૪૩૪
મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૮-૩-૧૯૩૮ના રોજ મહારાજ શ્રી વિદ્યાવિજયજીની સૂચના મુજબ સિદ્ધહેમચંદ્રની લઘુવૃત્તિની ટીકાની બીજી આવૃત્તિની પાંચસે નકલો છપાવવા માટે રૂ. ૮૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા અને એ ૫૦ નકલ વીરતત્વ પ્રકાશન મંડળને ભેટ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. તા. ૨૮-૧૨-૧૯૩૯ના રોજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મપ્રચારક સમિતિને ધર્મ પ્રચાર માટે માળવા, મેવાડ, યુ.પી, બંગાળ વગેરે ઠેકાણે પાઠશાળાઓ માટે સ્થા પુસ્તકે માટે રૂ. ૧૨૦૦ મંદદર તરીકે આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org