________________
२०
પેઢીનાં પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ
ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ પેઢીના પ્રમુખશ્રીઓ :
(૧) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ (તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૩૧-૧૦-૧૮૮૭) (૨) શેઠ માયાભાઈ પ્રેમાભાઈ (તા. ૨-૧૧-૧૮૮૭ થી તા. ૩-૮-૧૯૦૨) (૩) શેઠ લાલભાઈ દલપતભાઈ (તા. ૧૮-૧-૧૯૦૩ થી તા. પ-૬-૧૯૧૨) (૪) શેઠ ચીમનલાલ લાલભાઈ (તા. ૧૩-૬-૧૯૧૨ થી તા. ૨૧-૮-૧૯૧૨) (૫) શેઠ કસ્તૂરભાઈ મણીભાઈ પ્રેમાભાઈ (તા. ૧-૧-૧૯૧૩ થી તા. ૧૨-૧૦-૧૯૨૮) (૬) શેઠ કસ્તુરભાઈ લાલભાઈ (તા. ૨૫-૧૦-૧૯૨૮ થી તા. ૮-૩-૧૯૭૬) (૭) (વર્તમાન પ્રમુખશ્રી) શેઠ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (તા. ૮-૩-૧૭૬ થી)
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પેઢીના પ્રમુખપદે કાયદેસર રીતે તા. ૨૫-૧૦-૧૯૨૮ના રોજ ચૂંટાયા હતા, કારણકે તે પહેલાં તેઓ પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવતા હતા. પણ તેઓ કાયદેસર પ્રમુખ ચૂંટાયા તે પહેલાં નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની ગેરહાજરીમાં મોટે ભાગે વહીવટદાર પ્રતિનિધિઓની સભાનું પ્રમુખપદ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જ સંભાળતા હતા. કેટલાક પ્રમુખશ્રીઓની વિશિષ્ટ કામગીરી :(૧) નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈના સમયમાં પેઢીનું સૌથી પહેલવહેલું બંધા
રણ ૧૮૮૦માં ઘડાયું. તેઓ મુંબઈ ઇલાકાનાં ગવર્નરની તેજીસ્લેટીવ કાઉન્સિલના એક સભ્ય પણ હતા. ઈ. સ. ૧૮૮૬ માં પાલીતાણું રાજ્ય સાથેને રખોપાને એથે કરાર પણ એમના સમયમાં થયો હતો. પાલીતાણા ગયેલ એક સંઘના કેટલાક યાત્રિકોની માલમિલકતની લૂંટ એમની ચઢવણીથી બીજાઓએ કરી હતી, એવા પાલીતાણા રાજ્યે એમના ઉપર મૂકેલ આક્ષેપ સામે એમણે મુંબઈ સરકારમાં એવી સજજડ રજૂઆત કરી હતી કે જેથી મુંબઈ રાજ્યના લખવાથી પાલીતાણા રાજયે પિોલી. એજન્ટ પાસે નગરશેઠ પ્રેમાભાઈ ઉપર આવો આક્ષેપ મૂકવા બદલ દિલગીરી બતાવવી પડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org