________________
ર૧. ઉપસંહાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઈતિહાસને બીજો ભાગ અહી પૂરો થાય છે તે અંગે હવે કંઈ વિશેષ લખવાનું બાકી રહ્યું હોય એમ મને ભાગ્યે જ લાગે છે.
બે ભાગમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસ અંગેની જે કંઈ અલપસ્વલ્પ માહિતી રજૂ કરવાનું મારાથી બની શક્યું છે તે પેઢીના વિશાળકાય દફતરને આધારે જ બની શકયું છે એમાં શક નથી.
પેઢીનું દફતર જંગી કહી શકાય એટલું બહોળું છે અને તે સારી રીતે સચવાયેલું છે અને એને આધારે કેટલાય વિષય સંબંધી માહિતી મળી શકે એમ મને એ દફતર તપાસતાં ચક્કસ લાગ્યું છે. જેમ કે, પ્રાચીન ભાષા અને લિપિ સંબંધી માહિતી, જે તે કાળનાં ચલણી નાણુ તથા હડિયામણ સંબંધી ચોપડામાં સંગ્રહાયેલી માહિતી, સામાજિક કે રાજકીય ઘટનાઓ સંબંધી કેટલીક માહિતી, કેટલીક ' યાદગાર ઘટનાઓ સંબંધી માહિતી-એમ અનેક વિષયોને લગતી માહિતી આમાં સચવાયેલી છે. ભારતીય પરંપરાના સંદર્ભમાં જૈન પરંપરામાં પ્રવર્તમાન પરિસ્થિતિ તેમ જ એ પરંપરામાં બનેલી વિશિષ્ટ ઘટનાઓને લગતી માહિતી આ દફતરમાં સચવાયેલી છે. મતલબ કે જે દૃષ્ટિએ અભ્યાસ કરવો હોય તે દષ્ટિને પુષ્ટિ મળે એવી વિવિધ પ્રકારની માહિતી આ દફતરમાં સંગ્રહાયેલી છે.
આ બધી સામગ્રીનું આકલન કરવામાં આવે તે એને આધારે અનેક વિષયના ગ્રંથે તૈયાર થઈ શકે એમ મને લાગે છે પણ આવું મહેનત અને મથામણનું કામ કેણ માથે લે એ જ સવાલ છે. મારામાં તો એમ કરવાની કોઈ શક્તિ જ રહી નથી.
વર્તમાન જૈન સમાજને મારી નજર સમક્ષ રાખીને તેની પેઢી સમક્ષ રજૂ કરવા જેવી જે આધારભૂત માહિતી આ દફતરમાંથી હું તારવી શક્યો એટલી જ રજૂ કરી શક્યો છું એ મારે કબૂલ કરવું જોઈએ, આ માહિતી રજૂ કરવામાં મારું દષ્ટિબિંદુ એ જ રહ્યું છે કે જૈન સંઘની વર્તમાન પેઢી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઈતિહાસ મારફત જૈન પરંપરાની કેટલીક ઉત્તમ અને ધ્યાનમાં લેવા લાયક તેમ જ અનુકરણ કરવા લાયક ઘટનાઓથી માહિતગાર બને.
જેને આધારે આ ઇતિહાસ લખી શકાય છે તે મુખ્યત્વે પેઢીનું વિશાળકાય દફતર છે એ સારી રીતે સચવાયું ન હોત તો આ રીતે ઇતિહાસ લખવાનું કામ હું ન કરી શકત તેથી એક વાતનો અહીં નિર્દેશ કરવો ઉચિત લાગે છે કે મેં આ સામગ્રીની તપાસણી કરી તે દરમ્યાન જુદા જુદા દફતરોમાં સચવાયેલી સામગ્રી ઠીક ઠીક પ્રમાણમાં આઘીપાછી કે આડી-અવળી થઈ જવા પામી છે એટલે પેઢીના સંચાલકોને મારી વિનંતી છે કે તેઓ પેઢીનાં દફતરની સુવ્યવસ્થિત રીતે ફરીથી ગોઠવણી કરવાની કૃપા કરે. આ પુસ્તક લખતાં મારાથી જે કંઈ ભૂલચૂક થવા પામી હોય તે માટે હું ક્ષમાયાચના કરું છું.
–રતિલાલ દીપચંદ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org