________________
રેટ
પેઢીના કાર્યક્ષેત્રનો થયેલ વિસ્તાર તીર્થોને પરિચય મેળવવું હોય તેઓને ઉપયોગી થાય એવાં નીચેનાં પુસ્તકોને અહીં નિર્દેશ કરીને જ સંતોષ માનું છું. (૧) જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ ૧ થી ૩, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ
ત્રણેક દાયકા પહેલાં પ્રગટ કરેલ. (૨) જૈન તીર્થોને ઇતિહાસ,
લેખકે – પ. પૂ. મુનિ શ્રી દર્શનવિજયજી, પ. પૂ. મુનિ શ્રી જ્ઞાનવિજ્યજી અને પ. પૂ. મુનિ શ્રી ન્યાયવિજયજી એ ત્રિપુટી તરીકે પ્રસિદ્ધ મુનિવરે.
આ ગ્રંથનું પ્રકાશન શ્રી ચારિત્ર્ય સ્મારક ગ્રંથમાળા તરફથી ત્રણેક દાયકા પહેલાં થયેલ છે. (૩) ડાંક વર્ષ પહેલાં મદ્રાસના શ્રી મહાવીર જૈન કલ્યાણ સંધ તરફથી “તીર્થ.
દર્શન” નામે પુસ્તક બે ભાગમાં બહાર પાડવામાં આવ્યું છે. આ ગ્રંથની ધ્યાન ખેંચે એવી વિશેષતા એ છે કે તે આ ગ્રંથ આર્ટ પેપર ઉપર છાપવામાં આવે છે અને તેમાં દરેક જિનાલયના તેમ જ મૂળનાયકનાં
બહુરંગી ફેટા આપવામાં આવ્યા છે. (૪) આ ઉપરાંત શ્રી શત્રુંજય મહાતીર્થને સંક્ષિપ્ત સચિત્ર પરિચય જાણીતા
પુરાતત્વવિદ શ્રી એમ. એ. ઢાંકીએ લખેલ “તીર્થાધિરાજ શ્રી શત્રુંજય નામે પુસ્તિકામાં આપવામાં આવ્યો છે જે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રગટ થયેલ છે.
વિશેષ નોંધ આ આખાય પ્રકરણમાં જે કંઈ માહિતી આપવામાં આવી છે તેનું જે સાહિત્ય પેઢીના વિશાળ દફતરમાં સચવાયું છે તેની કેટલીક વિગત અત્રે આપવી જરૂરી લાગે છે. દરેક તીર્થના વહીવટ અંગેનાં કાગળીયા પેઢીના દફતરમાં જે રીતે નંબર આપીને રાખવામાં આવ્યાં છે તેના નંબરે નીચે આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ તીર્થસ્થાનમાંથી કઈ પણ તીર્થસ્થાન અંગે કેઈને પણ વિશેષ સંશોધન કરવું હોય તે આ માહિતી કંઈક અંશે ઉપગી નીવડશે. (૧) સાદરી – કારખાનાને વહીવટ સોંપવા બાબત બને તડના આગેવાનોના
લખાણ – તા: ૧૪-૧૨-૧૯૦૨ ને કરાર. (૨) કુંભારીઆજી - (૧) દફતર નંબર ૧, ફાઈલ નં. ૭
(૨) દફતર નં. ૧ ફાઈલ નં. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org