________________
૨૬૪
શેઠ આા૦ ૦ની પેઢીના ઇતિહાસ
આવેલુ. તેમનુ અંગ્રેજી કાઠીના નામે એળખાતું મકાન પેઢીને સુપ્રત કરવા માંગે છે. તે પરથી પત્રવ્યવહાર થતાં તેમના છેલ્લા તા. ૨૬-૬-૪ર ના પત્ર ત્યા તે સાથે સદરહુ મકાનને લગતા ટ્રસ્ટડીડના નીચે મુજબનેા ડ્રાફટ તે માંહેની ખાલી જગા પૂરી બનારસની કામાં રજીસ્ટર કરાવવા સારૂ આવ્યા છે તે રજૂ થતાં ઠરાવ : તે પ્રમાણેનું ટ્રસ્ટડીડ સ્વીકારી લેવું. આ ખાખત બનારસ જઈ મકાનને કબજો તેઓ આપણને આપે તે સંભાળી લેવા અને આ કામને અગે જે કાંઈ ખર્ચ થાય તે સદરહુ મકાન ખાતે ઉધારી આપવા મજૂર કરવામાં આવે છે.”
આ ઠરાવમાં સૂચવ્યા મુજબ જે ટ્રસ્ટડીડના સ્વીકાર કરવામાં આવ્યા તેમાં નીચે મુજબ પાંચ ટ્રસ્ટીએ નક્કી કરવામાં આવ્યા હતા.
(૧) શેઠ મનુભાઈ દલસુખભાઈ (૨) શેઠ ચીનુભાઈ મણીભાઈ ગેાકળભાઈ મૂળચંદ્રભાઈ (૩) શેઠ ચીમનલાલ લાલભાઈ (૪) વકીલ શ્રી ચદ્રકાન્તભાઈ છેટાલાલભાઈ (૫) શેઠ નાત્તમભાઈ પુરુષાત્તમભાઈ.
આ ટ્રસ્ટનુ નામ શેઠ વીરચંદ દીપચંદને શેઠ ગાકળભાઈ મૂળચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ઉન્નતિ ટ્રસ્ટ રાખવામાં આવ્યુ છે.
આ ટ્રસ્ટના ઉદ્દેશ આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યે છેઃ
“સદર મિલકતના ઉપયાગ જૈન શ્વેતાંબર કોમના લાભાથે ધાર્મિક અગર વ્યવહારિક કાર્યમાં એટલે કે ધમ શાળા તરીકે પાઠશાળા કે શાળા તરીકે ત્થા છાત્રવૃત્તિ માટે અગર તે પ્રકારનું ખીજુ જે કાંઈ કારણ યાગ્ય જણાય તે અરથે ઉપાશ્રય સિવાય કરવાના છે અને સદર મિલકત જે ભાડે આપવામાં આવે તે તેનુ જે ભાડુ આવે તેમાંથી મીલકતના અંગેના કરવેરા દુરસ્તી ખરચ મીલકત સભાળનાર માજીસાને પગાર વીગેરે ખાઇ જતાં જે રકમ વધે તે ટ્રસ્ટીઓએ ઉપર જણાવ્યા પ્રમાણે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનાં હિતમાં વાપરવું...”
આ ટ્રસ્ટડીડમાં આ મીલકતના વેચાણ અંગે તેની આવકના ઉપયાગ અંગે નીચે મુજમ જણાવવામાં આવ્યુ છે :
સદર મીલકત ઉપર શેઠ વીરચંદ દીપચંદ ત્થા શેઠ ગાકુળભાઈ મુળચંદભાઈ તુ નામ હમેશ માટે કાયમ રાખવુ. જો સદર મીલકત વેચવાનુ. ટ્રસ્ટીઓને ચાગ્ય લાગે તા વેચી નાંખી તેની જે કિંમત આવે તે ક"મતથી અને ત્યાં સુધી ગુજરાતમાં કોઈ સ્થળે અથવા સ્થળોએ નવી સ'સ્થા ઊભી કરી તે 'સ્થાના ઉપયાગ ઉપર જણાવ્યા પ્રમાણે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોમના લાભ માટે વાપરવી પરંતુ તે પ્રમાણે કરવામાં ઉપર જણાવેલ અને સખ્શનાં નામ કાયમ રહે તે પ્રમાણે કરવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org