________________
પેઢીના કાર્યક્ષેત્રને થયેલે વિસ્તાર
આ ટ્રસ્ટના ટ્રસ્ટડીડમાં કરેલી આ જોગવાઈ મુજબ અંગ્રેજી કે ઠીને અમુક ભાગ : ૫૮,૦૦૦ રૂ. માં વેચી નાખવામાં આવ્યું છે.
આ સંસ્થાને વહીવટ પિઢીને સેંપવામાં આવ્યો તે પેઢી માટે પ્રતિષ્ઠા વધારનારું અને પેઢી ઉપરના સમાજના વિશ્વાસનું સૂચક ગણી શકાય. (૧૩) એક નાની સરખી દેરી છે કે જેમાં ભગવાન ઋષભદેવનાં પગલાં છે
તેની વિગત ત્થા તેને શિલાલેખ.
શેઠ હઠીમાઈની વાડી સામે જાણીતા એમ. વાડીલાલ પ્રેસની બાજુમાં શેઠ આ. ક. પેઢીના વહીવટની એક દેરી છે તેમાં પગલાં છે તેનો લેખ.
નાની દેરીમાં ૧૮૪૧૮ ઇંચ આશરે પીળા પાષાણની ચોરસ ચેકીમાં ૯ ઇંચ લંબાઈનાં પગલાંની જોડ છે. તેના ઉપર નીચે પ્રમાણે નાગરી અક્ષરેમાં લેખ કોતરેલ છે
संवत १९०१ ना वर्षे पोसमासे कृष्णपक्षे सप्तमी तिथौ गुरुवासरे श्री अहमदाबाद वास्तव्य नगरश्रेष्ठी ओसवालज्ञातिय वृद्धशाखायां सेठ वखतचंद खुशालचंद पुत्र शेठ हेमाभाई वखतचंद तथा सुरजमलभाई तथा मनसुखभाई वगेरे भाई । श्री आदिनाथपादुका कारायिता श्री सागरगच्छे । श्री श्री श्री भहारक १०८ म० ।। श्री शांतिसागर. सूरि विद्यमाने प्रतिष्ठिता । संवत १९०१ श्री ॥
જીતં , મોતીસર.... ! લેખને સાર :–વિક્રમ સંવત ૧૯૦૧ના પિષ વદી ૭ ને ગુરુવારે અમદાવાદ નિવાસી વિસા ઓસવાલ નગરશેઠ વખતચંદ ખુશાલચંદના પુત્રો શેઠ હેમાભાઈ થા શેઠ સુરજમલભાઈ વિગેરેએ આ આદિનાથના પગલાંની પ્રતિષ્ઠા સાગરગચ્છના ભદારક ૧૦૮ શ્રી શાંતિસાગરસૂરિની વિદ્યમાનતામાં કરી.
લિ. પં. મોતીસાગર. લોકોની નજરે ભાગ્યે જ પડતી આ નાની સરખી દેરીમાંનાં પગલાં ઉપર જે શિલાલેખ કરવામાં આવ્યો છે, તેમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના કુટુંબનાં વંશજેનાં નામ આપ્યા છે તેના લીધે આ શિલાલેખનું મહત્ત્વ વધી જાય છે. (૧૪) પેઢી હસ્તક અમદાવાદનાં દેરાસરો :
અમદાવાદ શહેરનાં નીચે મુજબ દેરાસરોને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે (૧) શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર. (૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org