________________
૨૫૪
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ દ્રવ્યસંબંધી પરિસ્થિતિને લીધે હાલ મારાથી તે કામ થઈ શકે તેમ નથી. મારી અંતઃકરણની ઈરછા છે કે મારાથી બની શકે તે તે મારે પૂરું કરવું પરંતુ હાલ સંયોગ પ્રતિકૂળ છે. પરમાનંદજી કલાણજીવાલા ખાતામાં ધર્મશાલા મટી તયાર થઈ ગઈ છે. હાલ હવે તેમાં કાંઈ વધારો કરવાની જરૂર નથી પણ થોડું કામ બાકી છે તે પૂરું કરવાનું છે. જ્યાંના લગભગ દરેક એારડા દીઠ રૂ. ૧૨૫૦/ આપી દાનવીરો પિતાનું નામ અમર કરે છે. ખરચ ઘણો વધુ થાય છે. હાલમાં ધર્મશાલા ખાતે લગભગ રૂ. ૪૨,૦૦૦ લેણ ખેંચાય છે, પરંતુ લગભગ છ ઓરડા ત્થા દસ નાના ઓરડા હજુ અપાયા વગરના બાકી છે તે હાલના સંજોગોમાં કોઈ લેવાને સારૂ આવતું નથી. તેમ તે બાબતનો નવો પ્રયાસ પણ કરેલ નથી. જે તે ભરાઈ જાય તે ધર્મશાલા ખાતે ખેંચાતું લેણું લગભગ વસૂલ આવી જાય. ઉપર પ્રમાણેની સ્થિતિ છે. દેરાસરમાં લગભગ મહીને રૂ. ૨૦૦/નું ચાલુ ખર્ચ છે તે અત્યાર સુધી ખરચથી ઉપજ વધુ આવે છે એટલે ચાલુ ખર્ચમાં કાંઈ તટે પડતો નથી. દેરાસર ખાતે લગભગ દસ હજારની કિંમત જેટલા દાગીના, જરજરીયાત, વાસણ-ગોદડાં વીગેરે છે. આવા સંજોગોમાં મારી વિનંતી છે કે આ૫ આ બન્ને ખાતાને વહીવટ આપના તાબામાં હમેશના માટે લઈ લેશો ને દેરાસરનું બાકીનું કામ આપના રૂપીઆ લેણું છે ને તે વધુ લગભગ રૂ. ૫૦,૦૦૦/ ધારી હાલનું દેવું આપશે ત્યા બાકીનું કામ પૂરું કરાવશે. પરંતુ તેમાં મારી ખાસ વિનંતી છે કે જે સ્ટાઈલ ઉપર અત્યાર સુધીનું કામ થયું છે તે અને નવું કામ જુદાં ન પડે તે ખાસ ધ્યાનમાં રાખશે અને પ્રતિષ્ઠા થવા પૂરતું જ તૈયાર કરાવશો. પ્રતિષ્ઠા કરવા સુધીમાં હાલની લેણુ પડતી રકમ સ્થા નવી ઉપાડ થયેલી રકમ છ ટકાના વ્યાજ સાથે હું જે આપી શકું તે આખા તીર્થમાં તમામ પ્રતિમાજીઓમાંથી મુળનાયકની શેઠ સાહેબ માણેકલાલભાઈના હાથે પ્રતિષ્ઠા કરાવવાની છે ને બાકીની બધી પ્રતિમાઓની હું અગર મારા કુટુમ્બમાંથી કઈ પણ પ્રતિષ્ઠા કરાવે તેવો આદેશ આપશે છે. આ ઉપરથી એમ ચોકખું સમજવાનું છે કે હું કે મારાં કુટુમ્બીએ આ રકમનાં દેવાદાર નથી પરંતુ અલબત્ત અને પ્રતિષ્ઠાને આદેશ ક્યારે મલે કે હું આપના તમામ રૂપીઆ પ્રતિષ્ઠા થયા પહેલાં ભરપાઈ કરી દઉં તે અને કદાચ હું રૂપીઆ ન આપી શકું તે આ૫ મુલનાયકને શેઠ માણેકલાલભાઈના હાથે કોઈ પણ જાતને નકરો લીધા વિના પ્રતિષ્ઠિત કરાવશે અને નાનામાં નાની પ્રતિમાજી આપને અનુકૂળ હોય તે જગ્યાએ મને અગર મારા કુટુમ્બને પ્રતિષ્ઠા કરવા સારુ આજ્ઞા આપશે તેવી વિનંતી છે. કારણકે પછી તે આપની રકમ લેણું હોય તે આપને પાછી આપવાનું સાધન તે જ છે અને આ મોટું મહાન તીર્થ છે. પ્રભુ ઈરછાએ મહારાજ સાહેબેની હાજરીને લઈને આવા મેટા તીર્થની પ્રતિષ્ઠા વખતે ઘણું મટી રકમ ઉપજશે. આપની ખરચાયેલી રકમ વસૂલ થશે ને એક મહાન તીર્થ પૂરૂ થશે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org