________________
રપર
શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ મંદિરનો ભાગ તેમને રહે અને આપણા મંદિરમાં તેમની કોઈ દખલ રહે નહિ. ઉપરાંત, તારંગાના પહાડ ઉપર ચાર દેરીઓ છે. જેમાં આપણી તરફની બે આપણે રાખી અને તેમની બાજુની બે ટેકરી ઉપર દેરીઓ તેમને આપી આ પ્રમાણે કરાર કરી અમે અમદાવાદ પાછા આવ્યા. આ જાતના કરાર કર્યા છે, પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ખબર પડ્યા ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયેલા અને કહે કે આ કરાર હું કબૂલ નહીં રખાવું. અમે કીધું કે ખૂબ જ જહેમત ઉઠાવીને અમે આ કરાર કરી આવ્યા છીએ, માન્ય રાખ પેઢીના હિતમાં છે.
ટીંબાના ભાગીદારો સાથે પણ તા. ૧૦-૧૦-૧૯૨૭ના રોજ એગ્રીમેન્ટ કરાવ્યું અને તેથી તેમના હક્કો બાબત પણ નિકાલ થયા. ભાગીદારે એ વાર્ષિક રૂ. ૩૧૦૦.૦૦ લેવાની શરતે તેમના કર ઉઘરાવવાના તમામ હક્કો છેડી દીધા.”(શેઠ આ. ક.ની પેઢીની પચાસ વર્ષની કાર્યવાહીની રૂપરેખા નામની પુસ્તિકા પૃ. ૧૭-૧૮) (૫) શ્રી મક્ષીજી તીર્થ: - આ તીર્થને વહીવટ પહેલાં ઉજજેનના શ્વેતાંબર સંઘના અગ્રણે થા ઉજજૈનમાં રહેતા યતિ શ્રી પ્રેમવિજયજી સંભાળતા હતા. તે પછી કેના લખવાથી આ તીર્થને વહીવટ વિ. સં. ૧૯૭૭માં શેઠ આણંદજી કલ્યાણજીએ સંભાળી લીધે તે અંગેની જરૂરી માહિતી પેઢીના દફતરમાંથી મળતી નથી પણ આ તીર્થની સામગ્રીને કબજે પેઢીએ સંભાળી લીધો તેની નોંધ વિ. સં. ૧૯૭૮ના તા. ૯-૧૨-૨૧ના એક પત્રમાંથી મળી આવે છે એટલે એમ નક્કી થાય છે કે વિ. સં. ૧૯૭૮ પહેલાં આ તીર્થને વહીવટ પેઢી હસ્તક આવી ગયો હતે.
આ તીર્થ અંગે શ્રી દિગંબર જૈન સંઘ સાથે સાથે એ વિવાદ અને વિખવાદ છેક જૂના કાળથી ચાલ્યો આવતો હતે. આના પરિણામે કંઈક એવું સમાધાન કરવામાં આવ્યું હતું કે જેથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ Wા દિગમ્બર જૈન સંઘ અમુક અમુક સમય માટે ભગવાનની પૂજા કરી શકતા હતા. આને લીધે આ સ્થિતિ એવી શોચનીય બની ગઈ છે કે દિગમ્બરોના વારામાં ભગવાનના ચક્ષુઓ ઉતારી લેવામાં આવે છે અને તાંબર સંઘના વારામાં એ ચક્ષુઓ ફરી ચડી દેવામાં આવે છે, એક રીતે કહીએ તે આ સ્થિતિ ન ચલાવી લેવા જેવી કરુણ છે.
શેઠશ્રી ત્રિકમભાઈની સેવાઓ :–આ તીર્થ અંગેના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના હક્કોનું સંરક્ષણ કરવા માટે ત્યા આ તીર્થને જે કંઈ વધુ વિકાસ થયો છે તે માટે અમદાવાદ નિવાસી શેઠ શ્રી ત્રિકમલાલ અમૃતલાલ શાહની સતત જાગૃત અને તન-મન-ધનથી કરેલી સેવાઓ અમૂલ્ય છે. મક્ષીજી તીર્થના આપણું સંઘના હક્કોનું રક્ષણ છેલ્લાં કેટલાંય વર્ષોથી શેઠ શ્રી ત્રિકમભાઈને આભારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org